"ધ્યાનથી સાંભળવું એ એક મહાન કળા છે"
- જે કૃષ્ણમૂર્તિ દ્વારા
જાણી લો કે સાંભળવું એક મહાન કળા છે. આ કળા એ મહાન કળાઓ માની એક છે જે આપણે વિકસાવી નથી: બીજાને સંપૂર્ણરૂપે સાંભળવા. જ્યારે તમે બીજાને સંપૂર્ણરૂપે સાંભળો છો, જેમ કે મને આશા છે કે તમે અત્યારે જે કરી રહ્યા છો, તો તેનાથી તમે પોતાને પણ સાંભળી રહ્યા છો, પોતાની સમસ્યાઓને સાંભળી રહ્યા છો, પોતાની અનિશ્ચિતતાઓને, પોતાના દુઃખ, ભ્રમ, સુરક્ષિત રહેવાની ઈચ્છાને. મનની અધોગતિ (ઉતાર,ચડાવ)ને જે વધારેમાં વધારે યાંત્રિક થતું જઈ રહ્યું છે. આપણે એકબીજાની સાથે વાત કરી રહ્યા છીએ કે, મનુષ્ય હોવાનો અર્થ શું છે જે આપણે છીએ.તેથી મનોવૈજ્ઞાનિક રૂપે તમે સંસાર છો અને સંસાર તમે છો. તમારા વાળ કાળા હોઈ શકે છે, કેટલાક લોકો ઘઉંવર્ણા ચહેરાવાળા હોઈ શકે છે, કેટલાક લોકો લાંબા, ગોરા અને ત્રાસી આંખોવાળા હોઈ શકે છે, પરંતુ તેઓ જ્યાં પણ રહે છે, જેવા પણ જળવાયુમાં, જેવી પરિસ્થિતિમાં, સમુદ્ર હોય અથવા ન પણ હોય, દરેક માનવી તમારી જેમ, આ બધી જ ઉથલ-પાથલ જીવનના ઘોઘાટમાંથી પસાર થાય છે. કોઈપણ સુંદરતા વગર ક્યારેય ઘાસમાં વૈભવ અથવા ફુલમાં મહિમા નથી જોઈ શકતા. તો તમે, હું અને બીજા લોકો સંસાર છે. કારણ કે તમે પીડિત છો, તો તમારા પડોશી પીડિત(દુ:ખી) છે,પછી ભલે તે પડોશી દસ હજાર માઈલ દૂર કેમ હોય, તેઓ તમારા જેવા જ છે. તમારી સંસ્કૃતિ અલગ હોઈ શકે છે, તમારી ભાષા અલગ હોઈ શકે છે, પરંતુ મૂળભૂત રીતે, આંતરિક રીતે, ઊંડાણથી તમે બીજા બધા જેવા જ છો. અને આ હકીકત છે. આ કોઈ સિદ્ધાંત નથી, આ એવું કંઈ નથી કે જેના પર તમારે વિશ્વાસ કરવાનો છે આ એક વાસ્તવિકતા છે. હકીકત છે. અને તેથી જ તમે સંસાર છો અને સંસાર તમે છો.કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય, અને તેથી આ ખૂબ જ વિચિત્ર, અતાર્કિક અથવા વાસ્તવિક લાગે છે. તેથી તમે આંશિક રૂપથી સાંભળો છો અને ઈચ્છો છો કે હું બીજી વસ્તુઓના વિશે વધારે વાત કરું, એટલે તમે હકીકતમાં ક્યારેય કોઈપણ વસ્તુનું સત્ય સાંભળતા નથી.જો હું તમને પૂછી શકું, તો કૃપા કરીને, ફક્ત વક્તાને જ નહીં, પણ તમારી જાતને પણ સાંભળો, તમારા મનમાં, તમારા હૃદયમાં, તમારી પ્રતિક્રિયાઓ વગેરેમાં શું ચાલી રહ્યું છે. એ બધું સાંભળો. પક્ષીઓનો અવાજ સાંભળો, કારનો અવાજ સાંભળો, જેથી આપણે સંવેદનશીલ, જીવંત અને સક્રિય બની શકીએ. કૃપા કરીને સાંભળો જેથી અમે આગળ વધી શકીએ.
વૈજ્ઞાનિકોના મતે,માનવતા કેટલાક મિલિયન વર્ષોથી વાંદરાઓમાંથી વિકસિત થઈ છે. આપણું મગજ કેટલાય હજારો વર્ષોના સમયનું પરિણામ છે. તે મગજ, તે માનવ મન, હવે ભય, ચિંતા, રાષ્ટ્રીય ગૌરવ ભાષાકીય સીમાઓ વગેરેથી પ્રભાવિત છે. તો પછી સવાલ એ છે કે દુનિયામાં એક અલગ સમાજ લાવવા માટે, આપણે એક મનુષ્ય તરીકે બાકીની માનવ જાતિને મૂળભૂત રીતે બદલવી પડશે. આ એક સાચો મુદ્દો છે. યુદ્ધોને કેવી રીતે રોકી શકાય એ નહીં. એ પણ એક મુદ્દો છે કે, સમગ્ર વિશ્વમાં શાંતિ કેવી રીતે રહે તે ગૌણ છે. ઉદાહરણ તરીકે આ બધા મુદ્દા ગૌણ છે. મૂળ મુદ્દો આ છે - શું માનવ મન માટે, જે તમારું મન, તમારું હૃદય, તમારી સ્થિતિ છે, તે પૂરી રીતે મૂળભૂતપૂર્વક ઊંડાણથી બદલાઈ શકે છે ? નહિતર આપણે આપણા રાષ્ટ્રીય ગૌરવ દ્વારા, આપણી ભાષાકીય સીમાઓ દ્વારા, આપણા રાષ્ટ્રવાદ દ્વારા, જે રાજકારણીઓ પોતાના ફાયદા માટે જાળવી રાખે છે. અને આવી રીતે આગળ વધતા રહીએ.
તો મને આશા છે કે મેં મારી વાતની રજૂઆત ઘણી સ્પષ્ટ રીતે કહી દીધી છે. તો હવે, શું તમારા માટે આ શક્ય છે, તમે મનોવૈજ્ઞાનિક રૂપે સમસ્ત માનવતાનું પ્રતિક છો : તમે જો અંદરથી, આ સંસારના બધા જ માનવો ના જેવા જ છો, તો શું તમારી અવસ્થા (હાલત, પરિસ્થિતિ)માં બદલાવ આવવો શક્ય છે ?
મનન માટે મૂળભૂત પ્રશ્નો :-
-કોઈ વાતના સત્યને પૂરી રીતે ધ્યાનપૂર્વક સાંભળવી તમારા માટે શું મહત્વ રાખે છે ?
-શું તમે કોઈ એવા સમયની વાર્તા કહી શકો છો જ્યારે તમને આ વાતનો ઊંડાણપૂર્વક અનુભવ થયો હોય કે તમે જ સંસાર છો અને આ સંસાર પણ તમે છો ?
-કોઈ એવો મુદ્દો જેને તમે સમસ્યા હોય અને અનુભવ કર્યો હોય કે તેના જવાબમાં, મૂળરૂપથી બદલાવવામાં તમને શેનાથી મદદ મળે છે ?