કૃતજ્ઞતાનો ભાવ આભારના ભાવ કરતાં ઘણો વધારે છે
રોબિન વોલ કિમરર દ્વારા
કૃતજ્ઞતા 'આભાર' કરતા ઘણું વધારે છે.જે આપણે પૂરી વિનમ્રતા સાથે અનુભવીએ છીએ.આ એક એવો મજબૂત તાર છે જે આપણને એક ઊંડા સબંધ સાથે જોડે છે, શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે. કારણ કે, આપણા શરીરને ભોજનથી પોષણ મળે છે અને આત્માને પોતાનાપણાના ભાવથી પોષણ મળે છે,જે સૌથી વધારે મહત્વનું છે. કૃતજ્ઞતા સમૃદ્ધિના ભાવને ઉત્પન્ન કરે છે, એ સમજણ સાથે કે આપણી પાસે તે બધું જ છે જેની આપણને જરૂરિયાત છે. સમૃદ્ધિ અને પર્યાપ્તતાના આ વાતાવરણમાં આપણી વધારે મેળવવાની ભૂખ ઓછી થતી જાય છે અને આપણે ફક્ત તે જ લઈએ છીએ જેની આપણને આવશ્યકતા હોય છે, તે પણ દાતા( દેનાર)ની ઉદારતાથી, પુરા સન્માન સાથે.
જો આપણી પહેલી પ્રતિક્રિયા કૃતજ્ઞતા છે, તો આપણી બીજી પ્રતિક્રિયા પારસ્પરિકતા છે : તેનો અર્થ એ કે બદલામાં ભેટ આપવી. એટલે કે હું આ નાના- નાના છોડોને તેમની ઉદારતાના બદલામાં શું આપી શકું? આ એક સીધી પ્રતિક્રિયા બની શકે છે, જેમ કે તેનું નીંદણ(નીંદણ એટલે ખેતરમાંથી અનિચ્છનીય છોડને દૂર કરવા) કરવાનું,તેમને પાણી આપવું,અથવા એક આભાર નું ગીત જે હવામાં પ્રશંસા પહોંચાડી શકે છે તે ગાવું જે દેખાય ન શકે.પરંતુ મારો કૃતજ્ઞતાનો ભાવ તેમના સુધી અદ્રશ રીતે પહોંચી શકે. જેમ કે અમારા સ્થાનીય ભૂમિ ટ્રસ્ટને દાન કરવું કારણકે ભેટ દેવાવાળાના માટે વધારે ઘર બચાવી શકાય, અથવા એવી કળા બનાવવી,જે એકબીજાને પારસ્પરિકતાના જાળમાં જોડાવા માટે આમંત્રિત કરે છે.
કૃતજ્ઞતા અને પારસ્પરિકતા એ ગિફ્ટ ઇકોનોમી નું ચલણ છે, અને તેમની પાસે દરેક લેણદેણ સાથે ગુણાકાર કરવાનો નોંધપાત્ર ગુણ છે, જ્યારે તેઓ એક હાથથી બીજા હાથમાં જાય છે ત્યારે તેમની ઊર્જા માં વૃધ્ધિ થાય છે, જે ખરેખર પુનઃપ્રાપ્ય સંસાધન છે. હું ઝાડમાંથી ભેટ સ્વીકારું છું અને પછી તે ભેટ તેનાં રસ ઝરતાં ફળોની એક વાનગી સાથે મારા પાડોશીને ફેલાવું છું, જે તેના મિત્ર સાથે શેર કરવા માટે પાઇ બનાવે છે, તે મિત્ર પોતાને એટલો ભાગ્યશાળી અનુભવે છે કે તે એ પાઇ ને પેન્ટ્રી માં વહેચવા માટે આપે છે. તમે સમજી શકો છો કે આ કેવી રીતે કામ કરે છે.
વિશ્વને ભેટના રૂપમાં ઓળખવું એટલે પારસ્પરિકતા ના જાળમાં પોતાનું સભ્યપદ અનુભવું. એ તમને સંતુષ્ટ કરે છે અને તમને જવાબદાર પણ બનાવે છે. કશુંક ભેટ તરીકે સ્વીકારવા થી તમારો તેની સાથેનો સંબંધ એક ગાઢ રીતે બદલાઈ જાય છે, ભલે તેના ભૌતિક સ્વરૂપમાં કોઈ ફેરફાર ન થયો હોય. એક ઉનથી બનેલી ટોપી જે તમે દુકાનમાંથી ખરીદો છો તે તમને ગરમ રાખે છે, પરંતુ જો તે તમારા પ્રિય કાકીએ તમારા માટે તેના હાથથી બનાવેલી હોય, તો તે “વસ્તુ” સાથે તમારો એક અલગ પ્રકારનો સંબંધ બને છે: તમે તેને સાચવવા માટે જવાબદાર બનો છો, અને તમારો કૃતજ્ઞતા નો ભાવ વિશ્વ માટે પ્રેરણાત્મક શક્તિ બની જાય છે. ખરીદેલી ટોપી કરતા, તમે ભેટમાં મળેલી ટોપી ની વધુ સારી કાળજી લેશો કારણ કે તેમાં સંબંધોના તંતુઓ ગૂંથાયેલા છે. આ છે દરેક વસ્તુ અને વ્યક્તિને ભેટ તરીકે સ્વીકારવાના વિચારોની શક્તિ.
મનન માટેના બિજ પ્રશ્નો: -
- તમે આ ધારણા સાથે કેવી રીતે સંબંધ રાખી શકો છો કે આ દુનિયાને ભેટ તરીકે જોવું આપણને સંતુષ્ટિની અનુભૂતિ આપે છે અને સાથે જ તેની પરસ્પરતા કાયમ રાખવાની જવાબદારી પણ આપે છે?
- શું તમે એવી કોઈ ઘટના જણાવી શકો છો જ્યારે તમે કૃતજ્ઞતાની પ્રેરક શક્તિ દ્વારા કોઈ સંબંધને વધુ ગાઢ બનાવ્યો હોય?
- તમારા જીવનમાં જે કંઈ છે તેને ભેટ તરીકે જોવામાં તમને કઈ વસ્તુ અથવા વિચાર મદદ કરે છે?