Sacred Mess Of Nature

Author
Lucy Grace
51 words, 7K views, 15 comments

Image of the Week"પ્રકૃતિની પવિત્ર ગડબડ"
લુસી ગ્રેસ દ્વારા

બીજ સૌથી સુંદર ફુલના સ્વરૂપમાં ખીલે છે. પરંતુ પહેલાં તેને તોડવું, ખોલવું, કોઈપણ આધાર વગર કાદવમાંથી પસાર થવું જોઈએ.તેણે સહજ જ્ઞાન અને અસ્તિત્વની ઇચ્છા ના શરણમાં જવું જોઈએ. તેને ખબર નથી કે વિકાસની માટીમાંથી પ્રકાશ આવે છે તેને ખબર નથી કે તેના તૂટવાથી તેનું ખીલવાનું શરૂ થઈ જશે, પરંતુ તે આવેગ ની પાછળ- પાછળ ચાલે છે.

તે પ્રકૃતિની પવિત્ર ગડબડ નું અનુસરણ કરે છે.ભગવાન તે ગડબડ છે, આપણે તે ગડબડ છીએ. એક બુદ્ધિમાન ગડબડ. આપણે સમય પહેલા બીજ પર બૂમો પાડીને "ખીલવા" માટે નહીં કહી શકીએ. તેને પાણી, તડકો, હવા અને ધૈર્યની જરૂરિયાત હોય છે. જ્યારે તે તૈયાર થાય છે, ત્યારે તે ખુલી જાય છે. ન તો આપણે પોતાના પર બૂમો પાડીને કહી શકીએ છીએ કે "ખુલી જાઓ" અથવા "સમર્પણ કરો".

આપણે ફક્ત ઊંડાણપૂર્વક અને પ્રામાણિકતાથી તેમની સાથે જોડાઈ શકીએ છીએ જે હકીકતમાં અત્યારે આપણી આસપાસ છે. અને જે છે તેના માટે ખુલ્લા રહેવાનું પસંદ કરીએ છીએ,જીવનની સહજ સમજણ પર વિશ્વાસ કરતા- કરતા આપણો વિકાસ એકદમ યોગ્ય સમય પર થઈ રહ્યો છે. બીજની જેમ આપણે નમીએ છીએ, તૂટીએ છીએ, વધીએ છીએ અને તે બધાની વચ્ચે ઈશ્વરીય કૃપા છે.

એકવાર જ્યારે આપણે જીવનને તેને ઊંડી દયાળુતાના રૂપમાં હોવાનું અનુભવ કરી લઈએ છીએ ત્યારે -અસ્તિત્વનું આશ્ચર્ય અને જાદુ આપણને આનંદથી ભરી દે છે,ત્યારે આપણે નિયંત્રણ છોડી શકીએ છીએ, અને માનવ મનના અહંકાર અને સીમાઓને જોઈ શકીએ છીએ, એમ વિચારીને કે તે કંઈ પણ જાણી શકે છે." ઈશ્વર "તમારા માથાના દરેક વાળને પ્રેમ કરે છે, બરાબર તમે જેવા છો તેવા તમને સ્વીકારે છે." આધ્યાત્મિકતા" તમારા તમામ હિહીસ્સાઓને પોતાની અંદર સમાવી લે છે, પછી ભલે તે ગહન અને અપવિત્ર હોય,અપમાનજનક અને પવિત્ર હોય.

આ જગ્યા - આ કૃપા દ્વારા સંકુચિતતાઓ અને ડર ઓછા થાય છે,અંતે મુક્ત થાય છે, જે આપણને વધુ ઊંડાણપૂર્વક શરણાગતિમાં, ઊંડા પ્રકાશમાં ડૂબી જવાની મંજૂરી આપે છે- જેથી તે માનવીય અનુભવને પ્રભાવિત કરી શકે અને તેને આગળ વધારી શકે છે. ઈશ્વરને તમારા માધ્યમથી અહીં સ્થાપિત કરી શકો. અહીંયા જ આપણે આત્મા અને ઈશ્વરનું મિલન મેળવીએ છીએ. "ઈશ્વરની" દિવ્યતા બધી જગ્યાએ છે.

તેથી તમારો બોજ ઓછો કરો, તમારા બધા માસ્ક ઉતારો. તમારા માટે આરામ કરવા અહીં એક પવિત્ર સ્થળ છે. એક ભગવાન છે જે તમને બધાને પ્રેમ કરે છે - પછી ભલે તમે ગમે તે હો, ન હો, કરો કે ન કરો. અહીં તમારી પાસે એવા મિત્રો છે જે તમારી પવિત્ર ગડબડ જોઈ શકે છે. તમે જેવા છો તેવા એક અદભુત શક્તિ, પ્રકાશ અને સત્ય જે તમે હંમેશા રહ્યા છો. અને આમ કરવાથી તેને વધુ ઊંડાણથી બહાર લાવો.

મનન માટે બીજ પ્રશ્નો:-

- જ્યારે બીજ ખીલે છે, ત્યારે તમને તે ગડબડની વચ્ચે સ્થિર રહેવાની ધીરજ શોધવામાં શું મદદ કરે છે જ્યારે તે વિશ્વાસ પણ છે કે આખરે તે એક " પ્રકૃતિની પવિત્ર ગડબડ " છે ?
- તમે અપવિત્રતાને ગહનતાના નેતૃત્વમાં સમાવી દેવામાં કેવી રીતે સંતુલન બનાવો છો ?
- તમારા જીવનનો એવો કોઈ અનુભવ રહ્યો છે જેનાથી તમને તમારા" અદભુત પ્રકાશ,શક્તિ અને જે સત્ય છે" તેના વિષે અંતદ્રષ્ટિ મળી હોય ?
 

Lucy Grace is a seeker, author, mother and a poet. :) Excerpt above is the introduction of her latest book, This Untameable Light


Add Your Reflection

15 Past Reflections