Perfume Of Wholeness

Author
Vimala Thakar
29 words, 4K views, 6 comments

Image of the Week“સંપૂર્ણતાની સુગંધ”
વિમલા ઠાકર દ્વારા

એકવીસમી સદીની શરૂઆતમાં એક નવો પડકાર આપણી રાહ જોઈ રહ્યો છે : વિભાજન (નાનાં નાનાં ટુકડાઓમાં કરવાની પ્રક્રિયા) થી ઉપર ઊઠીને, ગંભીર વિચારધારા ધરાવતાં લોકો દ્વારા સ્વીકારેલા મૂલ્યોના ખોટા સંગ્રહોથી ઉપર ઉઠીને, પોતાના માન્ય દ્રષ્ટિકોણોની આત્મ-ધાર્મિકતાને પાર કરી પરિપક્વ થવું અને સંપૂર્ણ જીવન અને સંપૂર્ણ ક્રાંતિ માટે તૈયાર થવું.

આ યુગમાં, સામાજિક ચેતનાના વગર આધ્યાત્મિક જિજ્ઞાસુ બનવું એ વૈભવ છે જેને આપણે સહન કરી શકતા નથી, અને મનની આંતરિક કાર્યપદ્ધતિની વૈજ્ઞાનિક સમજણ વિના સામાજિક કાર્યકર બનવું સૌથી મોટી મૂર્ખામી છે. આ બંને દ્રષ્ટિકોણોમાંથી કોઈને પણ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા મળી નથી. હવે કોઈ શંકા નથી કે એક જિજ્ઞાસુએ સામાજિક રીતે જાગૃત થવાનો પ્રયત્ન કરવો પડશે અથવા કાર્યકરે માનવ માનસમાં નૈતિક સંકટ અને આંતરિક જીવન પ્રત્યે ચેતનાની મહત્વતા સમજવી પડશે.અમારા માટે પડકાર એ છે કે આપણે માણસ તરીકે ખૂબ ઊંડાઈ સુધી જઈએ, ઉપર ઉપરના પૂર્વગ્રહો અને પ્રાથમિકતાઓનો ત્યાગ કરીએ, વૈશ્વિક સ્તરે સમજણ વધારીએ, જીવનની સમગ્રતા સાથે જોડાઈએ અને તે સમગ્રતાની ચેતના ધરાવીએ જેની આપણે અભિવ્યક્તિ છીએ.

જેમ જેમ આપણે સમજણમાં ઊંડા ઊતરીએ છીએ, આંતરિક અને બાહ્ય વચ્ચેનું વિભાજન અદૃશ્ય થઈ જાય છે. જીવનનો સાર, જીવનની સુંદરતા અને મહત્તા તેની સંપૂર્ણતામાં છે. ખરેખર, જીવનને આંતરિક અને બાહ્ય, વ્યક્તિગત અને સામાજિકમાં વહેંચી શકાતું નથી.આપણે સામૂહિક જીવનની સુવિધા માટે, વિશ્લેષણ માટે આપણી ઇચ્છાથી વિભાજન કરી શકીએ છીએ, પણ મૂળતઃ આંતરિક અને બાહ્ય વચ્ચેના કોઈ પણ વિભાજનની કોઈ વાસ્તવિકતા કે કોઈ અર્થ નથી.

આપણે સમાજના ઠોસ અને સંપૂર્ણપણે બંધ ડબ્બાઓને અને જીવનના વિભાજનને સત્ય અને જરૂરી માની લીધા છે. આપણે જીવનના આ વિભાજન સાથે સંબંધ મા રહીએ છીએ અને તેનો સ્વીકાર કરીએ છીએ - વિવિધ ભૂમિકાઓ, વિરુદ્ધ મૂલ્યપ્રણાલીઓ, વિરોધી ઉદ્દેશો અને પ્રાથમિકતાઓ - ના વાસ્તવિકતા ના રૂપમાં.

