"પ્રેમપૂર્વક સમુદાય ની ગોઠવણ"
-એડ્રીન મેરી બ્રાઉન દ્વારા
આ સમયે મારા મનપસંદ જીવનના સ્વરૂપો ડેન્ડીલીયન્સ( પીળા રંગના ફૂલવાળો એક જંગલી છોડ) અને મશરૂમ છે. જેને આપણે નીંદણ અને ફૂગ તરીકે ઓળખીએ છીએ આ સંરચનાઓ ની સ્થિતિસ્થાપકતા, સમજથી બહારનો સ્તર, વ્યક્તિત્વ ની સ્પષ્ટતા, મને ઉત્સાહિત કરે છે. મને એ જોવું સારું લાગે છે કે જેવી રીતે મશરૂમ એ પદાર્થોને ગ્રહણ કરે છે જેને આપણે ઝેરીલા માનીએ છીએ, અને તેને ભોજન ના સ્વરૂપમાં તૈયાર કરે છે, અથવા ડેન્ડલીયન્સ માત્ર પોતાને જ નહીં પરંતુ તેમના સમુદાયના સ્વરૂપ નો વિસ્તાર કરે છે, જેનાથી તેમના મહત્વપૂર્ણ ગુણો પ્રગટ થાય છે.( જેમાં માનવ શરીરને ઠીક કરવાનું અને ઝેર ને નીકાળવાનું પણ સમાવિત છે). અને તે એક નવા વાતાવરણમાં વિપુલ પ્રમાણમાં ખીલે છે. આ જીવંત સ્વરૂપોની સ્થિતિસ્થાપકતા એ છે કે તેઓ મુખ્ય પ્રથાઓને બનાવી રાખીને વિકસિત થાય છે, જે તેમના અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે.
મશરૂમ એક ઝેર- પરિવર્તક છે,ડેન્ડીલીયન્સ કલ્યાણકારીઓનું એક સમુદાય છે જે ફેલાવવાની પ્રતીક્ષા કરી રહ્યું છે..... મનુષ્યના સ્વરૂપમાં આપણે ક્યાં છીએ? બ્રહ્માંડમાં આપણું કાર્ય શું છે?
એક વાત જે મેં જોઈ: જ્યારે આપણે પ્રેમપૂર્વક કરેલા કામોમાં લાગેલા હોઈએ છીએ, ત્યારે આપણે મનુષ્યો બધાથી સારા અને પરિસ્થિતિ પ્રમાણે ઢળી જાય તેવા બની જઈએ છીએ. રોમાન્સમાં પ્રેમ, આપણને સારો વ્યક્તિ બનવા માટે પ્રેરિત કરે છે. બાળકો સાથે નો પ્રેમ આપણને તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે, આપણા આખા જીવનને બદલવા માટે તૈયાર કરે છે, પરિવારનો પ્રેમ જે આપણને તેમની સંભાળ માટે બધું છોડી દેવા રાજી કરે છે, સમુદાયનો પ્રેમ જે આપણને તૈયાર કરે છે તૂટેલા હૃદય સાથે થાક્યા વગર એકધારું કામ કરવા માટે.
કદાચ મનુષ્યનું મુખ્ય કામ પ્રેમ જ છે. પ્રેમ આપણને કોઈ પણ અન્ય ભાવનાની તુલનામાં વધારે ઊંડાણથી નિરીક્ષણ કરવા માટે પ્રેરિત કરે છે. હું વિચારું છું કે, મારા પ્રેમીઓના ચહેરા ઉપર કંઈક નવું જોવું કેટલું સુખદ છે, કંઈક એવું કે જેમાં તેઓ અંદરથી ફક્ત એક અનુભવના રૂપમાં જ જાણતા હશે.
