The False Self From Childhood

Author
Eric Jones
41 words, 7K views, 14 comments

Image of the Week"નાનપણથી જ બનાવટી સ્વ"
એરિક જોન્સ દ્વારા



થોડા સમય પહેલા જ હું એક વિકાસાત્મક મનોવિજ્ઞાન સિદ્ધાંતથી રૂબરૂ થયો હતો, જે ત્યારથી મારા મગજમાં ફરી રહ્યું છે. આ બાળ રોગ વિશેષજ્ઞ અને મનોવિશ્લેષક ડોનાલ્ડ મીનીકોર્ટ દ્વારા આવ્યું છે કે," જેમણે સારી પર્યાપ્ત માં " શબ્દ આપણને આપ્યો જે સામાન્યતઃ એવા માતા પિતાનું વર્ણન કરે છે જે પોતાના બાળકોની જરૂરિયાતોને પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને ફક્ત સામાન્ય અને સમજવા યોગ્ય, અહીં સુધી કે આવશ્યક કારણોથી એવું કરવામાં નિષ્ફળ થાય છે. તેમનો સિદ્ધાંત આપણા બધામાં બે અલગ- અલગ સ્વ ની ઉત્પત્તિ અને વિકાસના વિશે છે એક " અસલી સ્વ અને એક બનાવટી સ્વ "

વિનીકોટ કહે છે, કે બાળકો અને ખૂબ જ નાના બાળકોના રૂપમાં, આપણામાંથી દરેક વ્યક્તિ સહજ રૂપથી પોતાના અસલી સ્વને વ્યક્ત કરે છે: જ્યારે આપણે ભૂખ્યા અથવા થાકેલા હોઈએ અથવા તો મુશ્કેલીમાં હોઈએ છીએ તો ત્યારે આપણે રડીએ છીએ, નાના બાળકોના રૂપમાં, આપણે રચનાત્મકતા અને સહજતા ની સાથે કામ કરીએ છીએ, ન તો તેના વિશે વધારે વિચારીને કે શું સાચું અથવા યોગ્ય છે, અને જ્યારે આપણને એ નથી મળતું જે આપણને જોઈએ છે આપણે છીએ તો આપણે બધાની સાથે નાટકીય ભાવનાત્મક વિસ્ફોટ કરી શકીએ છીએ. જ્યારે આપણે વધારે નાના હોઈએ છીએ ત્યારે આપણે આપણા સાચા અને વ્યક્ત કરવાથી પોતાને રોકી નથી શકતા, કારણ કે આપણે તેના સિવાય કાંઈ નથી કરી શકતા હોતા, આપણે જે ઈચ્છીએ તે ઈચ્છીએ છીએ અને આપણને જે જોઈએ છે તે જોઈએ છે, આપણે તેને મેળવવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ.

અને અહીંયા પૂરી વાતનો સાર એ છે કે જો આપણી દેખભાળ કરવાવાળા સજ્ગ અને સક્ષમ છે, જો તેઓ આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓ ની સાચી અભિવ્યક્તિને વાંચવામાં સક્ષમ છે અને વધારેમાં વધારે તેમને સંતુષ્ટ કરે છે. તો આ બાબત આપણી અંદર એ વિશ્વાસ મજબૂત કરે છે કે આપણી સૌથી ઈમાનદાર જરૂરિયાતો સાચી છે, અને અમે પોતે પણ સંબંધિત અને યોગ્ય છીએ. જો અમને બાળપણમાં આ "સાચા સ્વ " ની ઓળખ અને આશ્વાસન મળે છે, તો મોટા થઈને પણ અમને સાચા સ્વની સાથે જોડાયેલા હોવાની અમારી સંભાવના વધતી જતી દેખાય છે.ખુલ્લા મને જીવવા માટે તૈયાર,પણ અમારામાંથી થોડા લોકોને તે ખૂબ જ જરૂરિયાતની પસંદગી નથી મળતી. અમે આશ્વાસન અને નાનપણથી પોતાની સાચી અને અંદરની જરૂરીયાતો ની અભિવ્યક્તિ તો કરીએ છીએ પણ અમારી સાર સંભાળ કરવાવાળા તેમની સાચી માત્રામાં નિરંતર પ્રતિક્રિયા નથી દેતા, કારણ કે તેઓ પોતે અવસાદ અને વ્યસનના શિકાર હોય છે. અને આ કારણે અમે એ સમજવા લાગીએ છીએ કે અમારી અતિ આવશ્યક પ્રાથમિક જરૂરિયાતો માનવા યોગ્ય અથવા સંબંધિત નથી. વીનીકોટ( બાળકોના એક વિશેષજ્ઞ ) નું કહેવું છે કે આ પ્રકારની સ્થિતિમાં બાળકો આજ્ઞાકારી અને મુલાયમ બની જાય છે, જેમનું મહત્વ છે તેઓ પોતાની દેખભાળ કરવાવાળા, જે તેમની સાચી ને અંદરની જરૂરિયાતોને સમજવા અને પૂરી કરવામાં અસમર્થ છે. તેઓ પોતાની સાચી ને અંદરની જરૂરિયાતોને વ્યક્ત જ નથી કરી શકતા, અને તેમની પોતાની ગહન જરૂરિયાતોથી સંપર્ક પૂરો થવા લાગે છે. અને તેઓ તમને એ સમજાવવામાં લાગી જાય છે તેમની તે જરૂરિયાતો કદાચ આવશ્યક જ નથી હોતી. આ અનુકૂળ વાર્તા અથવા સમજ વીનીકોટ ના મુજબ "બનાવટી સ્વ" નો જન્મ છે,જે આજ્ઞાકારી મુલાયમ અને દરેક વાતને લગભગ સરળતાથી માની લેવાવાળા સ્વ છે. જીવંત અને પોતાની સૌથી ઊંડા અનુભવ કરેલી ઈચ્છાઓને પ્રસ્તુત કરવા માટે.

