કોમળતાની લાગણી.
રિચાર્ડ રુડ દ્વારા
કોમળતા એ તમામ આધ્યાત્મિક અભ્યાસોના મહાન રહસ્યોમાંનું એક છે. જ્યારે આપણે કોમળ બનીએ છીએ ત્યારે પાણી જેવા બનીએ છીએ.
આપણે જીવન ને આપણી પાસે આવવા દઈએ છીએ.
આપણે જીવનના પ્રવાહ પર વિશ્વાસ રાખીએ છીએ અને તે આપણને જે દિશામાં જ્યાં લઇ જાય ત્યાં લઈ જવાની મંજૂરી આપીએ છીએ.
આ સાચી શક્તિ છે કારણ કે તે પ્રેમમાંથી આવે છે, અને પ્રેમ એ બ્રહ્માંડની સૌથી કોમળ વસ્તુ છે, અને હા, તેમ છતાં તે સૌથી શક્તિશાળી છે.
જ્યારે તમે તમારી જાત પ્રત્યે, અન્યો પ્રત્યે અને જીવન પ્રત્યે તમારા વલણને કોમળ કરો છો, ત્યારે તમે તમારી અંદર રહેલ સ્વભાવીક પ્રજ્ઞા બહાર લાવો છો.
તમારું શરીર કોમળ થાય છે, તમારા વિચારો કોમળ થાય છે, અને તમારું હૃદય કોમળ થાય છે.
કોમળતા દ્વારા, તમે કોઈ પણ જાતના દબાણ વિના, સ્પષ્ટતા અને હેતુ સાધી શકો છો.
તમારું જીવન નિરંતર સંઘર્ષ ને બદલે સૌમ્યતા થી અભિવ્યક્ત થતું જાય છે.
ચિંતન માટેના બીજ પ્રશ્નો:
- તમારા માટે કોમળતા નો શું અર્થ થાય છે ?
- શું તમે એવા કોઈ ક્ષણની વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો જ્યારે તમે કોમળતા દર્શાવી હોય અને તમારી અંદરની સ્વભાવીક પ્રજ્ઞા ને બહાર લાવી શક્યા હોય?
- સતત સંઘર્ષ માં રહેવાને બદલે સૌમ્યતા થી અભિવ્યક્ત થવામાં તમને શું મદદ કરે છે?
Richard Rudd is a teacher, mystic and poet.