જો પ્રેમ સંગઠનકર્તાઓ અને આધ્યાત્મિક નેતાઓની નવી પેઢીની મુખ્ય સાધના હોય, તો તેનો સંગઠન પર વધારે વ્યાપક રીતે પ્રભાવ પડતો હોત. જો લક્ષ્ય સતત પ્રતિસ્પર્ધી ને જીતવા અને તેના પર પ્રભુત્વ મેળવવાને બદલે પ્રેમને વધારવાનો હોત તો મને લાગે છે કે આપણે નિરંતર પીડામાંથી મુક્તિની કલ્પના કરી શકીએ છીએ. આપણે જે કંઈ પણ કરીએ છીએ, જેને પણ મળીએ છીએ, તેને અચાનક આપણે યુદ્ધની વ્યુહાત્મક દ્રષ્ટિથી નહીં પણ પ્રેમભરી આંખોથી જોવા લાગીશું. આપણે જોઇશું કે ખાલી કેનવાસ, ખાલી જમીન અથવા નવા વિચાર જેવી કોઈ વસ્તુ નથી- પરંતુ દરેક જગ્યાએ સંભાવનાઓથી ભરેલી જટિલ, પ્રાચીન અને ફળદ્રુપ જમીન છે.
આપણે આ પરિપ્રેક્ષ્ય( બારીકાઈથી કરેલી તપાસ) ની સાથે આયોજન કરીશું. અને જે સમુદાયને પ્રેમ કરીએ છીએ તેમાં જ્ઞાનની , અનુભવની, અદભુત વાર્તાઓ છે દરેક સમયે નવા વિચારો, નવી સંસ્થાઓ શરૂ કરવાના આયોજનને બદલે, કોઈપણ સ્પર્ધામાં ઉતર્યા વગર સાંભળવા, સમર્થન કરવા, સહયોગ કરવા, સમાઈ જવા અને એક નવા જોડાણ દ્વારા આગળ વધવા માગીએ છીએ.
આપણે સમજીશું કે આપણી હિલચાલની તાકાત આપણા સંબંધોની મજબૂતાઈમાં છે,જે ફક્ત તેમના ઊંડાણ દ્વારા માપી શકાય છે. વિશાળ થવાનો અને આગળ વધવાનો મતલબ એ છે કે વધારે ઊંડાણમાં જવું,વધારે સંવેદનશીલ હોવું, અને વધારે સહાનુભૂતિ પૂર્ણ હોવું.
અહીં હું ઊંડાણને આપણાથી, મને શું જોઈએ છે ? ઊંડાણની ઇચ્છામાં મે ધરતીમાં, મારા પોતાનામાં, રચનાત્મકતામાં, પોતાના સમુદાયમાં, પોતાની આધ્યાત્મિક પ્રથાઓના મૂળમાં શું છે તેને વધુ સારી રીતે જાણવામાં, યોગ્યતા મેળવી રહ્યો છું જે માત્ર અર્થપૂર્ણ નથી, આનંદાયક પણ છે. બીજાના વિચારો સાંભળી રહ્યો છું અને જોઈ રહ્યો છું તેમના પ્રયત્નો જે ઓછામાં ઓછા મંતવ્યો ધરાવતા હોય. મારા દ્રષ્ટિકોણ એવા હોય જે દીર્ઘકાલીન( લાંબા ગાળાના) હોય.
મનન માટે મૂળભૂત પ્રશ્નો :-
-પ્રેમપૂર્વક સમુદાયની ગોઠવણનો તમારા માટે શું અર્થ થાય છે ?
-શું તમે એવા સમયની કોઈ અંગત વાર્તા કહી શકો છો જ્યારે તમારા કાર્ય કરવાનો ધ્યેય તમારા પ્રતિસ્પર્ધીથી જીતવા કે પ્રભુત્વ મેળવવા ને બદલે પ્રેમ વધારવાનો હોય ?
-તમારા સંબંધોમાં વધુ ઊંડાણમાં જવા માટે તમને શું મદદ કરે છે ?