વધારે સરળ શબ્દોમાં, મને લાગે છે કે સિદ્ધાંત એ છે કે જ્યારે અમે નાના હતા, ત્યારે અમને અમારી આજુબાજુ એવા વયસ્કોની જરૂરિયાત હોય છે જેઓ એટલા મજબૂત, સક્ષમ, અને પ્રેમ કરવાવાળા હોય.અમે અમારી ઈચ્છાઓને યથા સંભવ જેવી છે તેવી અસામાજિક, આત્મકેન્દ્રીતાની સાથે વ્યક્ત કરી શકીએ અને તેઓ અમને કોઈ શર્ત વગર પ્રેમ કરશે, અમને સ્વીકારશે, અને અમે એ આપશે જેમની અમને સૌથી વધારે જરૂરિયાત છે. આમ કરીને, તેઓ અમને શીખવે છે કે અમે હકીકતમાં અમારા સૌથી સ્વાભાવિક રૂપમાં હોઈ શકે છીએ અને દુનિયા છતાં પણ સંભાળી શકાશે. અમારો સ્વીકાર કરશે, અને ત્યાં સુધી કે અમને પ્રેમ પણ કરશે.
અને જ્યારે અમે એવું નહીં કરીએ, તો અમે તેનાથી વિપરીત શીખીએ છીએ: કે જો અમે અમારી સાચી જરૂરિયાતો અને ભાવનાઓને વ્યક્ત કરીએ છીએ, તો દુનિયા અમારો સ્વીકાર નહીં કરી શકશે. અને લગભગ નિશ્ચિત રૂપથી અમને પ્રેમ નહીં કરે. અને તેનાથી વધારે, અમે પોતાને એ સમજાવવામાં વધારે કામ સારું કરીશું કે અમને પણ એ નથી જોઈતું જે વાસ્તવમાં અમને જોઈએ છે.અમે અમારી રચનાત્મકતા અને જૂનૂનથી અલગ જીવન જીવીશું કારણકે અમે એ શરૂઆતના અને પ્રારંભના જુઠ્ઠાણા પછી તેમની પાસે પાછા જવાનો રસ્તો શોધી શકીએ. અમે અમારા "બનાવટી સ્વ" માં ખોવાઈ જઈશું. બીજાને પોતાની સાથે જોડવાના પ્રયત્નો કરીશું, સંસાર પર વિશ્વાસ નહીં કરીએ કે તે એટલો મજબૂત અને સક્ષમ છે કે તે અમને પ્રેમથી સંભાળી શકે છે.


મનન માટે બીજ પ્રશ્નો :-

- તમે યુવાન લોકોની સુરક્ષાની જરૂરિયાતોથી કેવી રીતે સંબંધિત છો? કેમ કે તેઓ પોતાની બુનિયાદી ઈચ્છાઓ અને જરૂરિયાતોને જેટલું સંભાળ થઈ શકે તેટલું અસામાજિક આત્મકેન્દ્રિત રીતોથી વ્યક્ત કરી શકે, અને પછી પણ કોઈ પણ શર્ત વગર તેમને પ્રેમ મળી શકે ?

- શું તમે એવા કોઈ સમયની વ્યક્તિગત વાર્તા કહી શકો છો કે જ્યારે તમારી જરૂરિયાતોને કોઈપણ શર્ત વગર સ્વીકાર કરી લેવાના કારણે તમે તમારા સ્વાભાવિક 'સ્વ' સાથે જોડાઈ શક્યા હોય ?

- સ્વયંની સ્વાભાવિક રહેવાની જરૂરિયાતો અને પોતાની જરૂરિયાતની અકુશળ અભિવ્યક્તિથી થનાર નુકસાનના વચ્ચે સંતુલન બનાવી રાખવામાં તમને શેનાથી મદદ મળે છે ?
 

To support a friend, Eric Jones started a challenge to write something daily. This was his entry for May 29, 2022. One of his other inspiring practices is to take the middle seat on flights and support people on his left and right side. :)


Add Your Reflection

14 Past Reflections