આપણે આંતરિક રીતે આપણી સાથે અસહમત છીએ; અને માનીએ છીએ કે આંતરિક અને બાહ્ય મૂળભૂત રીતે અલગ છે, કે “હું” બીજાના “હું” થી સંપૂર્ણપણે અલગ છે, કે લોકો અને રાષ્ટ્રો વચ્ચે વિભાજન આવશ્યક છે, તો પણ આપણે આશ્ચર્ય પામીએ છીએ કે વિશ્વમા તણાવ, સંઘર્ષ, યુદ્ધ કેમ છે !તણાવ એ મનમાંથી શરૂ થાય છે જે વિભાજનમાં વિશ્વાસ રાખે છે અને પૂર્ણતાની વિશે જાણતા નથી.

એક સમગ્ર દ્રષ્ટિકોણનો અર્થ એ છે કે જીવનને એક સંપૂર્ણ અને એકરૂપતા ના રૂપે જોવું. તેનો અર્થ એ થાય છે કે જીવનને કોઈ પણ રીતે વહેંચી શકાતું નથી, જેમ કે આધ્યાત્મિક અને ભૌતિક, વ્યક્તિગત અને સામૂહિક, અથવા રાજકારણ, સમાજ અને પર્યાવરણમાં. આપણે જે કંઈ કરીએ છીએ, તે સંપૂર્ણતાને અસર કરે છે, કારણ કે આપણે હંમેશા સંપૂર્ણતા સાથે જોડાયેલા હોઈએ છીએ. એ સમજવું કે આપણે એકરૂપ છીએ અને વિભાજન માત્ર એક ભ્રમ છે, તે આપણા વિચારો અને ક્રિયાઓમાં પરિવર્તન લાવી શકે છે. જ્યારે આપણે સત્યને સમજીએ છીએ, ત્યારે આપણે અસત્યથી દૂર રહીએ છીએ અને તેને કોઈ મહત્વ આપતા નથી. આ પ્રકારની માનસિકતા નો સ્વિકાર કરવો સામાજિક પરિવર્તન તરફનો પ્રથમ પગથિયું છે.

જ્યારે સમગ્રતા અને સંપૂર્ણતાનો બોધ હૃદયમાં થાય છે, અને દરેક જીવ વચ્ચેના સંબંધનો અહેસાસ થાય છે, ત્યારે કોઈ એક ભાગ પ્રત્યે અનન્ય દ્રષ્ટિકોણ અપનાવવા અને તેમાં ફસાઈ જવાની કોઈ શક્યતા રહેતી નથી.જ્યારે સંપૂર્ણતાનો બોધ થાય છે, ત્યારે દરેક ક્ષણ પવિત્ર બની જાય છે, દરેક પ્રવૃત્તિ પવિત્ર બની જાય છે. એકતાની લાગણી હવે માત્ર બૌદ્ધિક સંબંધ નથી રહેતી. આપણે આપણા તમામ કાર્યોમાં સંપૂર્ણ, સમગ્ર, સ્વાભાવિક અને નિખાલસ થઈશું. દરેક ક્રિયા અથવા અક્રિયામાં સંપૂર્ણતાની ઊંડી સુગંધ અનુભવાશે.

ચિંતન માટેના બિજ પ્રશ્નો :
⁃ શું તમે માનો છો કે સમાજમાં વિભાજન અને ભેદભાવની માનસિકતા દૂર કરવી એ સમાજ મા સુધાર અને સકારાત્મક બદલાવ તરફ નું પ્રથમ પગલું છે?
⁃ શું તમે એ અનુભવ શેર કરી શકો છો જ્યારે તમને તમારા કોઈ વિશિષ્ટ દ્રષ્ટિકોણ ના વિશે જાણકારી મળી અને તેનાથી આગળ વધીને તમે સંપૂર્ણતા ના સ્થાન પર પહોંચી શક્યા ?
⁃ તમને દરેક ક્ષણમાં સંપૂર્ણતાની ચેતનામાં જીવવામાં શું મદદ કરે છે?
 

Vimala Thakar was a spiritual teacher, author and revered mystic. Excerpted from her book, Spirituality and Social Action.


Add Your Reflection

6 Past Reflections