Does Life Have A Purpose?

Author
J. Krishnamurti
41 words, 33K views, 8 comments

Image of the Week શું જીવન નો કંઈ ઉદેશ્ય છે?- જે. કૃષ્ણમૂર્તિ


પ્રશ્ન કર્તા:


તમે ઉદેશ્ય રહિત જીવન ને કેમ નભાવો છો? જો જીવન નો કંઇજ ઉદેશ્ય નો હોય, તો વ્યક્તિગત જીવન, શુધ્ધ અસ્તિત્વ માં પણ કોઈ અર્થ નથી: કારણકે વ્યક્તિગત પૂર્ણતા નો અર્થ તોજ હોય જો સર્જન નો કંઇક ઉદેશ્ય હોય.

કૃષ્ણમૂર્તિ:
જીવન, એટલે કે મારું તાત્પર્ય એવું છે કે, જીવન એવું સત્ય જ્યાં કોઈપણ ભેદ નથી, જ્યાં બધુંજ મળે છે, જેના પર બધી વસ્તુઓ નો આધાર છે, આવા જીવન માં બધું સામેલ છે એવા નો કંઇજ ઉદેશ્ય નથી, કારણકે તે છે.
જે છે જ, તેનો કોઈ ઉદેશ્ય હોય પણ ના શકે, કારણકે તેમાંજ બધું સમાયેલું છે. તેમાંજ સમય અને અવકાશ છે, અને વ્યક્તિગત અસ્તિત્વ; પણ જે વ્યક્તિગત અસ્તિત્વ માં હજી પૂર્ણતા નો સાક્ષાત્કાર નથી થયો, તેને માટે ઉદેશ્ય છે. અને આ ઉદેશ્ય છે આ પૂર્ણતા નો સાક્ષાત્કાર.

વ્યક્તિગતતા એ પોતાના માં પરિપૂર્ણ નથી કારણકે તેમાં હજી કચાશ છે. તે અધુરપ ના ભાર હેઠળ છે; એટલેજ વ્યક્તિગત તા ગમે તેટલી મહાન હોય તો પણ તે માત્ર વ્યક્તિગત જ રહે છે. અને જે અપૂર્ણ છે તે કોઈ મહત્તા કે ગુણાકાર થી પૂર્ણ નહી કરી શકાઈ.

એટલેજ વ્યક્તિગત અસ્તિત્વ નો ઉદેશ્ય છે કે બધી વસ્તુ ના આ ઐકય ને જાણવું, આ સત્ય, જ્યાં હેતુ અને વિષય ની અનુભૂતિ નથી, “તમે” અને “હું”, જ્યાં કોઈ પ્રતિક્રિયા નથી, પણ માત્ર શુધ્ધ હોવાપણા ની અનુભૂતિ જે સકારાત્મક અને ગતિશીલ છે. (જયારે હું “સકારાત્મક” શબ્દ નો ઉપયોગ કરું છું ત્યારે નકારાત્મક ને તેમાંથી બાકાત નથી કરતો). આ જીવન બધા માં છે, આ ટેબલ માં પણ, જેવી રીતે અતિ સંસ્કારી મનુષ્ય માં.
પણ જે વ્યક્તિ માં ભેદભાવ છે, જ્યાં હેતુ અને વિષય વચ્ચે તફાવત છે, જ્યાં ભેદ છે, તેની પોતાની મર્યાદા ને કારણે, પોતાની અધુરપ ને કારણે, તેને ભરપુર પૂર્ણતા અને વિશુદ્ધિ પોતાના માં જોઈએ.
તેથી વ્યક્તિગત અસ્તિત્વ નો ઉદેશ્ય છે પણ જીવન નો નહીં.

-હોલેન્ડમાં જે. કૃષ્ણમૂર્તિ ના પ્રવચન માંથી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧.) પોતાનામાં ભરપુર પૂર્ણતા અને વિશુદ્ધિ લાવવા ને તમે કેવી રીતે સમજો છો?
૨.) તમે જીવન માં ક્યારેય બધી વસ્તુ માં જીવંતતા નો અનુભવ કર્યો હોય તો વર્ણવો.
૩.) “સકારાત્મક” ની સમજણ માં નકારાત્મક ને જોડવા માં શું મદદ કરશે.
 

by J. Krishnamurti, from a gathering at Oomen, Holland, 1930


Add Your Reflection

8 Past Reflections