
"દયાળુતાના ક્ષિતિજ પર તમારી નજર રાખો"
જોય હરજો દ્વારા
"પરિવર્તન અનેક ગતિઓ સાથે આવે છે. વીજળીની ઝડપે, અને આપણે રાતોરાત આપણા દૃષ્ટિકોણની દુનિયાઓ બદલી દઈએ છીએ. આપણે અચાનક બધું ગુમાવી શકીએ છીએ, અથવા જે આપણે હંમેશા આશા અને સપના જોયા છે તે મેળવી શકીએ છીએ. કેટલાક પરિવર્તનોને પોતાને પ્રદર્શિત કરવા માટે સદીઓ લાગી જાય છે. કચરો સદીઓથી ફેંકવામાં આવ્યો છે તેથી કચરાના પ્લાસ્ટિકના ટાપુઓ સમુદ્રોમાં તરતા હોય છે. વર્ષોની સંચિત નાના મોટા અનાદર અને અતિક્રમણ ને કારણે આપણે વધુ શક્તિશાળી તોફાનો અને વધુ વ્યાપક ભૂકંપોનો અનુભવ કરીશું, . જન્મ અને મૃત્યુ સૌથી સ્પષ્ટ પરિવર્તન છે. સૌથી બુદ્ધિશાળી શિક્ષકો આપણને યાદ અપાવે છે કે કોઈપણ બદલાવનું મૂલ્યાંકન કરવામાં વધુ ન ફસાઈ જવું જોઈએ.
કંઈ પણ થાય, તો પણ આપણે હૃદય ખુલ્લું રાખીએ, અને ઈમાનદારી સાથે કાર્ય કરીએ, ભલે આપણે અત્યારે આ દેશમાં, આપણા પ્રિય ગ્રહ પૃથ્વી પર – જે આપણે જ છીએ – સૌથી અસ્તવ્યસ્ત પરિવર્તનોમાં હોઈએ. કેટલીક સવારીઓ મધુર અને ઉત્સાહદાયક હોય છે. કેટલીક મુશ્કેલ હોય અને સતત સંઘર્ષમાં રાખતી હોય છે . અત્યારે આપણે ફેરફારની આડી લહરોમાં છીએ, જેને અમે સમુદ્રમાં બોટ ચલાવતી વખતે "વોશિંગ મશીન" કહેતા હતા. તેમાંથી પસાર થવા માટે તમે ક્ષિતિજ પર એક સ્થાન પર તમારી દૃષ્ટિ કેન્દ્રિત રાખો અને ચાલતા રહો. સમુદ્ર શીખવે છે કે પરિસ્થિતિઓ હંમેશા બદલાય છે.
અમારા કુટુંબમાં એક સુંદર નવજાત દીકરાના જન્મની ઉજવણી કરી રહ્યા છીએ. અહીં આવવા માટે સાહસ ની જરૂર હોય છે , અને તેણે એક લાંબી યાત્રા કરી અને એક મહિના પહેલા જ આવી પહોંચ્યો. પણ તે અહીં છે, અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. તે તેના માતા-પિતા, તેમના પિતૃઓ અને પૃથ્વીના સ્વપ્નનું સીધું પરિણામ છે.
આપણે એ લોકોને આશીર્વાદ આપવાનું યાદ રાખવું જોઈએ જેઓ આ જીવનયાત્રા પર આપણી સાથે નીકળે છે. આપણા દરેકમાં એક નવજાત યાત્રી છે અને આપણે હજી પણ એ શબ્દોને સાથે લઈને ચાલીએ છીએ, જેમનાથી આપણને જન્મ મળ્યો છે. આપણા બધામાંથી દરેક વ્યક્તિ આધ્યાત્મિક ક્ષેત્રથી કંઈક ને કંઈક લઈને આવ્યા છે.દરેકની એક પોતાની યાત્રા હોય છે.આપણામાંથી દરેક એક ઉભરતી રહેતી વાર્તા છે. નવજાત શિશુ અને તેના માતા પિતાને દયાળુ શબ્દો કહો. તેમને દયાળુ શબ્દોના પોષણની જરૂર છે કારણ કે દયાળુતાના શબ્દો તેમના માર્ગને હળવો બનાવી દેશે. મદદ કરવા માટે તમે જે કરી શકો છો, તે કરો. એક નવજાત બાળક કોમળ હોય છે અને તે દરેક વસ્તુઓને આપણાથી વધારે સુરક્ષિત રીતે અને આપણી સરખામણીમાં ઘણું વધારે તીવ્રતાથી અનુભવ કરતું હોય છે અને તે પણ ખૂબ જ ગહનતાથી.એક શિશુના માટે દરેક દિવસ, અહીં સુધી કે દરેક ક્ષણ એક પરિવર્તનકારી બદલાવ હોય છે. તમે જે પણ કહો છો, કરો છો, વિચારો છો, ખાસ કરીને પારિવારિક ક્ષેત્રમાં, એ તેના પર ખૂબ ઊંડી અસર અને ખૂબ મહત્વ ધરાવે છે.તમારા કહેલા દયાળુતાના શબ્દો થકી એ બાળક પોતાની સાથે-સાથે દરેકના જીવનમાં બદલાવ લાવશે.
પછી ભલે તે પરિવર્તનની પરિવર્તનકારી લહેરો કેમ ના હોય,પોતાની આંખોને હંમેશા દયાળુતાના ક્ષિતિજ પર રાખો.
મનન માટે બીજ પ્રશ્નો :-
- પોતાની આંખોને દયાળુતાના ક્ષિતિજ પર રાખવાનો તમારા માટે શું મતલબ છે ?
- શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો, જ્યારે તમને લાગ્યું હોય કે તમે મુશ્કેલીમાં ફસાયેલા છો અને તેનાથી બહાર નીકળવા માટે તમને દયાળુતાના ક્ષિતિજ પર પોતાની નજરને ટકાવી રાખવી પડી હોય?
- તમને દયાળુતાના ક્ષિતિજ પર પોતાની નજર ટકાવી રાખવા માટે શેનાથી મદદ મળે છે ?
Joy Harjo, the 23rd Poet Laureate of the United States, is a member of the Mvskoke Nation. She is only the second poet to be appointed a third term as U.S. Poet Laureate. Reading above is from her blog.