The Great Divide

Author
Mark Vandeneijnde
68 words, 6K views, 5 comments

Image of the Weekમહાન વિભાજન

- માર્કવેન્ડેને જંડે દ્વારા

મહાન વિભાજન:

ડાબી બાજુ વ્યાપાર છે
તેને સમસ્યાઓ વિશે વિચારવું અને સમસ્યાનું સમાધાન કરવાનું પસંદ છે ઝડપથી આગળ વધવું અને દ્રઢતા સાથે બોલવું
એટલે મહેનત કરો કે થાકી જાઓ કદાચ એ શ્વાસ લેવા માટે રોકાતો અને પોતાની ચારે બાજુ જોતો

જમણી બાજુ હૃદય છે
ધીરે ધીરે પોતાનું કામ કરવાનો પ્રસ્તાવ કરે છે
એ 10 ફૂટની ઊંચાઈ પરથી ચારે બાજુ જુએ છે
અને અંદરના ઊંડાણથી જાણે છે સમય આવી ગયો છે કે આપણે વ્યાપકરૂપથી વિચારીએ
પરંતુ સંભાવના નું આ બીજ
એક નવી વાસ્તવિકતાનું સપનું પોતાની મેળે જ કરમાઈ જશે
જો અહીંયા તે એકલો બેઠો રહ્યો

આ દુનિયા બહુ દૂર લાગે છે
ઘણાને લાગે છે કે તે અહીંયાના નથી પરંતુ એક ભટકેલા પ્રેમીની જેમ
કોણ સાચા ગીત સાથે એવું કહેશે કે તેઓ રમવા માટે બહાર નહીં આવે ?
પહેલા કરતાં ઘણી વધારે તેમને એકબીજાની જરૂર છે

એક સાંભળવા માટે અને એક વાત કરવા માટે
એક રોકવા માટે અને એક ચાલવા માટે
એક સપના જોવા માટે અને એક કામ કરવા માટે
એક ભરોસો કરવા માટે અને એક તથ્યો (ઉદાહરણ)ની સાથે
એક વહેવા માટે અનેક યોજના બનાવવા માટે
એક ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને હજી એક વિસ્તાર કરવા માટે
એક વિચારવા માટે અને એક અનુભવ કરવા માટે
એક ફેલાવવા માટે અને એક ઠીક કરવા માટે
એક અનુભવ કરવા માટે અને એક જોવા માટે
એક કરવા માટે અને એક થવા દેવા માટે

સાથે તેઓ પુરા છે
જેમ અહંકાર અને આત્માની ભાગીદારી

મારા હૃદયના ઊંડાણમાં મને લાગે છે કે મારે આ દુનિયાને એક જૂથ કરવામાં
એક ભૂમિકા ભજવવી છે
તેમને એક રસ્તો બતાવવામાં મદદ કરીએ

પરંતુ હું ક્યાંથી શરૂઆત કરું ?
હું એકલા જવાથી થાકી ગયો છું
શું તમને પણ આવું લાગે છે
ત્યાં એકલા ?

સાથે મળીને આપણે સાચા થઈ શકીએ છીએ, અને તેને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ
આપણે હાથ પકડી શકીએ છીએ, આગળ વધી શકીએ છીએ, પુલ બનાવી શકીએ છીએ
અને જ્યારે નવા દ્રષ્ટિકોણ સામે આવે છે
જેમ કે કલા ના કોઈ માસ્ટર પીસ ની સાથે આપણું દિમાગ ખુલી જાય છે હૃદયથી વ્યાપાર કરવા માટે

મનન માટે બીજ પ્રશ્નો :-

- હૃદયથી વ્યાપાર કરવો તેનો તમારા માટે શું અર્થ છે ?

- શું તમે એક એવી વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમે તમારા જીવનના કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં દિમાગ અને હૃદય બંનેને એક કરવામાં સક્ષમ હતા ?

- વિભાજન વિભાગના બંને પાસાઓને એક કરવાની જરૂરિયાતના વિશે જાગૃત રહેવામાં તમને શેનાથી મદદ મળે છે ?
 

Mark Vandeneijnde is an organizational consultant who nudges command-and-control efforts to move inspired leadership.


Add Your Reflection

5 Past Reflections