" શાંતિ પ્રાપ્ત કરવી "
એ.ટી.અરીયારત્ને દ્વારા
જ્યારે વ્યક્તિમાં આંતરિક શાંતિ નથી હોતી, ત્યારે ઘરેલુ સદભાવ પ્રભાવિત થાય છે, જ્યારે ઘરેલુ સદભાવ પૂરો થઈ જાય છે,ત્યારે પડોશીઓની વચ્ચે પણ શાંતિ સમાપ્ત થઈ જાય છે,અને તેથી પરિવાર, પડોશી, દેશ અને દુનિયા પણ તેમનું શાંતિપૂર્ણ વાતાવરણ ગુમાવવા લાગે છે, માનસિક શાંતિના અભાવ વાળી વ્યક્તિ, સમૂહ, રાષ્ટ્રીયતા, ભાષા, ધર્મ, રાજનીતિ, નૈતિકતા, સમુદાય, ઉચ્ચ દરજ્જો, નીચું સ્થાન વગેરેને વળગી રહે છે,તે અપરાધ, આંતકવાદ અને યુદ્ધ જેવા અસામાજિકૃત્યોમાં સામેલ થઈ જાય છે.
અમે માનીએ છીએ કે શાંતિ મેળવવાનો એકમાત્ર રસ્તો વ્યક્તિગત અને સામૂહિક આંતરિક શાંતિનો વિકાસ છે. લાગણીઓથી ભરેલા ભાષણો, નારા કરતી રેલીઓ,શસ્ત્રનો ઉપયોગ,એકબીજા પર આક્ષેપો કરીને કે ભીડમાં રહેલા લોકોની લાગણીઓને ભડકાવાથી શાંતિ મેળવવી શક્ય નથી.ક્રોધ અને નફરતથી કલંકિત મનથી કે લોકો પર રાજકીય સમાધાન લાદવાથી શાંતિ મળશે નહીં. નફરતને ધિક્કારથી ભગાડી શકાતી નથી.યુદ્ધ એ શાંતિનો માર્ગ નથી."શસ્ત્રધારી શસ્ત્રથી જ નાશ પામે છે" આપણા મનની એક અદભુત ક્ષમતા અને શક્તિ છે જેનાથી આપણને યોગ્ય દિશામાં વિચારોથી આત્મનિયંત્રણ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.
એક પૂર્ણ વિકસિત મન જે પંચેન્દ્રીઓના કર્મ ક્ષેત્રને આધીન હોય, જે સાચી દિશા થી ઉપર ન જતું હોય,જે કોઈપણ વ્યક્તિ કે વસ્તુના અઇચ્છનીય પ્રભાવમાં ન આવી જતું હોય અને અંતઃ પોતાના અંગત જીવનમાં સફળ થઈ જતું હોય તેમજ બીજા લોકોમાં અને તેમના જીવનમાં શાંતિ ફેલાવવામાં લાગી જતું હોય, આ બધું ધ્યાનની પ્રક્રિયાથી મળી જાય છે. જે વ્યક્તિઓ એ ધ્યાન પ્રક્રિયા દ્વારા પોતાના મનને વિકસિત કરી લીધું છે તેઓ હંમેશા એક સાચી મન:સ્થિતિમાં હોય છે,તેમના શુદ્ધ વિચારોથી જે આધ્યાત્મિક આભા ફેલાઈ રહી છે તે બીજાને પણ પ્રભાવિત કરે છે.
આપણે વ્યક્તિગત રૂપે,પારિવારિક રૂપે અને સમુદાયના સદસ્યોના રૂપમાં એક સફળ જીવન જીવવા માટે દરરોજ થોડો સમય ધ્યાન માટે આપવો જોઈએ. ધ્યાન વગરનું જીવન પંચેન્દ્રિયોની ગતિવિધિ સુધી સીમિત છે,તેમાં કોઈ સાર નથી. આ એવું જીવન છે જે ન તો પોતાનું ભલું કરે છે અને ન તો સમાજનું.એ તો ફક્ત દુઃખ જ લાવે છે. જ્યારે બહુ મોટી સંખ્યામાં લોકો મન અને શરીરની શાંતિ માટે એક સાથે ભેગા થાય છે, ત્યારે ધ્યાન લગાવવાની સાથે - સાથે સામૂહિક શાંતિ માટે પણ ધ્યાન સાથે જોડાઈ જાય છે, ત્યારે તેનાથી ઉત્પન્ન થતી આધ્યાત્મિક ઊર્જાની શક્તિ આપણા મનને શાંત અને સ્થિર બનાવે છે. તે આપણને લાલચના વિચારોને અલગ કરવામાં, નિસ્વાર્થ સેવા કરવાના વિચારોનો વિકાસ કરવામાં, ધુણા કરવાનું બંધ કરવામાં, અને બધાની સાથે પ્રેમપૂર્વક દયાભાવ રાખવામાં મદદ કરે છે. ધ્યાન આપણા મર્યાદિત, સ્વાર્થી, અસ્વસ્થ વિચારોને નષ્ટ કરે છે અને મનને અતુલ્ય જ્ઞાન પ્રાપ્તિકર્તા બનવામાં મદદ કરે છે.
મનન માટે બીજ પ્રશ્નો:-
- તમારા માટે શાંતિ પ્રાપ્ત કરવાનો અર્થ શું છે ?
- શું તમે એ સમયની કોઈ અંગત વાર્તા કહી શકો છો કે જ્યારે તમે શાંતિનો અનુભવ કર્યો હોય ?
- તમને વ્યક્તિગત અને સામૂહિક આંતરિક શાંતિનો વિકાસ કરવામાં શેનાથી મદદ મળે છે?