" રહસ્યવાદ તરફ વળવા માટે ત્રણ મૂળભૂત આધાર "
- માર્ટીન આયલવર્ડ દ્વારા
બિન -વૈચારિક જાગૃતતા માટેના ત્રણ મૂળભૂત આધારો છે. આ ત્રણ આધારો ઘણી રીતે સ્પષ્ટ છે,પરંતુ કદાચ તેમની સાદગી તેમના અસાધારણ ઊંડાણને છુપાવી દે છે, મારા વ્યક્તિગત અભ્યાસના છેલ્લા 30 વર્ષોમાં મેં મેળવ્યું કે આ ત્રણ આધારો લગાતાર પોતાની ક્ષમતા અને સંભાવનાને પ્રગટ કરે છે.
પહેલો બિન - વૈચારિક આધાર સમાવિષ્ટ ઉપસ્થિતિ છે. સમાવિષ્ટ ઉપસ્થિતિ કલ્પનામાં ખોવાઈ જવાની પ્રવૃત્તિની ભરપાઈ કરવાની એક રીત છે.આ અભ્યાસ માટે આપણે પોતાને અંદરથી સાંભળવાની જરૂર છે. આપણા કાનોથી નહીં,મગજથી નહીં પણ આપણા અંતરથી સાંભળવું.
તમે અત્યારે અહીંયા બેઠા છો ત્યારે તમે આ અધ્યાયને વાંચી રહ્યા છો અને તેના પર વિચાર કરી રહ્યા છો તો તમે તમારી અંદરની સંપૂર્ણ સંવેદનાત્મક જાગૃતતા ને સાંભળો. તમને પોતાને અહીંયા હોવાનો અનુભવ થવા દો - તમારા પગ જમીનને કેવી રીતે સ્પર્શે છે તે જુઓ અનુભવ કરો તમારી કરોડરજ્જુની લંબાઈને.
આનો અર્થ એ છે કે કોઈ તણાવ ની પેટર્ન બની હોય, તેને ધ્યાનથી જુઓ આપણા જડબા, માથા અને ખભામાં હંમેશા કોઈપણ પ્રકારની અચેતન તણાવની પેટર્નના લીધે તણાવ ઉભો થાય છે.સમાવિષ્ટ ઉપસ્થિતિ આપણા તણાવના શારીરિક રૂપથી પરિચિત થવાની એક રીત છે, અને એ પ્રકારનો દ્રષ્ટિકોણ, માનસિક સ્થિતિ અને ભાવનાત્મક પેટર્નને સમજવા માટે છે,જે તણાવને નિરંતર રાખે છે. હવે પછી તેને નરમ કરવું. સમાવિષ્ટ ઉપસ્થિતિ નરમ(ઢીલું) થવાની, વ્યવસ્થિત થવાની, શાંત થવાની અને અહીંયા જે કાંઈ પણ છે તેના માટે ગ્રહણશીલ બનવા માટેનું આમંત્રણ આપે છે.જ્યારે આપણે આપણી આદતોના વિચારોથી પ્રેરિત થઈએ છીએ ત્યારે આપણે એ તણાવની પકડમાં આવી જઈએ છીએ. જ્યારે મુક્ત શરીર એક તણાવ મુક્ત શરીર છે એક હલકું, ખુલ્લું શરીર છે ,આપણા બધાનો જે નથી જાણતા તેનો આધાર સમાવિષ્ટ ઉપસ્થિતિ છે.
બિન-વૈચારિક જાગૃતતા માટે બીજો મદદરૂપ થતો આધાર આપણા ધ્યાન ને ભટકાવતો, વિચલિત કરતો, બીજા રસ્તાને છોડવાની ક્ષમતા અને ઈચ્છાનું નિર્માણ કરવાનો છે. મગજનું વિચારવું સામાન્ય વાત છે,મગજ માટે વિચારવું એ એટલું સામાન્ય છે કે જેટલું આપણી આંખો માટે જોવું અને કાનો માટે સાંભળવું. વિચારવું એ મગજનું કામ છે એટલા માટે એ વિચાર ઉત્પન્ન કરતું રહેશે આપણે એની સાથે લડીશું નહીં.
આવા સમયે જ્યારે આપણને ખબર પડે છે કે આપણું ધ્યાન ભટકી રહ્યું છે તો આપણે હંમેશા નિરાશ થઈ જઈએ છીએ "ઓહ નહીં હું ફરીવાર વિચલિત થઈ ગયો છું" અથવા આપણે વિચારીએ છીએ કે "ઓહ મારું ધ્યાન ભટકી ગયું છે" મને જાગૃત થવા માટે પાછા જવું જોઈએ, પણ કદાચ બસ એક જ મિનિટમાં.......આ વિચાર પસંદ આવી રહ્યો છે જ્યારે તમે જોશો કે, આપણું ધ્યાન ખ્યાલોમાં જતું રહ્યું છે કોઈ વિચાર અથવા ચિત્રમાં લીન થઈ ગયું છે તો વિચાર છોડી દો. નિર્ણય લીધા વગર, દોષો અથવા નાટક વગર તેને બસ છોડી દો. પછી સમાવિષ્ટ ઉપસ્થિતિમાં પાછા આવવું વધારે સરળ થઈ જાય છે. જાગૃતતા આપણા માનસિક પૂર્વ ગ્રહોથી ઘણી વધારે શક્તિશાળી, તેજસ્વી અને તાત્કાલિક હોય છે એટલા માટે જ્યારે તમે સ્વયમને કોઈ વિચારમાં ફસાયેલા જુઓ, તો તેના પર ધ્યાન દો અને ધ્યાનમાં આવવાથી તેને હટાવો, હટાવો, હટાવો. જેટલું વધારે તમે તમને પોતાને સામાન્ય વિચારોથી દૂર કરો છો, એટલું જ વધારે તમે તમને ન જાણવા વાળી નવી અને પરિચિત રીતોની નજીક લાવો છો.
