In Hardship, Choose Bewilderment Over Cleverness

Author
Toko-Pa Turner
47 words, 5K views, 19 comments

Image of the Week
"પીડામાં, ચતુરાઈ નહીં, ગભરાહટ પસંદ કરો"
- ટોકો- પા ટર્નર દ્વારા

ક્ષયકારી ઓટો ઇમ્યુન બીમારી સામે લડતા, હું ઘણી વખત જલ્દીથી જલ્દી મુક્તિની ઈચ્છા રાખતો હતો, જેથી મારી પીડા અને દર્દ થી કંઈક અર્થપૂર્ણ બહાર આવી શકે. પરંતુ દરેક વખતે જ્યારે હું પ્રયત્ન કરતો, બસ, થાક અને ભ્રમ જ મળતા. પછી એક દિવસ મને નીચેનું સ્વપ્ન આવ્યું :

મેં સપનું જોયું કે વીજળીના કારણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વૃક્ષ પડી ગયું. ઉપરથી વીજળી પડે છે. અને જે વિશાળ વૃક્ષને એક તારાના આકારમાં ફેલાવી દે છે. આ એક એવી ઘટના છે જે મારા પગલા રોકી દે છે. શું થઈ રહ્યું છે તે હું સમજી શકું તે પહેલા, લોકો કુશળતાપૂર્વક વધારે ઝડપથી વૃક્ષને સળગાવી શકે તેવા લાકડામાં બદલવા માટે આવી જાય છે. આ બધું ખૂબ જ ઉતાવળ ભર્યું અને નિર્જીવ લાગે છે. જાણે આ નુકસાન ના મહત્વને સારી રીતે સમજાયું ન હોય.

કોઈ ક્યારેય નથી વિચારતું કે તેમના ઉપર વીજળી પડશે પરંતુ આવું છે. આ રોગ કોઈની સાથે ભેદભાવ નથી રાખતો તે કોઈપણ સમયે કોઈને પણ થઈ શકે છે. પ્રકૃતિની અંદરથી એક શક્તિ આવે છે અને આપણા જીવનની ઊંડી સ્થાપિત જીવન શૈલીને તોડી નાખે છે. તે ઝડપી અને તીવ્ર છે, અને જેને પણ આપણે નક્કર અને ભરોસા પાત્ર માન્યું હતું, તે એક ક્ષણમાં એક ડાળીની જેમ તૂટી જાય છે.

ક્યારેક - ક્યારેક એક કાર્યક્ષમ આંતરિક શક્તિ આ મુદ્દામાં પ્રવેશવા માંગે છે. અને ઈચ્છે છે કે કંઈક ફાયદાકારક મુદ્દામાંથી બહાર આવે, જેનાથી તે "આંતરિક પરિવર્તન માટે બળતણ"માં ફેરવાય. પરંતુ પછી, એક બીજો વધુ શાંતિપૂર્ણ, અવાજ અમને રોકવા માટે કહે છે. આ નુકસાનનું વસ્તુકરણ ન કરવું જોઈએ. હૃદયસ્પર્શી દુઃખની વાર્તાઓમાં કેટલાક ઉપયોગી અર્થ શોધવાની ઉતાવળ કરશો નહીં. જ્યાં સુધી આપણે શું નાશ પામ્યું છે તેની સંપૂર્ણ હદ જોઈ શકતા નથી. કેટલાક અનુવાદોમાં આ કટોકટીના સમયગાળાને મુક્તિ તરીકે પણ જોવામાં આવે છે. એક રીતે જોવામાં આવે તો જે ઇમારત તોડી પાડવામાં આવી છે તે પણ એક પ્રકારની જેલ હતી. અને એ પણ જો કે આપણું પૃથ્વી પર પડવું એ એક પ્રકારનું અકલ્પનીય દુઃખ લાવશે, તેમાંથી બહાર આવ્યા પછી જીવન જીવવાની એક નવી રીત પણ આવશે. પણ મહેરબાની કરીને હવેથી આપણે એ હૃદય દ્રાવક દુઃખને કંઈક ફાયદાકારક ગણવાનું બંધ કરીએ. જો આપણે આ કરીશું, તો આપણે આપણા જૂના માર્ગો પર પાછા જવાનો પ્રયત્ન કરીશું. આપણે જુના થાકેલા શબ્દો પર વિશ્વાસ કરવાનું શરૂ કરીશું. અમે અમારા પોતાના કાર્ટૂન બનાવીશું. સરળ, સુપાચ્ય વાક્ય જે ઉકેલો માટેની આપણી ટૂંકા ગાળાની અકલ્પકાલીન તરસને ભરવામાં લાગી જઈશું.

