Time is a Season

Author
David Whyte
34 words, 17K views, 8 comments

Image of the Weekસમય એક (ઋતુ) મોસમ છે

- ડેવીડ વ્હાઈટ

પરંપરાથી ચાલી આવતી મોટાભાગની માનવજાતે દિવસના કલાકો અને એજ રીતે વર્ષોવર્ષ પરિવર્તિત થતી મોસમો (ઋતુઓ)ને નિહાળી છે. આપણા અનુભવની સ્પષ્ટ રેખા ખેચવી મુશ્કેલ છે. પરંતુ આપણા અનુભવોનું હોવું અને તેનું સમયની સાથે બદલાવવું અતિથી જેવું હોય છે. અતિથીનું આવાગમન જેમ નક્કી નથી હોતું તેજ રીતે આપણી અંદરપણ આપણા ગુણો અને આપણા સ્વભાવનું કશુંજ નક્કી નથી હોતું. તેમાં સમય અને સંજોગો પ્રમાણે બદલાવ આવતા હોય છે. શિયાળાપછી આવતી વસંત ઋતુ એક અદભૂત આશ્ચર્ય સર્જતી હોય તેમ લાગે છે. જીવનમાં ઘણી વસંતો જોઈ હોવા છતાં જાણેકે પહેલીજ વખત જોતા હોઈએ એમ થોડા દિવસો પેહલા મૃતઃપાય લાગતા બગીચાઓ વિપુલતાઓ અને વિવિધતાઓથી પથરાઈ જાય છે.

સમય અને ઋતુઓ કેટલીક વાર આપણને ખીલવી જતી હોય છે તો કેટલીકવાર મુરઝાવી જતી હોય છે, પરંતુ આ બંને પરિસ્થિતિમાં સ્પષ્ટતા ના કરી શકાય તેવી અશાશ્વતતા રહેલી છે. દિવસના દરેક કલાક અને વર્ષની દરેક ઋતુ પોતપોતાની વિશેષતાઓનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. દરેક સમયને માણવો એટલે તેની સાથે મિત્રતાનો હાથ લંબાવવો અને એટલે આપણી અંદર ધરબાયેલી ભાવનાઓને જાણવી. કરુણતા એ છે કે આપણી બીબાઢાળ જીંદગીમાં આપણો સમય એક યંત્ર બની જાય છે અને જેની અસર આપણા શરીર પર થાય છે.

દરેક કલાકને તેના પર છોડી દઈએ તો દરેક કલાકનો મિજાજ અલગજ હોય છે અને તે મિજાજ પોતાની અસર પ્રમાણે આપણું નવસર્જન કરી શકે છે.
ઘણી પારંપારિક સંસ્કૃતિમાં દિવસના અમુક કલાકોને દૈવી (બ્રહ્મ મહુરત) ગણવામા આવે છે.બ્રધર ડેવીડ સ્ટેઈનડલ રાસ્ટને આ દૈવી સમય જાણે શાશ્વતતાને તોડતું હોય તેવું લાગે છે. આ માનવું તેઓનું છે તે ફક્ત તેઓ પુરતું જ પણ હોઈ શકે છે.

સમયનો દરેક કલાક એક ઋતુ છે જે અન્યથી ભિન્ન છે તેવી અભિવ્યક્તિની જાહેરાત કરતી હોય છે,પોતાનું ગીત ગાતી હોય છે અને આપણી અંદર શું ભાવના જગાવવી તેનું ગુંજન કરતી હોય છે. એનું દેખાવવું જાણે નવી વાતચીત હોય જેમાં આપણને સાંભળવાનો વિશષ અધિકાર મળતો હોય તેવું લાગે છે.

સમયની કેદમાંથી મુક્ત થવું એટલે કલાકોને પોતાની સ્વતંત્રતા આપવી. કોઈ પણ સમયે આપણા મનને બાંધી રાખતી સાંકળમાંથી મુક્તિ મેળવવી, વધુ મજબૂત બનવું. વિચાવીનીમય વખતે પણ.

લેખકઃ ડેવીડ વ્હાઈટના પુસ્તક “ક્રોસિંગ ધ અનનોન સી” માંથી.

મનન માટેના પ્રશ્નો -
સમયને એક ઋતુ તરીકે જોવો તેને તમે શું સમજો છો?
તમે કોઈ એવી વ્યક્તિગત હકીકત વર્ણવી શકશો કે જ્યાં શાશ્વતતા સમયમાં વિખરાઈ ગઈ હોય?
સમયની કેદમાંથી મુક્ત થઇ, સમયને પોતાની રીતે જીવવાની તક આપવા માટે તમે શું અભ્યાસ કરશો? .

 

Excerpted from David Whyte's book, "Crossing the Unknown Sea."


Add Your Reflection

8 Past Reflections