મુઅ (એક ઝેન કોઆન) શું છે?
રોબર્ટ જી.હાર્વુડ દ્વારા,
- "મુઅ શું છે?" આવા ઝેન કોઆન પર વિચાર કરીને, વિદ્યાર્થીઓ ક્યારેક આપણા અસ્તિત્વ વિશે ઊંડી સમજ મેળવે છે, અને તે પ્રશ્ન હું મારી જાતને પૂછું છું. શરૂઆતમાં, મને ખબર ન હતી કે યોગ્ય જવાબ શું હોઈ શકે, પરંતુ હવે જવાબ એકદમ સ્પષ્ટ છે.
પછી મેં મારી જાતને અન્ય પંદર કોઆન વિશે પૂછ્યું, અને જાણવા મળ્યું કે તેમાંથી લગભગ અડધાના જવાબો હવે સ્પષ્ટ છે. આ કેવી રીતે શક્ય બની શકે? શું બન્યું હશે કે જેનાથી મને આવા પ્રશ્નોના જવાબો આટલા સ્પષ્ટપણે જોવા મળ્યા?
આ મુદ્દા વિશે વિચારતા હતા ત્યારે મારી નજર રસ્તાની બાજુના કેટલાક વૃક્ષો પર પડી. અચાનક, મને કંઈક સમજાયું જે કોઈપણ કોઆનના જવાબ કરતાં વધુ મહત્વપૂર્ણ હતું. પુખ્ત વયે પહેલી વાર મને લાગ્યું કે વૃક્ષો શું છે અને ખરેખર વૃક્ષો શું છે તે વચ્ચેનો તફાવત મને સમજાયો. કોઈક રહસ્યમય રીતે હું ઝેન સાહિત્યમાં વર્ણવેલ "ગેટલેસ ગેટ"માંથી પસાર થયો હતો. એક કલાક પહેલા, હું એક વૈજ્ઞાનિક અને વેપારી હતો. હવે હું રહસ્યવાદી હતો. એક કલાક પહેલાં, મારી ફિલોસોફિકલ ઝોક બિનસાંપ્રદાયિક હતી. હવે આ આધ્યાત્મિક હતું. એક કલાક પહેલા, મેં વિચાર્યું કે બ્રહ્માંડ મૂળભૂત રીતે નિર્જીવ છે. હવે હું જાણું છું કે તે જીવંત, એકીકૃત, બુદ્ધિશાળી, સભાન અને અનંત છે. હું પણ હવે માનું છું કે બ્રહ્માંડમાં ક્યારેય કંઈપણ "આકસ્મિક રીતે" થતું નથી.
મેં તે દિવસનો બાકીનો સમય વિશ્વને આશ્ચર્યમાં પસાર થતો જોવામાં વિતાવ્યો. તે એક અલગ ગ્રહ જેવો હતો. મેં મારી પત્ની કેરોલને ફોન કર્યો અને તેણીને કહ્યું કે કંઈક અવિશ્વસનીય બન્યું છે, અને મને ખબર નહોતી કે આગળ શું થઈ શકે છે. વિશ્વ કે જે હંમેશા ખૂબ અનુમાનિત છે
એવું લાગતું હતું કે હવે તે એક ગતિશીલ રહસ્ય બની ગયું છે જ્યાં કંઈપણ થઈ શકે છે. ભવિષ્ય રસપ્રદ બનવાનું બંધ થઈ ગયું હતું, અને માત્ર વર્તમાન ક્ષણે મારું ધ્યાન ખેંચ્યું હતું.
