" દુઃખો ક્યારેય એકલા હોતા નથી,પણ વહેંચાયેલા હોય છે "
-રિચર્ડ ફ્લાયરના દ્વારા
હું મારી અંદર અને બહાર જીવન અને મૃત્યુના પ્રવાહનો અનુભવ કરું છું અને જોઉં છું. ક્યારેક, હું નિરાશામાં વિરોધ કરું છું અને કહું છું -આ બધી અર્થહીન વેદના( દુઃખ ) શા માટે થાય છે ? આંસુ વહેવા લાગે છે.
મારાથી પાણીનો પ્રવાહ વહે છે, જે સૂર્યપ્રકાશ વાળી જમીન પર ટપકતો હોય છે. પહેલા, તે એક નાનો ખાડો હતો, પછી આંસુઓનું વિશાળ તળાવ - તમામ વેદનાઓથી બનેલો દુઃખનો મહાસાગર.
ઓહ, શરીર ભ્રમમાં ચીસો પાડે છે. મારો નાનકડો અહમ ભયાનક દ્રશ્યની નીચે ડગમગવા લાગે છે, તે કપાઈ અને ફાટી જાય છે.
જીવન જન્મ, બીમારી, પીડા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના ભયના સંઘર્ષ કરતા ઘણું વધુ હોવું જોઈએ.
કેટલાક લોકો પીડા અને ધ્યાન ભટકાવનારી વસ્તુઓમાં ડૂબી જાય છે: કેટલાક લોકો દવાઓ, ભૌતિક સંપત્તિ અથવા પૈસામાં; થોડા ઘણા લોકો, શક્તિ, પ્રસિદ્ધિ, સેક્સ અથવા બીજા ની સાથે ખોટો પ્રેમ, ધર્મ, રાજનીતિ અથવા સામાજિક આંદોલનમાં ડૂબેલા હોય છે.
આમાંથી કોઈ મને હવે સંતુષ્ટ કરતું નથી.
નગ્ન થઈને, હું મારા શરીર અને મનને ઉજાગર કરું છું.ખુલ્લુ, છુપાવવા માટે કોઈ સ્થાન નથી, કાચો, હું સર્જનની મૌલિક શક્તિઓનો સામનો કરું છું. આખરે જ્યારે અંધકારનો પડદો તોડું છું ત્યારે એક ગૌરવશાળી સમર્પણ થાય છે.
મહાન રહસ્યની ભાવના મારી અંદર વધારે તીવ્રતાથી કામ કરે છે. હું બધા જીવો સાથે જોડાયેલો છું એવો અનુભવ કરું છું.
દુઃખો ક્યારેય એકલા હોતા નથી પણ સહિયારા હોય છે.
તે લક્ષ્ય વગરના નથી. હેતુ અને દિશા રાખો. જ્યાં સુધી આપણે અંદરથી સત્ય અને વાસ્તવિકતા નો સંપર્ક ન કરીએ અને આપણા દૈવી સ્વભાવની સ્મૃતિને પુનઃ પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આપણને આપણી મૂર્ખ રમતો, દેખાવ, જુઠાણા અને છેતરપિંડીઓને છોડી દેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ સૌંદર્યને જોવા માટે જે શાશ્વત છે, નિરંતર ઉત્પન્ન અને વિનાશ થનાર, જીવન અને મૃત્યુ લાવે છે. મહાન રહસ્યની જાગૃતતા માટે અનંતકાળ સુધી પ્રયત્નો કરે છે.
દુઃખ અને પરમ શાંતિ હાથ અને હાથ મોજાની જેમ એક સાથે ફીટ થયેલા છે.
પ્રતિબિંબ માટે બીજ પ્રશ્નો :-
- તમે આ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે દુઃખો ક્યારેય એકલા નથી હોતા પરંતુ સહિયારા ( વહેંચાયેલા )હોય છે ?
- શું તમે કોઈ એવા સમયની વાર્તા કહી શકો કે જ્યારે તમે ચિંતાથી આગળ વધવા સૃષ્ટિની આવશ્યક શક્તિઓનો સામનો કર્યો હતો?
- તમને દેખાડો,છેતરપિંડી છોડી દેવા અને તમારા સ્વભાવની યાદશક્તિ પાછી મેળવવામાં શેનાથી મદદ મળે છે ?