Pablo Neruda's Greatest Lesson from Childhood

Author
Lewis Hyde
33 words, 144K views, 23 comments

Image of the Week​ પાબ્લો નેરુડાને બાળપણમાં મળેલી મોટામાં મોટી શીખ
લેખકઃ લ્યુઇસ હાઇડ

નેરુડા હજુ તો જ્યારે નાનો છોકરો હતો ત્યારે ઘરની પાછળના વાડામાં રમતા રમતા એને લાકડાની વાડમાં એ ક બાકોરું દેખાયુ. “મેં એ બાકારામાંથી જોયું કે અમારા ઘરના પાછળના વાડાની જેમ જ એ વાડો પણ ઉપેક્ષિત હોવાથી મૂળ કુદરતી અવસ્થામાં હતો. હું થોડા ડગલા પાછળ ખસ્યો કારણ મને જાણે અણસાર આવ્યો કે કંઇક થવાનુ છે. અચાનક એક હાથ દેખાયો --- મારી જ ઉમર જેવડા એક છોકરાનો તચુકડો હાથ. હું હજુ તો પાસે આવતો હતો ત્યાં એ હાથ જતો રહ્યો અને એની જગ્યાએ એક અદ્ભુત શુભ્ર ઘેટાનુ રમકડું હતું.
ઘેટાંનુ ઉન ઝાંખુ પડી ગયુ હતું. એના પૈંડા નાસી ગયા હતા. આ કારણે એ વધુ પ્રમાણિત લાગતું હતું. મેં આટલું સુંદર ઘેટું કદી જોયુ નહોતુ. પેલા બાકોરામાંથી પાછળ જોયું પણ એ છોકરો ગાયબ થઇ ગયો હતો. હું ઘરમાં ગયો અને મારો પોતાનો એક ઉપાય બહાર લાવ્યોઃ મારુ વ્હાલુ, ખુલી ગયેલુ, ગંધ અને રાળથી ભરેલુ એક પાઇન વ્રુક્ષનું શંકુ. એને મેં એ જ જગ્યાએ મુક્યુ જ્યાં પેલુ ઘેટાનુ રમકડું હતું. એ રમકડું લઇ હું જતો રહ્યો.”
“એ હાથને કે એ છોકરાને મેં ફરી કદી જોયા નહીં. અને એવું ઘેટુ પણ કદી જોયું નથી. એ રમકડું આખરે આગમાં બળી ગયું. હજુ પણ …જ્યારે જ્યારે કોઇ રમકડાની દુકાન પાસેથી પસાર થતો હોઉં ત્યારે ગુપચુપ દુકાનની બારીમાં નજર કરું. વ્યર્થ. એવુ ઘેટું હવે કોઇ બનાવતુ જ નથી.”
નેરુડાએ આ પ્રસંગ ઘણી વાર ઉલ્લેખ્યો છે. “આ રહસ્યમય, ભેટની આપ લે જાણે મારા મનના ઊંડાણમાં મને અંદર એક જળકૃત થાપણ જેવી સ્થાયી થઇ ગઇ છે. તેમણે એક વખત એક મુલાકાતમાં જણાવ્યું હતું. અને આ ભેટની લેવડ દેવડ તેઓ તેમની કવિતામાં વણી લે છે “હું ઘણો ભાગ્યશાળી માણસ છું. અન્ય માનવીઓની આtત્મિયતાના સ્પર્ષ જીવનની સમૃધ્ધિ છે. જેમને આપણે પ્રેમ કરીએ તેઓ પણ આપણને પ્રેમ કરે તો આપણા જીવનને ઉત્તેજન મળે છે. પણ જ્યારે અજાણ્યા લોકો આપણી નિંદ્રા, એકલતા, ભય અને ત્રુટિઓનું ધ્યાન રાખે છે, એમાં રહેલો સ્નેહ એ વિશેષ મહાન અને સુંદર છે કારણ એ આપણી હસ્તિની સીમાને વિશાળ બનાવે છે અને બધા જીવને એક બનાવે છે.”
“પેલી લેવડ દેવડે પહેલી વાર એક ઉમદા વિચાર જગાડ્યોઃ કે આખી માનવજાત કોઇકને કોઇક રીતે સંકળાયેલી છે… તો તમને આશ્ચય નહી થાય કે મેં ભાઇચારો મેળવવા માટે મેં કંઇક રાળની જેમ ચીપકાવી દે, ભૂમી જેવો નક્કર આધાર અને સુગંધ આપે એવું આપવાનો પ્રયાસ કર્યો છે…”
“મારી બાલ્યાવસ્થામાં, એક એકલવાયા ઘરના પાછલા વાડામાં, આ અમુલ્ય પાઠ હું શીખ્યો હતો. ભલેને બે અણજાણ્યા છોકરાઓએ રમેલી ફક્ત રમત જ હતી અને એકબીજાને જીંદગીની કોઇ સરસ વસ્તુ આપવાનો પ્રયાસ હતો. છતાં, આ નાનકડી અને રહસ્યમય ભેટની વાત મારા મનના ઉંડાણમાં, અવિનાશી, એવી જડાઇ ગઇ કે મારી કવિતાને પ્રકાશ આપે છે.”

-..લ્યુઇસ હાઇડ, “ધ ગિફ્ટ” માંથી

પ્રતિબિંબ માટે બીજ પ્રશ્નો: આપણી પોતાના અસ્તિત્વની પરિસીમા વિક્સાવવી વિષે તમે શું સમજયા છો? તમારા પોતાના જીવનમાં દરેક જીવમાં એકતા હોય છે એમ તમે પોતે કેવી રીતે જાણ્યુ તે પ્રસંગની વાર્તા અન્ય વ્યક્તિઓ સાથે વ્હેંચી શકશો? તમારી કવિતાઓને શું પ્રકાશ આપે છે?


Add Your Reflection

23 Past Reflections