Pronounce a Silent Blessing

Author
Barbara Brown Taylor
26 words, 22K views, 14 comments

Image of the Weekમૂક આશીર્વાદ વરસાવો
બાર્બરા બ્રાઉન ટેઈલર

લેખક ટાલમુડ નાં કેહવા મુજબ આશીર્વાદ વગર આ દુનિયાનો આનંદ માણવો શક્ય નથી.
હું ધારું છું કે આશીર્વાદ વરસાવવાનું પરિણામ જાણવા માટે તમે થોડા પ્રયત્ન કરી જુઓ. આ માટેનો પ્રયત્ન જ તમને તેનું માર્ગદર્શન આપશે.

તમને ગમતી કોઈ એક વસ્તુથી શરૂઆત કરો. મેદાનમાં રઝળતી એક લાકડીને ધ્યાનમાં લ્યો. તેના પ્રત્યે પુરું ધ્યાન આપો.

તમે જેટલા જાગૃત રેહશો એટલા આશીર્વાદ પામશો. લાકડીનું તમે લાંબા સમય સુધી નિરીક્ષણ કરો તો તમે તેમાંથી એક વાર્તા ઘડી કાઢશો. તેને જોતાંજ કોઈ તેની સાથે સંકળાયેલ વ્યક્તિની યાદ અપાવશે અથવા તો કોઈક ક્રાફ્ટ કોપરેટીવ સ્ટોરમાં જોયેલ ફર્નીચર ની યાદ અપાવશે. આ પ્રકારનાં વિચારોમાં કઈ ખોટું નથી- તમે તમારી પોતાની જાત નાં વિચારોથી પાછાં વળી લાકડી પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર આશીર્વાદ વરસાવતી વખતે એટલું ધ્યાન રાખવું કે તે જેવી છે તેવી જોતા શીખીએ. આ લાકડીએ કયા હેતુ સિદ્ધ કર્યા છે ? પક્ષીઓ એના પરા બેસતા હતા? ભર ઉનાળે જમીનમાં છાયો પાથરતી પાંદડાઓથી લદાયેલી એ ડાળી હતી? તેણે ઉનાળામાં છાયા આપી છે? એમાં વળી એક રહસ્ય છુપાયેલું છે કે ગુરુત્વાકર્ષણ ના સિદ્ધાંતની વિરુદ્ધ જઈને નીચેથી પાણી ની ભીનાશ તેના પાંદડે પાંદડે પ્રસરાવી છે. આટલી નાની કદની ડાળી કેવી રીતે આ કરી શકે છે? તેને સુંઘો. હજુ તેનામાં વૃક્ષની તે સુગંધ છે ? તમારા હાથમાં રહેલી ધમની કરતાં તે ક્યાય ઓછી નથી તેના કોષો પૃથ્વી અને સૂર્યથી બન્યા છે. તમે જ્યાંથી લીધી હતી ત્યાં પાછી મુકો અને ફરી તે પૃથ્વીમાંથી નવપલ્લવિત થશે. અથવાતો ધૂળ કે રાખ બની પુનઃ પૃથ્વીમાં સમાઈ જશે. તમે સૌ પ્રથમ તેને આશિષ આપશો. તમને કોઈ સાંભળશે નહિ, તમે જે ચાહો તે આશિષ આપી શકો છો.પહેલા કહ્યું તે મુજબ અભ્યાસથી જ તમે શીખી શકશો. તમારી આસપાસ આશીર્વાદ વરસાવો અને કદી ન અનુભવેલી એવી આશ્ચર્ય જનક વસ્તુ તમારા ધ્યાનમા આવતી જશે.

બીજી વાર તમે કોઈ એરપોર્ટ પર છો. પ્રસ્થાન માટે બેઠેલા યાત્રીઓ પર આશીર્વાદ વરસાવો. દરેક ને પોતાનું કોઈ મહત્વપૂર્ણ કાર્ય હશે. કોઈ માતા પોતાના ૨ વર્ષનાં મસ્તીખોર બાળકને સમજાવવાનો પ્રયત્ન કરતી હશે. ત્યાં કોઈ મોટા પેટ વાળું બાળક હશે. તમને નથી ખબર કે અત્યારે તેમની સાથે શું થઇ રહ્યું હશે, છતાં તમે તેમના પ્રતિ ધ્યાન આપો. તમારી જેમ તેઓ પણ ક્યાંક જઇ રહ્યા છે. તેઓ બે સ્થળની વચમાં બેઠેલા છે. જવાના સ્થળે પહોચશે ત્યારે કઈ પરિસ્થિતિ હશે તે ચોક્કસ નથી. પ્રવાસ દરમિયાન બધા યાત્રીઓ પર મૂક આશીર્વાદ વરસાવતા રહો અને જુઓ કે યાત્રા દરમિયાન અન્ય મુસાફરો અને તમારા વચ્ચે શું ચાલી રહ્યું છે? હું જે આ બધું કહી રહ્યો છું તે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તેને માટે કોઈ નિમણુક કરવાની જરૂર નથી. હું એટલુંજ કહેવા માંગુ છું કે દુનિયાને આની ખુબ જ જરૂર છે. કારણ કે તેઓમાંથી જ્યાં હોય ત્યાં ઘુટણીએ પડી પ્રાર્થના કરનારા ઓછા છે. તમે અનુભવો કે તેમનો કોમળ નાજુક હાથ હમેશા જીવન આપનાર મસ્તક પર ફરતો હોય. આપણે એક બીજાને પણ આશીર્વાદ આપી શકીએ છીએ અને ખાતરી પૂર્વક કહી શકીએ છીએ કે તમો પણ આશીર્વાદ પામો જ છો. ક્યારે અને ક્યાં મળે છે તે યાદ રહે કે ન રહે. અન્યો ને આશીર્વાદ આપવાની ઈચ્છા આકાશના તારાઓને પણ હલાવી શકે છે.

મનનનાં પ્રશ્નો-
એક બીજાને પરસ્પર આશીર્વાદ આપવાથી આપણને આશીર્વાદ મળી જ રહે છે. તે વિચાર કેવી રીતે મુલવશો?
કોઈને માટે તમે મૂક આશીર્વાદ વરસાવ્યા હોય એવી કોઈ વાત રજુ કરી સકશો?
મૂક પ્રાર્થના એ તમારા જીવનમાં શું ભાગ ભજવ્યો છે ?

બાર્બરા બ્રાઉન ટેઇલરની Anallar in the world માંથી ઉધ્ધૃત. તેઓ પ્રોફેસર અને પાદરી પણ છે.
 

Excerpted from An Altar in the World, by Barbara Brown Taylor. She is a New York Times best-selling author, professor, and Episcopal priest.


Add Your Reflection

14 Past Reflections