આંતરિક અવાજની સામે અહમ નો અવાજ
ડેવિડ સુંદર દ્વારા
થોડા સમય પહેલા હું એક મહિલા મિત્રની સાથે વાત કરી રહ્યો હતો, જે આ વાત પર અને નિર્ણય લેવા પર સંઘર્ષ કરી રહી હતી કે, શું તેને તેના પુરુષ મિત્રની સાથે રહેવાનું શરૂ કરી દેવું જોઈએ કે નહીં ? તે પહેલા પણ તે એક પુરુષ સાથે સાથે રહી હતી અને તેની સાથે રહેવાનું તેનો અનુભવ ઠીક રહ્યો નહતો. તેને બીજીવાર કોઈની સાથે રહેવાના વિચાર સાથે આશંકા હતી, વિશેષ રૂપથી જ્યારે કે તેને તે પુરુષ મિત્રને મળ્યા ને એક વર્ષથી પણ ઓછો સમય થયો હતો. તેની ગભરાટ ભરી વાતોને સાંભળ્યા પછી મેં તેને કહ્યું," ઠીક છે, તો તમે તેની સાથે જઈને ના રહો." પરંતુ તે ખૂબ જ અદભુત છે," તેણીએ કહ્યું, અમારી બંને વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે, અને અત્યારની અમારી જગ્યાની દુરીને જોતા તેની સાથે રહેવું મને બરાબર લાગે છે."
"ઠીક છે, તો પછી કરી લો." મેં કહ્યું.
પરંતુ મેં તમને જણાવ્યું હતું, "કે હું આ વાત બીજીવાર નહીં કરું જ્યાં સુધી હું 100 ટકા મારા મનને પાકું બનાવી ના લઉં, કે તે આજ છે- અને મને લાગે છે કે હજી સુધી મારું મન આ બાબતે પાક્કું નથી."
શું આ વાત સાંભળેલી લાગે છે ?હોઈ શકે છે કે,આ બાબત તમારા માટે એકબીજા સાથેના સંબંધોની ન હોય, હોઈ શકે છે કે તે તમારા માટે કોઈ વ્યવસાયિક મુદ્દો હોય, કે મોટી યાત્રા હોય, જૂના મિત્રોને તમારે કેવા પ્રકારની વાતો લખીને મોકલવાની હોય,અથવા એક ખૂબ જ સાધારણ વાત કે આજે રાત્રિ ભોજન ક્યાં કરવું ?
પણ જેમ મેં તમને બતાવ્યું તેમ કે ક્યારેક ને ક્યારેક આપણા જીવનમાં આપણી અંદર પણ આપણા મિત્ર ની જેમ અંદરના સંઘર્ષો અને દ્વંદ ચાલતા રહે છે, કોઈ એવી પરિસ્થિતિ જ્યારે આપણી અંદરના અવાજો આપણને બે વિપરીત દિશાઓ દેખાડતા હોય, ત્યારે આપણે શું કરી શકીએ ?
મેં થોડી ક્ષણો તેની પરિસ્થિતિ અંગે વિચાર્યું અને કહ્યું, "કલ્પના કરો કે તમે કોઈ ગેમ શોમાં છો, જેમ કે 'કૌન બનેગા કરોડપતિ', અને પ્રશ્ન છે કે શું તમારે તમારા બોયફ્રેન્ડ સાથે રહેવું જોઈએ કે નહીં. સામાન્ય સલાહ એ છે કે જે જવાબ એકદમ સહજતા થી સૌપ્રથમ મનમાં આવે, તે જ સાચો હોય છે. પરંતુ મોટાભાગના લોકો તેમની આ પ્રાકૃતિક પ્રતિક્રિયા પર શંકા કરે છે, જરૂર કરતા વધુ વિચાર કરે છે, તેને તર્કસંગત બનાવવા પ્રયત્ન કરે છે અને અંતે તેમની મૂળ સંવેદના ને અવગણી ને ખોટો નિર્ણય લઈ લે છે, તો જ્યારે આ પ્રશ્ન તમારી સામે આવે, ત્યારે તમારું પહેલું સહજ પ્રતિક્રિયા શું હોય?"
