"જેમ માર્ગ ખુલે છે"
-કેરી ન્યુકમર દ્વારા
અત્યારે હું પરંપરાગત ક્વેકર ( ધર્મોપાસનાની રીતનો આગ્રહ નહિ રાખનાર ખ્રિસ્તી સંપ્રદાયની વ્યક્તિ)ના વાક્ય વિશે વિચારી રહ્યો છું 'જેમ માર્ગ ( સમાધાન તરફનો માર્ગ)ખુલે તેમ આગળ વધો'.
જેમ જેમ માર્ગ (સમાધાન તરફનો માર્ગ) ખુલે છે તેમ આગળ વધો અથવા જેમ માર્ગ ખુલે છે તે એક પ્રકારની ઇરાદાપૂર્વક અને ગભરાહટ અથવા દબાણમાંથી ઉતાવળ ભર્યા પગલાં પર જવાને બદલે પ્રશ્ન અથવા નિર્ણય સાથે "હોવાની" ઈચ્છા સાથે જવાનું પ્રોત્સાહન આપે છે.
આ વિચાર આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે જે ઝડપી નિર્ણાયક અને વધારે ઈચ્છનીય બનાવે છે પરંતુ માર્ગ ખુલે છે તે ખ્યાલ સાથે નિર્ણયો, સમય, સંવેદનશીલ હોય તેવા પ્રસંગો, આ બધું હોવા છતાં ત્યાં હજુ પણ વિરામ હોઈ શકે છે, તે આપણા હૃદયમાં શું ચાલી રહ્યું છે તેની તપાસ કરવાની રીત,હૃદય સાથે હોવાની, અને આપણી પોતાની વિશેની ઊંડી જાણકારી હોઈ શકે.
મારા માટે આ વાક્ય એક પવિત્ર વસ્તુ તરીકે સમયનો અનુભવ કરવા તરફ નિર્દેશ કરે છે, જે હાજરી સાથે વિસ્તૃત કરી શકાય છે તે વીરામમાં હું સારી રીતે સમજી શકું છું કે જ્યારે કંઈ યોગ્ય ન લાગે ત્યારે પોતાને પ્રશ્ન પૂછવો,હું પૂછું છું.વિરામની કલ્પના ને ખોલવી એ નિષ્ક્રિયતા માટેની એક તક નથી પરંતુ તે મારા હૃદયથી સક્રિયપણે (સભાનપણેપ)તપાસવા માટેનું ખેંચાણ છે.
કેટલીક વાર સૌથી મુશ્કેલ વસ્તુ કરવા અથવા ઠીક કરવા માટે કૂદકો મારવાની જરૂર નથી, પરંતુ પ્રશ્ન સાથે સભાન પણે બની રહેવું છે, જે અસ્પષ્ટતા અથવા અસ્વસ્થતા છે તેની સાથે બેસીને સમય આપવા માટે છે. મૌન અને અવાજના ઉપયોગમાં સંગીત અટક્યા વગર એકધારું વાગ્યા કરે તો તે ઘોંઘાટિયું બની જશે,
હું માનું છું કે સંગીતમાં અને જીવનમાં વિરામ જરૂરી છે,તેનો એક મહત્વપૂર્ણ હેતુ પણ છે,તેથી જ મેં "જેમ માર્ગ (સમાધાન તરફનો માર્ગ)ખુલે છે" વાક્ય પાછળની પ્રથાની ખરેખર પ્રશંસા કરી છે.
