Enlightenment is Intimacy with All Things

Author
Michael Damian
41 words, 26K views, 9 comments

Image of the Weekપ્રબુધ્ધતા એ બધીજ વસ્તુ સાથે સંસર્ગ માં રહેવું


- માઈકલ ડેમિયન


મનનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર એ આધારિત છે કે તે આપણા માટે સત્ય પ્રગટ કરશે કે અસ્પષ્ટ રહેશે અને તેને કારણે સ્વર્ગ કે નર્ક ની પરિસ્થિતિ નું આપણા માટે નિર્માણ. આ અર્થમાં, ખરેખર તો આપણે આપણા મનની ગુણવત્તા પ્રમાણે જીવીએ છીએ. અને ગુણવત્તા નો આંક નક્કી કરે છે આપણી અંતરદ્રષ્ટિ.


અંતરદ્રષ્ટિ ધ્યાન આપવાથી આવે છે. અંતરદ્રષ્ટિ ચોખવટ લાવે છે અને ઉન્નતિ લાવે છે. અંતરદ્રષ્ટિ આપણને અસ્તિત્વ ના ઊંડાણ થી બદલે છે, કારણકે વસ્તુસ્થિતિ જેમ છે તેમ તેને જોવા માટે આપણા વિશે નો આપણો ખ્યાલ બદલાઈ છે.


બીજા શબ્દો માં કહીએ તો, સત્ય ને જોતાં, આપણે સત્ય માં જાગૃત બનીએ. આપણે એવું ન કહી શકીએ, “અસ્તિત્વ વિશે નું સત્ય મારે જાણવું છે પણ મને તેમાંથી બાકાત રાખો”. આ શક્ય જ નથી. અસ્તિત્વ ના સત્ય વિશે પ્રશ્ન કરવાથી આપણા અસ્તિત્વ પર પણ તે પ્રશ્ન લાગુ પડે છે. આ શક્ય છે કારણકે સંપૂર્ણ કહી શકાય તેવું સત્ય આપણી બહાર રહેલ કોઈ પણ વસ્તુ, છાપ કે મંતવ્ય દ્વારા નહી મેળવી શકાય. તે સીધું અસ્તિત્વ દ્વારા સમજી શકાશે કે બિલકુલ નહીં.


અંતરદ્રષ્ટિ એ આપણી અંદર ની દ્રષ્ટિ છે જે સપાટી પર રહેલ જીવનનાં દેખાવો ને ચીરે છે, અને આપણને માયાજાળ માંથી મુક્ત કરે છે. દ્રષ્ટિ એ ક્યાંકથી શરૂઆત કરવી પડે. આપણે મન માં જે પ્રગટે તેને જોવાથી શરૂઆત કરીએ છીએ. જેમ આપણે જોતાં શીખીએ તેમ જોવાની ઇચ્છા પણ વધે. દ્રષ્ટિ હ્રદયમાં રહેલ સુંદરતા નાં ક્ષિતીજ ઉઘાડે છે. પછી એક સમય આવે છે જયારે આપણે તમામ વસ્તુઓ માં દિવ્યતા જોવાની સંપૂર્ણ દ્રષ્ટિ મેળવીએ, અને આમ આપણી જાત હંમેશ ને માટે ઉઘડી જાય છે.


ખુલી ગયેલા આપણે સાચા સંબંધ માં પ્રવેશ કરીએ છીએ. તે માટેજ પ્રબુધ્ધતા એ બધીજ વસ્તુ સાથે સંસર્ગ માં રહેવું એવી રીતે વર્ણવવા માં આવે છે. સંસર્ગ એટલે નજીકથી જાણવું. એનો અર્થ એમ નહી કે પ્રબુધ્ધતા આપણને સર્વજ્ઞાની બનાવી દેશે. સસંર્ગ એ અલગ પ્રકાર નું જાણવું છે, પ્રેમ દ્વારા. પ્રેમ ની પરિસ્થિતિ વિવિધ રીતે સંક્ષિપ્ત છે, જેમાં આપણે સત્ય ની સંપૂર્ણતા અને સમગ્રતાની કદર કરી શકીએ. આ સારાંશ ઉત્તમ ખોજ છે, જે અજાણ લક્ષ તરફ સમગ્ર મનુષ્ય ઇચ્છા વળેલી છે.


--માઈકલ ડેમિયન ના "The Art of Freedom" માંથી ઉધ્ધ્રુત


મનન ના પ્રશ્નો:

૧.) પ્રબુધ્ધતા એ બધીજ વસ્તુ સાથે સંસર્ગ માં રહેવું એ વિશે તમારું શું મંતવ્ય છે?
૨.) સત્ય ની સંપૂર્ણતા અને સમગ્રતાની કદર નો તમને અનુભવ હોય તો વર્ણવો.
૩.) અસ્તિત્વ ના સત્ય ની ખોજ માં તમારા અસ્તિત્વ ને શામેલ કરવામાં શું મદદ કરશે?
 

Excerpted from "The Art of Freedom" by Michael Damian.


Add Your Reflection

9 Past Reflections