તેના બદલે, ચાલો ખરેખર અનુભવનો અનુભવ કરીએ. મૂંઝવણના ધુમ્મસને થોડા સમય માટે અમારી સ્પષ્ટતાને અસ્પષ્ટ કરવા દો. અમે કેવી રીતે અથવા ક્યાં જીવીશું તે જાણતા નથી. મૂંઝવણ અને દુ: ખથી ભરાઈ જવું, કારણ કે આપણે જેના પર હંમેશા વિશ્વાસ રાખતા હતા તે આપણી ક્ષિતિજમાંથી અદૃશ્ય થઈ ગયો છે.અને આપણે ફરી ક્યારેય આટલા અદભુત ન હોઈ શકીએ.

આ સ્વીકારવું નિરાશાવાદી નથી, પરંતુ મૂળભૂત છે. છેવટે, વીજળી અને જમીન એકબીજાના સાથી છે. એકવાર તે તમને ફટકારે છે, તમે હવે ફક્ત "ઉપલા ચક્રો" માં રહેતા નથી, અને માને છે કે તમે તમારી વાસ્તવિકતાના સર્જક છો. અથવા કેટલીક ઉચ્ચ શક્તિ ફક્ત પરોપકારી છે, અને લોકોને સારા કાર્યો માટે બદલો આપે છે. તેના બદલે તમે જીવન અને મૃત્યુના વિરોધાભાસી સ્વભાવ વિશે શીખો.

તમારા નાકને માટીમાં દબાવતા, તમે આ વાતની સૂચિ બનાવો છો કે શું ખોવાઈ ગયું છે, અને શું બાકી છે. જે આવશ્યક છે તેને એક જંગલી જાનવરની જેમ પોતાની પ્રગટ કરવાની અનુમતિ દેવી જે લાંબા નિર્વાસન પછી પોતાના મૂળ સ્થાન પર પાછી આવે છે. તમને અહેસાસ (અનુભવ) થાય છે કે તમારો ટાવર ભલે ગમે તેટલો સ્થાપિત અને ઊંચો કેમ ન હોય, તેનાથી ઘાતક સંરચનાત્મક સમસ્યાઓ તો હતી. સત્યના આ બોલ્ટને "ટાવર વે -ઓફ - લાઈફ"માં અન્યાય અને અસમાનતા ને ઉજાગર કરી છે અને જ્યાં સુધી તમે અમારા નુકસાન ની ભવ્યતાનો પૂરી રીતે શોક નહીં કરી કરો ત્યાં સુધી તમે વધુ સારી દુનિયાની કલ્પના કરી શકશો નહીં.

હા, આ નર સંહાર માંથી ચેતનાનું એક નવું નક્ષત્ર ઊભરશે, પરંતુ આપણે પહેલા આપણી જાતને મૂંઝવણમાં મૂકી દેવી જોઈએ. તો ચાલો મુક્ત થવા માટે ઉતાવળ ન કરીએ. રૂમી કહે છે તેમ." પીડામાં હોશિયારીને ગભરાહટ પસંદ કરો ". કારણ કે ચતુરાઈમાં તમે દુનિયાને બનાવવાની જાણીતી રીતો પર આધાર રાખો છો, જ્યારે ગભરાટમાં હંમેશા અંતમાં એક નવી દ્રષ્ટિ ઊભરી આવે છે.

મનન માટે બીજ પ્રશ્નો :-

- માનસિક વ્યગ્રતાને સાક્ષી ભાવથી જોવામાં તમને શેનાથી મદદ મળે છે ?
- એવા સમયે જ્યારે તમે મર્મ ભેદી દુઃખના ઇવેન્ટમાં કોઈ સારો મતલબ કાઢવાની ઉતાવળ ના કરી હોય, એ સમયે જીવને તમને કયો નવો પાઠ શીખવ્યો ?
- એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહો કે, જ્યારે તમે કોઈ નુકસાનની ગંભીરતા ઉપર પૂરી રીતે દુઃખ વ્યક્ત કર્યું હોય, અને લાંબા નિર્વાસન પછી ઘરે પાછા આવવા માટે ગભરાટ નો અનુભવ કર્યો હોય.
 

Toko-Pa Turner explores the themes of exile and the search for belonging -- particularly around dreamwork, mythology, wisdom, and poetry. Excerpted from here.


Add Your Reflection

19 Past Reflections