ત્રીજો મહત્વપૂર્ણ આધાર છે ન જાણવાની ઈચ્છા,જાણે -અજાણે વાતને દૂર રાખવાની ઈચ્છા, પ્રત્યેક અનુભવ ને નવી રીતે કરવાની ઈચ્છા. ઉદાહરણ તરીકે, આપણે આપણા અંતરથી સાંભળીએ જમીન પર પોતાના પગના સ્પર્શ નો અનુભવ કરવો અને ઉત્પન્ન થતા તણાવની પેટર્નને નોટિસ કરવા વિશે વાત કરી રહ્યા છીએ. આપણે એ અનુભવોનો અભ્યાસ અને પ્રયત્ન કરવાની સરળતાથી એ તારણ કાઢી શકીએ છીએ કે, આ મારા પગ છે, આ મારા ખભા છે, અહીંયા કંઈક તણાવ છે મારે તેને જવા દેવો જોઈએ. કદાચ એ જાણેલી ઓળખેલી વાર્તા મગજમાં ચાલી રહી હશે, કંઈ વાંધો નહીં પણ વિચારો શું હાલત થશે જ્યારે તમે તમારા પગ અને હાથ, ગરમ અને ઠંડા, આરામદાયક અથવા સુવિધાજનક ના થઈ રહેલા પ્રત્યક્ષ અનુભવ પર વિશ્વાસ નથી કરતા ?
જો તમે પ્રત્યક્ષ અનુભવને મહેસુસ નથી કરી શકતા તો તમે રહસ્યમયતાનો ફક્ત આભાસ જ મેળવી શકો છો હવે અહીંયા, જે છે તે ફક્ત હાથ પગ અને ધડ જ નથી, અત્યારે અહીંયા જે છે તે છે જીવંતતા. મારી જૂની આદતોના વિચારો મને બતાવશે કે, મારું શરીર ક્યાં છે ? અને મારું શરીર કેવું છે ? પણ આમ આવા નવા સંપર્કો, આ બિન - વૈચારિક સંપર્કો,મને અનુભવની એક નિરંતર જગમગગાહટ બતાવશે. મારા સામાન્ય વિચારો મને બતાવશે કે મારું શરીર ક્યાં સમાપ્ત થાય છે ? અને દુનિયા ક્યાંથી શરૂ થાય છે ? પણ એક પરિચિત રીતથી એ અનુભવને મળવાની ઈચ્છા મને બતાવે છે કે અનુભવ નિરંતર અને સ્થાયી છે તેવી જ રીતે સંવેદનાઓ પણ. જેને હું આંતરિક અનુભવ કહું છું.તે જાગૃતતામાં હોય છે અવાજો, ધ્વનિઓ અથવા બહારના અનુભવો, પણ બિન-વૈચારિક ઉપસ્થિતિ માટે આ ત્રીજા જાગૃત અનુભવમાં રહેવા માટે છે. આ જાગૃતતા નો મુખ્ય આધાર સંદર્ભ બિંદુ અને અનુભવનો ઘડો બતાવવા વિશે છે. બાકી બધું અંદરનું અથવા બહારનું, સુખદ અથવા દુઃખદ, સારું - ખરાબ ધ્યાન માટે ઉપયોગી અથવા બિન ઉપયોગી. આ બધું ફક્ત એક તરફ છોડી શકાય છે.
આ અભ્યાસ આપણને પોતાને અપરિચિતતાનો સ્વાદ ચાખવા, અને અનુભવને નવી રીતે જોવાની એક તક આપે છે. આ નવી રીતથી આપણે વધારે ઊંડાણ, વધારે વિકસિત, વધારે અંતરદ્રષ્ટિ અને જે થઈ રહ્યું છે તેને પૂર્ણ અને મુક્ત રીતે જોવાની ક્ષમતા મેળવીએ છીએ. આ પ્રમાણે આપણો અભ્યાસ અને પ્રેક્ટિસ વધારે ઊંડા થતા જાય છે.
મનન માટે મૂળભૂત પ્રશ્નો:-
૧) તમારા મતે બિન-વૈચારિક જાગૃતતા નો શું અર્થ છે ?
૨) શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો, કે જ્યારે તમને ત્રણ ઉપયોગી આધારો માંથી એકના માધ્યમથી બિન-વૈચારિક જાગૃતતા નો અનુભવ થયો હોય,
પહેલું- સમાવિષ્ટ ઉપસ્થિતિ,
બીજું - આપણને ભટકાવી દે તેવા જુદા - જુદા રસ્તાઓને છોડી દેવાની ઈચ્છા.
ત્રીજું - ન જાણવાની ઈચ્છા.
૩) તમને રહસ્યવાદમાં વધારે ગ્રહણશીલ થવામાં શેનાથી મદદ મળે છે ?