" આપણે ફૂલો ભેટ તરીકે શા માટે મોકલીએ છીએ ? "
- અલીશા ગોર્ડર દ્વારા
આપણે ફૂલો શા માટે મોકલીએ છીએ? અમૂર્ત( એવું કંઈક જેનાથી આપણી ઇન્દ્રિયોના દ્વારા જાણી કે સમજી ન શકાય, જેનું વર્ણન કરવું મુશ્કેલ હોય છે ) વસ્તુઓની ભરપાઈ કરવા માટે ? કે પછી એ ભાવનાઓ જેને આપણે આપણા હાથોમાં પકડી શકતા નથી અને આપણા પ્રિયજનોને ભેટના રૂપમાં નથી આપી શકતા. અને એવું કેમ કે આપણે જે પણ પસંદ કરીએ છીએ - જેમકે,એક ડઝનલાલ ગુલાબ, સુગંધિત સફેદ લીલી, લાંબી દાંડીવાળી ફ્રેંચ ટ્યુલીપ - આટલું ક્ષણ ભંગુર (જલ્દી સમાપ્ત થઈ જવા વાળું) હોય છે .તેને ખૂબ જ લાંબા સમય સુધી પોતાની પાસે રાખવાથી આપણને તેની સુકાઈ ગયેલી પાખડીઓ, પરાગ અને દુર્ગંધ યુક્ત પાણીની ગંદકી જ મળે છે.
મારા બોયફ્રેન્ડ ના મૃત્યુ પછી મારી જાતને હું સંભાળવાના પ્રયાસ શરૂ કરવામાં લાગી ગઈ. મેં પત્રો લખ્યા અને તેને સળગાવી દીધા. હું એક ચિકિત્સક પાસે ગઈ, પછી બીજા પાસે પણ ગઈ. મેં યોગ કર્યો અને ધ્યાન કરવાનો પ્રયાસ કર્યો. હું કોલોરાડો ચાલી ગઈ અને પછી ઓરેગન ગઈ.હું ઘણી બધી જગ્યાએ ગઈ અને દરેક જગ્યાએ તેને મારી સાથે લઈ ગઈ. મેં જોયું કે મેં ઘણું બધું પકડીને રાખ્યું છે.
આ એક ફોટો છે જે મેં કોલેજમાં ગયા ના થોડા દિવસ પહેલા લીધો હતો, જે મારા બોયફ્રેન્ડના મૃત્યુના બે મહિના પહેલા લીધો હતો. તે વખતે ઉનાળો હતો જ્યારે અમે લિવિંગ રૂમના ફ્લોર પર બેસીને ચિપ્સ અને ગુઆકામોલ (ગુઆકામોલ એ છૂંદેલા એવોકાડો, ટામેટાની ગ્રેવી, મેયોનાઇઝ અને મસાલાનું મિશ્રણ છે ) ના ડિનર નો આનંદ લેતા હતા. તે રસોડામાં સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેરીને ઉભો હતો, તેના હાથમાં એવોકાડોનું અડધો ભાગ છે. તેનો ચહેરો કેમેરાથી છુપાયેલો છે, પરંતુ મને લાગે છે કે તે હસી રહ્યો છે.
મને એ ગીત યાદ છે જે અમે સાંભળી રહ્યા હતા, સ્ક્રીન ડોરમાંથી ટર્ર-ટર્ર કરતા દેડકાનો અવાજ, અને લાકડા પર મારા ખુલ્લા પગ. એ અમૂલ્ય પળો આ હકીકતથી વધુ મૂલ્યવાન બની ગઈ કે, તે પળો આવી અને ચાલી ગઈ છે. હવે હું મહિનાઓને ઋતુઓના આધારે ગણું છું: જુલાઈમાં સૂરજમુખી, ઓગસ્ટમાં ડહેલિયા, ઓક્ટોબરમાં ગુલાબ અને મેપલ, ડિસેમ્બરમાં પાઇન, માર્ચમાં હાયસંથ, અને મેમાં સૌની મનપસંદ પિયોનીઝ.
મારું મનપસંદ ટ્યુલીપ મેગનોલિયા છે. જેવી રીતે તેની કળીઓ ખીલે છે અને નીચે લોન પર રંગોનો એક ફુવારો બની જાય છે, આ બધું થોડા અઠવાડિયામાં જ થઈ જાય છે જ્યારે ચેરીના ફૂલો ખરી રહ્યા હોય છે.નશ્વરતા (નાશ થવાની એક અવસ્થા ) કેટલી આશ્ચર્યજનક રૂપથી સુંદર હોઈ શકે છે.
મનન માટે બીજ પ્રશ્નો :-
- તમે એ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે જીવનની ક્ષણભંગુર પ્રકૃતિ (નાશ થનાર અને ફરીથી જન્મ લેનાર પ્રકૃતિ ) જ તેને મૂલ્યવાન બનાવે છે ?
- શું તમે કોઈ એવા સમયની વ્યક્તિગત વાર્તા કહી શકો છો, જ્યારે તમે જીવન તેની ક્ષણભંગુર પ્રકૃતિના કારણે મૂલ્યવાન છે, તેવું સમજી શક્યા હોય અને તેનો સ્વીકાર કર્યો હોય ?
- તમને જે છે તે નશ્વર છે, ક્ષણભંગુર છે, અને અનિત્ય છે તેવું સ્વીકારવામાં અને આ સત્યની પ્રશંસા અને વખાણ કરવામાં શેનાથી મદદ મળે છે ?