Looking Through A Window

Author
Sam Harris
44 words, 6K views, 6 comments

Image of the Weekબારીના કાચની આર- પાર જોવુ
સેમ હેરિસ દ્વારા

દરેક વ્યક્તિએ બારી બહાર જોવાનો અને અચાનક કાચમાંથી પોતાનું પ્રતિબિંબ તેમની તરફ ફરીને જોવાનો અનુભવ કર્યો છે. તે સમયે, તે અરીસાનો ઉપયોગ બહારની દુનિયાને જોવા માટે બારી તરીકે અથવા અરીસા તરીકે કરી શકે છે, પરંતુ તે એક જ સમયે બંને કરી શકતો નથી.

કેટલીકવાર અરીસામાં તમારું પ્રતિબિંબ ખૂબ જ પાતળું હોય છે, અને તમે તમારો પોતાનો ચહેરો જોયા વિના, તમારા ચહેરાની છબી તરફ નજર કરીને, દસ મિનિટ સુધી સરળતાથી ઊભા રહી શકો છો.

આ સામ્યતાના હેતુ માટે, કલ્પના કરો કે ધ્યાન કરવાનો ધ્યેય દરેક ક્ષણમાં તમારું પોતાનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોવાનું છે. મોટાભાગની આધ્યાત્મિક પરંપરાઓ સમજી શકતી નથી કે આ સરળ રીતે કરી શકાય છે, અને તેઓ તેમના વ્યવહારના માર્ગોને એવી રીતે વ્યક્ત કરે છે કે જો તમે દેખાતા કાચની બહારની દરેક વસ્તુ પર વધુ ધ્યાન આપો - જેમ કે વૃક્ષો, આકાશ,રસ્તા ,વાહન - વ્યવહાર અને અંતે તમે બારીના કાચ પર તમારો ચહેરો જોશો. બારી બહાર જોવું એ તમારી આંખો બંધ કરવા અથવા રૂમની બહાર એકસાથે જે ક્રિયાઓ ચાલી રહી છે,જે વસ્તુઓ તમને દેખાઈ રહી છે તે જોવું વધુ સરળ છે - ઓછામાં ઓછું તમે યોગ્ય દિશામાં જોઈ રહ્યા છો - પરંતુ આ પ્રથા મૂળભૂત ગેરસમજ પર આધારિત છે. તમને ખ્યાલ નથી આવતો કે તમે જે વસ્તુને દરેક ક્ષણે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે જ તમે જોઈ રહ્યા છો. વધુ સારી અને વધુ ગહન માહિતી સાથે, તમે ફક્ત બારી સુધી જઈ શકો છો અને પહેલી જ ક્ષણે તમારો ચહેરો જોઈ શકો છો.

આ જ વાત આપણા પોતાના “હું” વિશેની ભ્રમજનક જાણકારી માટે પણ સાચી છે. ચેતના પહેલાથી જ “હું” નામની લાગણીથી મુક્ત છે. જો કે, આ અનુભવ કરવા માટે વ્યક્તિએ તેના ધ્યાન કેન્દ્રિત કરવાના સ્તરને બદલવું પડે છે. કેટલીક પ્રકારની રીતો ચેતનાની આ યાત્રાને સરળ બનાવી શકે છે, પરંતુ કોઈ પગલું-દર-પગલું માર્ગદર્શક માર્ગ નથી જે આ અવસ્થાએ લઈ જાય.

ઘણા લાંબા સમયથી ધ્યાન કરતી વ્યક્તિઓ આ બંને સ્તર હાજર હોવાની જાણ થી અજાણ હોય છે, અને તેઓ પોતાનું જીવન જાણે ખિડકીમાંથી બહાર જોતા વિતાવે છે. હું પણ એમાંનો એક હતો.
હું ઘણા સપ્તાહો કે મહિનાઓ એકાંતમાં રહેતો, શ્વાસ અને અન્ય ઇન્દ્રિયોની વસ્તુઓ પ્રત્યે જાગૃત રહેતો, આ વિચારે કે જો હું અનુભૂતિના મૂળ તથ્યો નજીક પહોંચી શકું તો સફળતા પોતે જ મળી જશે. ક્યારેક, સફળતા મળતી પણ હતી: ઉદાહરણ તરીકે, જોવાની એક ક્ષણ હતી જ્યારે શુદ્ધ દ્રષ્ટિ હતી અને ચેતના એક પળ માટે એવી કોઈ પણ લાગણીથી મુક્ત થઈ ગઈ હતી જે “અહમ”ની ધારણાને જોડે છે. પરંતુ પછી એ અનુભવ ગાયબ થઇ જતો અને હું મારી ઇચ્છાથી ત્યાં પાછો જઈ શકતો ન હતો. હાલમાં, અમલ માત્ર એ જ છે કે ચેતનાની સામગ્રી પર દ્વૈતવાદી ધ્યાન પર પાછા ફરો અને માનો કે આત્મ-ઉત્કર્ષ હજુ દૂર છે

તેમ છતાં, અદ્વૈતના દ્રષ્ટિકોણથી, સામાન્ય ચેતના – તે જાગૃતિ જે હું અને તમે હાલમાં આપણા સંવાદથી અનુભવી રહ્યા છીએ – પહેલેથી જ આપણા અહમથી મુક્ત છે. અને આ સામાન્ય ચેતના સીધી જોઈ અને વારંવાર ઓળખી શકાય છે, આપણા પોતાના અભ્યાસના એકમાત્ર સ્વરૂપ તરીકે. તેથી, ધીરે ધીરે આગળ વધવાના દૃષ્ટિકોણો પોતે જ ભ્રમજનક છે. છતાં પણ દરેક યાત્રાની શરૂઆત અહીંથી જ થાય છે

હકીકતમાં, આ અદ્વૈતનું જ્ઞાન પણ ભ્રમજનક બની શકે છે, કારણ કે જ્યારે આપણે ચેતનાની આંતરિક નિઃસ્વાર્થતા ઓળખી પણ લેતા હોઈએ, ત્યારે પણ આપણે આ ઓળખાયેલા જ્ઞાનનો અભ્યાસ કરવો પડે છે. તેથી, ધ્યાન પોતે અંતે એક સંકેત છે, પણ તે લક્ષ્ય આધારિત નથી. સાચા ધ્યાનના દરેક ક્ષણે, પોતાને પાર જઈ શકાય છે.

ચિંતન માટે બિજ પ્રશ્ન:
- તમે આ ધારણાને કેવી રીતે સમજો છો કે આપણે જે વસ્તુને દરેક ક્ષણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, તે જ વસ્તુના મધ્યમાંથી જોતાં હોવા છતાં પણ આપણે તેને ઓળખતા નથી?
- શું તમે તે ક્ષણની કોઈ વ્યક્તિગત ઘટના શેર કરી શકો છો જ્યારે તમને આ જાગૃતિ આવી હતી કે તમારી સામાન્ય ચેતના પહેલેથી જ તમારા સ્વયમથી મુક્ત છે?
- આ આંતરિક નિઃસ્વાર્થતા ઓળખવામાં તમને શું મદદરૂપ થાય છે?
 

Excerpted from a conversation between Sam Harris and Dan Harris.


Add Your Reflection

6 Past Reflections