સમજદારીપૂર્વક ગાઢ પરિવર્તનોને પ્રજ્ઞા સાથે સ્વીકારવા
વેનેસા આંડ્રેઓટ્ટી
કેમકે આપણે પ્રજાતિઓ, પરિસ્થિતિના તંત્રો, સંગઠનો અને પ્રણાલીઓના અંતની ધાર પર ઉભા છીએ, તેથી હૉસ્પિસિંગ (મરણ પથારી પર રહેલા લોકોની દેખરેખ રાખવાનું કામ) નું કામ ડરથી આગળ વધીને અને આગળ આવનારા મોટા પરિવર્તનોને સમજદારી પૂર્વક સ્વીકારવાનું છે. આ સમયના સંચાલક બનવા માટે, આપણે આ પરિવર્તનોને સ્વીકારવા માટે અને તેના અંતની તરફ આગળ વધવા માટે અભ્યાસ કરવો પડશે અને આપણી ક્ષમતાઓને વિકસિત કરવી પડશે અને તે ઉતાવળ અથવા નિયંત્રણથી નહીં, પરંતુ એક પ્રકારની એવી સ્થિરતા ની સાથે જે અસ્તિત્વના નવા માર્ગો ના જન્મને આમંત્રિત કરે છે.
વિકાસ અને વિસ્તાર પર આપણું વધારે પડતુ ધ્યાન આપણને મૃત્યુની સાથે બેસવા માટે પુરતા તૈયાર નથી કરતુ. પછી ભલે તે ઉદ્યોગોનું મૃત્યુ હોય અથવા સમસ્ત જીવ મંડળનું મૃત્યુ હોય- અને દુઃખની સાથેની આ બિન- આરામદાયક લાગણીઓ, આપણને વર્તમાનમાં સંપૂર્ણ રીતે જીવિત રહેવાથી રોકે છે. જલ્દી થી પુનઃ નિર્માણ કરવાની ઉતાવળ કર્યા વગર આપણે કેવી રીતે જૂના ઢાંચાઓના વિનાશ ને પરવાનગી આપી શકીએ ? આપણે એ વસ્તુ માટે કેવી રીતે જગ્યા રાખી શકીએ જે અપરિવર્તનય રૂપથી બદલાઈ રહી છે ? તેને બચાવવાના કે ઠીક કરવા ના કોઈપણ પડકાર વગર.
આ સંદર્ભ માં એક સારા મૃત્યુની કલ્પના કરવી એ આ કલ્પના કરવી બરાબર છે કે આપણે અંતથી કેવી રીતે સંબંધિત છીએ; તેને વિનાશક નિષ્ફળતા કે ટાળવાનાં પળો તરીકે નહીં, પરંતુ એક કુદરતી પ્રક્રિયા તરીકે જોઈએ, જેમાં પુનર્નિર્માણના બીજ છે. એક સારુ મૃત્યુ આપણને જીવનની સમાપ્ત થઈ ગયેલી બાબતો પર નિયંત્રણ કે સમયવધારાની મજબૂરીને છોડવા માટે આમંત્રિત કરે છે - ભલે તે ઉદ્યોગ હોય, કોઈ સિસ્ટમ હોય અથવા જીવવાની કોઈ રીતો હોય.તેની જગ્યાએ, આ અંતોને એવી જ શ્રદ્ધા અને દેખભાળ સાથે સાથ આપવો જરૂરી છે જે આપણે પોતાના નજીકના કોઈને તેમના અંતિમ પળોમાં આપીશું, આ સમજ સાથે કે એક ચક્રના અંતનો અર્થ બીજા એકની શરૂઆત.
જાગૃત સમાપ્તિ, હૉસ્પિસિંગ, અને વધારે સારુ ખાતર બનાવવા માટેની ક્ષમતાઓ અને પ્રથાઓને વિકસિત કરતા રહેવા માટે, આપણે આપણી સંકુચિત મર્યાદાવાળી બુદ્ધિથી આગળ વધવાની જરૂર છે, કે જે આ અથવા તે, અને એક તરફના વિચારો વાળી છે. એકમાત્ર લક્ષ્યની સર્વોત્તમતા સુધી મર્યાદિત જવાબદારીના રૂપોથી આગળ વધવું પડશે. તેની જગ્યાએ, આપણને વ્યાપક મર્યાદાવાળી બુદ્ધિની જરૂર છે, જે જટિલતા, અનિશ્ચિતતા અને સ્પષ્ટતાના અભાવ સાથે કામ કરવાની મંજૂરી આપે છે
કેટલીક મનોવૃત્તિઓને વિક્ષેપ કરવાની જરૂર છે, જેમ કે વૈશ્વિકતા અને લોગોસેન્ટ્રિઝમ (લોગોસેન્ટ્રિઝમ એ એક દાર્શનિક દૃષ્ટિ છે જે ભાષા અને વિચારોને સત્ય અને અર્થ નિર્ધારિત કરવાની મુખ્ય બાબત માને છે ). ખરેખર, આપણે વિક્ષેપ કરતાં વધુ ‘ડિસઇન્વેસ્ટ’ કરવાની જરૂર છે. આ ખાતરીઓમાંથી હટવું અને જટિલતાના પ્રત્યેની આપણી ક્ષમતાઓમાં રોકાણ કરવું જોઈએ. ડિફ્રેક્શન, જે ભૌતિકશાસ્ત્રી અને નારીવાદી વિચારક કેરન બારાડ દ્વારા પ્રસ્તુત કરાયેલ એક સંકલ્પના છે, તે મુજબ, આપણે સમસ્યાના વિવિધ સ્તરો જોઈ શકીએ છીએ. જો તમે વાસ્તવિકતાને ડિફ્રેક્ટ ( વિક્રિત ) કરો, તો તમે જુદા જુદા લોકો જુદી જુદી વાસ્તવિકતાઓમાં જીવતા હોવાનો અનુભવ કરો છો, અને તેમ છતાં તેઓ બધાં હંમેશા હાજર હોય છે અને ગતિશીલ હોય છે. આ કાર્ય માટે પ્રજ્ઞા (સમજદારી) જરૂરી છે, જે જટિલતાથી અલગ છે. પ્રજ્ઞા એ, આપણા પરે એક સમગ્ર ગૂઢતા અને ગતિશીલતાનો અનુભવ જાળવી રાખીને, વિષયની વ્યવહારક્ષમતા માટેની પ્રતિબદ્ધતા છે. આ અલગ પ્રતિબદ્ધતા છે, જુદી ક્ષમતા છે. વ્યાપક મર્યાદાવાળી બુદ્ધિ અને પ્રજ્ઞાસાથે જોડાયેલી, કે જે હૉસ્પિસિંગ અને ગાઢ પરિવર્તનોમાં આગળ વધવા માટેની ન્યૂનતમ જરૂરિયાત છે.
વિચાર માટે બીજરૂપ પ્રશ્નો:
- તમારા માટે વ્યાપક મર્યાદાવાળી બુદ્ધિનો અર્થ શું છે?
-જાગૃત અંત સાથેના ગાઢ પરિવર્તનમાં તમને સહાય મળી હોય તેવો કોઈ વ્યક્તિગત અનુભવ તમે શેર કરી શકો છો?
-તમને સમાપ્તિને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવા માટે શું મદદ કરે છે ?