Liberation

Author
Salvador Poe
52 words, 18K views, 17 comments

Image of the Week"મુક્તિબોધ"
- સાલ્વાડોર પો દ્વારા

જો મારે મુક્તિ શું છે એ બતાવવું હોત, તો હું કહેતો, "આ એક સામંજસ્ય (એટલે કે એકબીજાથી વિપરીત પરિસ્થિતિમાં તાલ-મેલ બેઠાડવું એવું છે) મતલબ કે, જે છે એ જ છે". આ વાતનો અહીંયા કોઈ વિરોધ કરવા વાળું નથી.( ફરીથી વાંચો)

મુક્તિ એ સારી લાગણી નો અનુભવ કરવાની કોઈ નવી સ્થિતિ નથી. તમારી જે પણ સ્થિતિ અથવા લાગણી હોય, સુખદ અથવા અપ્રિય, તે આવશે અને જશે. મુક્તિ કોઈ અંતિમ સ્થિતિ અથવા અનુભવ નથી જ્યાં આપણે હંમેશા એક ચોક્કસ લાગણીમાં સુખદ આરામ કરી રહ્યા હોય. મુક્તિ એક સામંજસ્ય છે જે કહે છે કે: જે છે તે છે.આ પણ જે અને જેવું થઈ રહ્યું છે તેના સિવાય કોઈ બીજી રીતે નથી થઈ શકતું,અને તેના વિશે કાંઈ પણ કરવા માટે અહીંયા કોઈ નથી.જ્યારે આ સામંજસ્ય એક લયમાં થઈ જાય તો વિરુદ્ધ અને ચર્ચા સમાપ્ત થઈ જાય છે. આ પ્રતિરોધ અને ચર્ચા જ અહંકાર છે આ એ છે જે માને છે કે તેઓ કર્તા છે. અને એવું કંઈક છે જે તેમને કરવું જોઈએ અથવા કરવાની જરૂર છે. આ એક માન્યતા છે, એ હકીકતમાં સાચું નથી.આ એક તરંગ છે જે આવે છે અને જાય છે.

તેને સાંભળીને એવું લાગે છે કે આવી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે અને મન અને શરીરનું જીવન તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે. કંઈ ખોટું નથી. જો તે સંજોગોને કારણે વિચારો અને લાગણીઓ સપાટી પર આવી રહી છે, તો તે ખોટા નથી, તે સાચા છે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય, અને તેના કારણે ખૂબ જ ડર અને ચિંતા હોય, તો તે ખોટું નથી, તે સાચું છે. મન અને શરીરનું જીવન તંત્ર આ જ કામ કરે છે. જો આ વિચાર આપણા મનમાં ઉદ્ભવે કે "મને ડર અને ચિંતા છે તે ખોટું છે, અને હું તેના થી મુક્તિ મેળવવા માંગુ છું", તો આ પોતે જ એક સમસ્યા છે. તમારે મુક્તિ મેળવવી છે અને તમને મુક્તિ મળશે એ વિચાર તમારી અંદર સંઘર્ષ પેદા કરી રહ્યો છે. ,

હા, અને હું એ પણ જાણું છું કે તે પછી તમે ઊંડી શાંતિ અનુભવશો.

તમે આ કહો છો કારણ કે તમારા મતે મુક્તિનો અર્થ છે શાંતિ અને આનંદની અનુભૂતિ. બધાની જેમ તમે પણ ખુશ રહેવા માંગો છો. આ ઠીક પણ છે, પરંતુ શું આપણે આ વિચારને પ્રામાણિકપણે જોઈ શકીએ? એક તરફ તમે કહો છો કે તમારે મુક્તિ જોઈએ છે, જુઓ, તમારે મુક્તિ જોઈતી નથી. તમે ખરેખર કહો છો કે મને મુક્તિની એટલી ચિંતા નથી, હું ફક્ત ખુશ રહેવા માંગુ છું. શાંતિ શોધવી અને ખુશ રહેવું એ અવસ્થાઓ છે અને તે આવે છે અને જાય છે. માનસિક સ્વતંત્રતા એ આ પરિસ્થિતિઓમાંથી મુક્તિ છે. મુક્તિ બોધ એટલે કઈ પરિસ્થિતિ આવી રહી છે અને કઈ પરિસ્થિતિ જઈ રહી છે તેની ચિંતા ન કરવી. તમારે પ્રમાણિક બનવું પડશે - તમારે મુક્તિ નથી જોઈતી.

પણ તમે આ શાંતિની વાત કરો છો, એ કેમ છે?

શાંતિપૂર્ણ લાગણીઓ આવે છે અને જાય છે. હું જે શાંતિની વાત કરી રહ્યો છું તે ફક્ત તમારી જાતને સમજવું છે કે જે છે, તે છે. ક્યારેક આ સારું લાગે છે તો ક્યારેક સારું નથી લાગતું. આ જીવન છે, અને તમે તેની સાથે સુમેળ બનાવો છો. પોતાની સાથેના એ સુમેળમાં અસ્તિત્વની સહજતા છે. આ ચર્ચાનો અંત છે, અને તેની સાથે, તમે વધુને વધુ શાંત થશો અને માનસિક ઉત્તેજનાની મૂંઝવણ ઓછી અને ઓછી થતી જશે.

દરેક વ્યક્તિ, માત્ર તમે જ નહીં, દ્રઢપણે માને છે કે મુક્તિ એ કોઈ અનુભૂતિ ની અવસ્થા છે. દરેક વ્યક્તિ. આ વિચાર કંઈક આવો લાગે છે, "હું સારી લાગણીની અવસ્થા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું, અને જ્યારે હું કરી લઈશ, ત્યારે હું હંમેશા માટે સારું અનુભવીશ," અથવા "હું શૂન્યતા અથવા શૂન્ય વિચારની સ્થિતિ પ્રાપ્ત કરીશ." , અને જ્યારે હું તે કરીશ, ત્યારે મારા મગજમાં ક્યારેય કોઈ વિચારો આવશે નહીં." આ ચોક્કસ પરિસ્થિતિની ધારણા એ અપેક્ષા સાથે છે કે "આ ક્યારે બનશે?"

જો તમારે આ વિચારોમાંથી મુક્તિ જોઈતી હોય તો અત્યારે જ રજા લો. જુઓ કે તમે અત્યારે માનસિક રીતે મુક્ત છો. તે આ રજા દરમિયાન, માનસિક સ્વતંત્રતા જણાય છે.

મનન માટે બીજ પ્રશ્નો :-
-તમે એ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે મુક્તિ બોધ સારું અનુભવ કરવાની કોઈ નવી સ્થિતિ નથી પરંતુ જે છે તેની જ સ્વીકૃતિ છે ?

-શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકશો કે જ્યારે તમે તમારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું તેની સાથે પૂરી રીતે પોતાનામાં સામંજસ્ય રાખી શક્યા હતા ?

-જે થઈ રહ્યું છે તેનો સ્વીકાર કરવામાં અને તેનો પોતાનામાં જ સામંજસ્ય, પોતાના કામોની પ્રેરણાની સાથે એકીકૃત કરવામાં તમને શેનાથી મદદ મળે છે ?
 

Salvador Poe is a musician, author and spiritual teacher. Excerpted from here.


Add Your Reflection

17 Past Reflections