જ્યારે હું પહેલીવાર ઘરે પહોંચ્યો, ત્યારે મેં ઘણી ચોંકાવનારી શોધોમાંથી પહેલી શોધ કરી જ્યારે અમારી બિલાડીએ મને દરવાજા પર આવકાર આપ્યો. તેની આંખોમાં જોતાં, મેં મારી તરફ જોઈને કંઈક એવું જોયું જે મેં પહેલાં ક્યારેય જોયું ન હતું. એક બુદ્ધિ, અથવા અસ્તિત્વની ઊંડાઈ, તેમનામાંથી ઉભરી રહી હતી. અમારી બિલાડી હવે માત્ર એક બિલાડી રહી ન હતી, અને તેનું કલ્યાણ મારા માટે કંઈક નવી વિચિત્ર રીતે મહત્વનું હતું. અમે આત્મીયતા પૂર્વક એકબીજાની સામે જોયુ.
બિલાડીની આંખોમાં તેની હાજરી સ્પષ્ટ દેખાતી હતી અને તે હવે માત્ર મૂંગું પ્રાણી નહોતું. કોઈક અલગ રીતે અમે એકબીજા સાથે જોડાયેલા હતા.
બીજી વાત જેણે મારું ધ્યાન આકર્ષિત કર્યું, તે એ વાતથી સંબંધિત છે કે; હું કેવી રીતે મારું રાત્રી ભોજન લઉં છું? હું જમવાના ટેબલ પરથી ઉભો થઈ ગયો મારી ડીશમાં અડધું જમવાનું છોડીને. કેમકે, મારું શરીર ભોજનથી તૃપ્ત હતું એટલા માટે કોઈ કારણ ન હતું રહી ગયું,જેના લીધે હું વધારે ખોરાક લેતો રહું. આ આશ્ચર્યકારક હતું. કારણ કે મેં નાનપણથી અત્યાર સુધી ભોજન સાથે આવો વ્યવહાર નથી કર્યો. ભોજન સાથે પસંદ અથવા ના પસંદ જેવો વ્યવહાર નથી રહી ગયો: હવે જ્યારે શરીર પર્યાપ્ત માત્રામાં ખોરાક ગ્રહણ કરી લેતું હતું તો સ્વતઃ ખાવાનું બંધ કરી દેતો હતો. હવે ભોજન કરવાની ક્રિયા ફક્ત એક સુખદ ગતિવિધિ જેવી તૃષ્ણા ન હતી રહી, હવે તો તે અંતરઆત્મા દ્વારા માર્ગદર્શન આપવાથી ચાલી રહી હતી.
ત્રીજી વસ્તુ જે બન્યું તે એ અનુભૂતિ હતી કે ભૌતિક સંપત્તિ હવે મહત્વની નથી. તે સાંજે મેં કેરોલને સૂચન કર્યું કે આપણે અમારું ઘર દાન કરીએ. તે સૂચનથી ચોંકી ગઈ હતી કારણ કે તેનાથી તેણીની સુરક્ષાની ભાવના જોખમમાં હતી, પરંતુ જ્યારે મેં તેણીને સમજાવ્યું કે અમારે પોતાના ઘરની જરૂર નથી ત્યારે તેણીએ તેના વિશેની લાગણી છુપાવી દીધી. તેને આપીને, અમે અન્ય લોકોને વ્યક્તિગત માલિકીની પોકળતા(અંદરથી ખાલી હોવું )દર્શાવી શકીએ છીએ.
હું બેઠો અને ઝેન માસ્ટરને એક પત્ર લખ્યો, જે વિશ્વમાં એકમાત્ર એવી વ્યક્તિ હતી જેને હું જાણતો હતો કે જે મારી સાથે શું થયું તે સમજી શકે છે.
મનન માટે બીજ પ્રશ્ન :-
- "બારણા વિનાના" દરવાજામાંથી પસાર થવાનો તમારા માટે શું અર્થ છે?
-શું તમે એવા સમયની વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમે ઊંઘમાંથી જાગી ગયા અને જીવંત વિશ્વ જોયું?
- તમે આ દુનિયામાં રહો છો ત્યારે તમને હાજર અને જાગૃત રહેવામાં શું મદદ કરે છે?