મને યાદ છે કે મારી સંગીતની કારકિર્દીના વચ્ચે, મને લાગ્યું કે સંગીતના વ્યવસાય દ્વારા મને હાર મળી રહી છે. મેં ધર્મશાસ્ત્ર અને મનોવિજ્ઞાન નો અભ્યાસ કરવા માટે શાળામાં પાછા જવાનું નક્કી કર્યું. મેં એક ઉચ્ચ હાઈસ્કૂલમાં અરજી કરી અને ત્યાંના પ્રોગ્રામમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો. વર્ગોમાં સીધા ન જવાને બદલે અભ્યાસક્રમો શરૂ થાય તે પહેલા મેં એક વર્ષ પસાર કરવાની ગોઠવણ કરી,મને પોતાને પ્રશ્ન પૂછ્યો,હું શા માટે સંગીત કરું છું? સંગીત મારા જીવન માં ક્યુ યોગદાન આપી શકે છે ? તે શોધવા માટે મેં આખું વર્ષ વિતાવ્યું. મેં બેનિફિટ આલ્બમ કર્યું જેને ઘણો ફટકો મળ્યો અને કેટલાક પ્રોજેક્ટ કે જે ઈરાદાપૂર્વક સેવા તરીકે સંગીત પર કેન્દ્રિત હતા.સંગીત મારા માટે ઉપચારનું એક વાહન અને આધ્યાત્મિક અનુભવની અભિવ્યક્તિ હતી.
વર્ષના અંતે મને શાળામાં જવાનું યોગ્ય ન લાગ્યું,માર્ગ ખુલ્યો ન હતો. મને ખબર ન હતી કે આગળનો રસ્તો બરાબર હશે કે નહીં પરંતુ મને વધુ સારી રીતે સમજ હતી કે સંગીત અને સર્જન કળા મારા માટે શું છે તેના પર વધુ જાણી જોઈને કેવી રીતે ઝુકવું. હું આભારી છું કે મેં તે નિર્ણય માટે એક વર્ષ આપ્યું અને તે એક ધારને(નિર્ણયને) નિશ્ચિત કરે છે કે" માર્ગ ખુલ્યો ન હતો "અને તેથી તે માર્ગ પર આગળ વધી નહીં, પારકર જે પામ રે તેમના અદભુત પુસ્તક 'લેટ યોર લાઇફ સ્પીક' મા એક વડીલ ક્વેકર મહિલા વિશે એક વાર્તા વર્ણવી છે જેણે તેમને મહત્વપૂર્ણ સમયે સમજાવ્યું હતું કે, ખુલ્લો દરવાજો અને બંધ દરવાજો એક જ વસ્તુ છે તે બંને તમને એક દિશામાં મોકલે છે, જેમ જેમ માર્ગ ખુલે છે તેમ તેમ આગળ વધવાનો અર્થ એ છે, કે જીવન એક પવિત્ર લય ધરાવે છે આ ગ્રહ (પૃથ્વી )ગરમ થઈ રહ્યો છે,ભયંકર અન્યાય, યુદ્ધો થઈ રહ્યા છે, લોકશાહી જોખમમાં છે પરંતુ જ્યારે હું મારી જાતને વિરામ આપું છું ત્યારે હું જેને પ્રેમ કરું છું તેના આધારે આગળ વધી શકું છું નહીં કે મને જેનો ડર છે તેના આધારે.હું એ પણ જાણું છું કે જ્યારે હું એવા નિર્ણયમાં કૂદી પડું છું કે હું જે જાણતો હતો તે યોગ્ય નથી પરંતુ ત્યાં ડર અથવા ગભરાટ, અધીરાય અથવા અહંકારથી જ્યારે નિર્ણય લેવાની ફરજ પડી હતી, તેમાં ખરેખર ક્યારેય સારું પરિણામ મને મળ્યુ નથી.
તે એક સરળ વાક્ય છે "જેમ જેમ માર્ગ ખુલે છે" તે હંમેશા બહાર ની તરફ જીવવા માટે સરળ નથી પરંતુ આંતરિક વિરામની શાણપણ માટે ખૂબ જ ઉપયોગી અને ખુબ જ સુસંગત રહી છે.
મનન માટે મૂળભૂત પ્રશ્નો:-
- "જેમ માર્ગ ( સમાધાન તરફનો માર્ગ) ખુલે છે" તે મુજબ જીવવાની કલ્પના સાથે તમે કેવી રીતે સંબંધિત છો?
- શું તમે તે સમયની કોઈ વ્યક્તિગત વાર્તા શેર કરી શકો છો જ્યારે તમે દોડવાનું ટાળ્યું હતું અને માર્ગ ખોલવાની રાહ જોઈ હતી ?
- માર્ગ ( સમાધાન તરફનો માર્ગ) ખુલવાની રાહ જોવામાં તમને શું મદદ કરે છે ?