થોડા સંકોચ સાથે, તેણે ધીમેથી જવાબ આપ્યો, "મારે આ કરવું જોઈએ"
મારી દ્રષ્ટિએ, સાચાપણાની એક વ્યાખ્યા એ છે કે આપણે આપણી આંતરિક અવાજને સ્વીકારીએ. સૌથી મોટો પડકાર એ છે કે આંતરિક અવાજ અને તેના સૌથી મોટા ભ્રમ અહમ્ ના અવાજ વચ્ચેનો તફાવત સમજી શકવું.
આ તફાવત સમજવા માટે ગેમ શો જેવી વિચારધારા એક સારી પદ્ધતિ હોઈ શકે છે. બીજું એક અસરકારક માધ્યમ છે વિચારધારા લખવી. જ્યારે તમે કોઈ નિર્ણયના મુદ્દા નો સામનો કરતા હો, ભલે તે નાનો હોય કે જીવન બદલાવનારો, ત્યારે શાંતપણે અથવા લખીને કહો, "મારો આંતરિક અવાજ કહે છે...". પછી જુઓ કે અહમ્ શું કહે છે અને તેને લખો, "મારો અહમ્ કહે છે...".
બન્ને વચ્ચેનો તફાવત અનુભવો, પણ તમારું ધ્યાન તમારા આંતરિક અવાજ પર જ રાખો.
આંતરિક અવાજ ક્યારેય પોતાને સાચો સાબિત કરવાનો પ્રયત્ન કરતો નથી. તે વાર્તાઓ નથી કરતો. તે તમને કોઈ પણ બાબત પર મનાવવાની કોશિશ કરતો નથી. તે માત્ર જાણતા હોવાની એક અનુભૂતિ છે. ઊંડાણમાં તમે તે અવાજને અનુભવો છો. તમે તેને અંતર્જ્ઞાનથી સમજો છો. તમે તેને એવી જ રીતે જાણો છો જેમ મિત્રતા કેટલી મહત્વપૂર્ણ છે તે તમે જાણો છો.
અહં (ઇગો) તર્ક કરે છે, વિશ્લેષણ કરે છે, સાચુ સાબિત કરે છે, એક પછી એક કારણો આપે છે – સંક્ષેપમાં, તે વસ્તુઓ વિશે વિચારે છે. તે જ્ઞાન સંબંધી છે. ઘણી વાર, અહં ડર અથવા લાલસાની ભાવનાથી બોલે છે. તે તમને કહેવાનો પ્રયત્ન કરી શકે છે કે તમે એકલા કરી શકો છો, મિત્રતા ખાસ મહત્વની નથી, અથવા નબળાઈથી દૂર રહેવું જોઈએ – આવી બધી કાલ્પનિક વાર્તાઓ!
એક વાર જ્યારે તમે આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજી લો – માત્ર બૌદ્ધિક રીતે નહીં, પરંતુ વાસ્તવિક સમયમાં, તે તફાવત ઓળખવાની ક્ષમતા હાસલ કરો – ત્યારે, આગળનું મુખ્ય કાર્ય છે: આંતરિક અવાજ જે કહે છે તેને અમલમાં લાવવાની હિંમત દાખવવી. અલબત્ત, આ ડરાવનારું લાગી શકે છે, પરંતુ જો આપણે "પ્રમાણીકતા નો માર્ગ” અપનાવવો હોય તો આ કાર્ય અનિવાર્ય છે.
તે પ્રારંભિક વાતચીતના થોડા અઠવાડિયા બાદ, મેં મારી મિત્રને પૂછ્યું: "તો તમે શું નક્કી કર્યું?" "અમે હમણાં જ લીઝ પર સહી કરી લીધી છે," તેણીએ ખુશખુશાલ હૈયાથી જવાબ આપ્યો. શાબાશ!
ખુબ જ સરસ! ખુબ જ સરસ!
મનન માટે બીજ પ્રશ્નો: -
- તમે આંતરિક અવાજ અને અહંકારના અવાજ વચ્ચેના તફાવતને કેવી રીતે સમજો છો?
- શું તમે એવા સમયની કોઈ વ્યક્તિગત ઘટના કહી શકો છો જ્યારે તમે તમારા આંતરિક અવાજને સાંભળીને તેને અમલમાં લાવવાની હિંમત કરી હોય?
- તમને સત્યતા અને નિષ્કપટતાના માર્ગ પર ચાલવામાં શું મદદ કરે છે?