Sacred Vs. Survival Language

Author
Vyaas Houston
37 words, 6K views, 9 comments

Image of the Week"પવિત્ર દૈવિક ભાષા Vs ફક્ત જીવતા રહેવા માટે આવશ્યક ભાષા"
વ્યાસ હ્યુસ્ટન દ્વારા

અવિદ્યા એ અહંકારની એવી વ્યાખ્યા છે, જે અહમ (આત્મા)થી અલગ છે : અહમ એવી ખુશીમાં પરિભાષિત કરવું જે હકીકતમાં દુખ છે, અહમને એવી પવિત્રતાથી પરિભાષિત કરવું જે હકીકતમાં અપવિત્રતા છે, અહમને નશ્વરતા થી પરિભાષિત કરવું જે હકીકતમાં અનસ્વર છે.

અવિદ્યા ફક્ત જીવતા રહેવા માટે જરૂરી ભાષાના ભાવને બારીકાઈ થી પરિભાષિત કરે છે." ફક્ત જીવતા રહેવા માટે જરૂરી ભાષા " અવિદ્યામાં ડૂબેલી છે. અને જેટલા સમય સુધી "હું કોણ છું" આ પ્રકારની ભાષાથી પરિભાષિત છે ત્યાં સુધી હું એક અનંત ભ્રષ્ટ જંજાળનો શિકાર બનેલો રહું છું.

સવાલ એ છે કે આપણે આવી ભાષા કેમ પસંદ કરીશું જે આપણને નિરંતર આત્મ- નિર્ણયમાં રાખે છે. સત્ય તો એ છે કે આપણે ક્યારેય ભાષા નો ચુનાવ નથી કર્યો. એ હંમેશાથી રહેલી છે, અને બાળકોના સ્વરૂપમાં આપણને કોઈ બીજો વિકલ્પ આપવામાં નહોતો આવ્યો. જ્યાં સુધી આપણે સચેતન રૂપથી અંદરની ભાષાનો ઉપયોગ કરવાની રીતોને નવું રૂપ ન આપી દઈએ, ત્યાં સુધી આપણે ભૂતકાળના પ્રભાવમાં રહીએ છીએ. ભૂતકાળની જ એ ભાષા દ્વારા ભૂતકાળની પેટર્નનું વારંવાર પુનરાવર્તન કરવા માટે અનુકૂળ હોઈએ છીએ.

એકલી એક બધાથી મહત્વપૂર્ણ વિભિન્નતા જે દૈવિક ભાષા અને અવિદ્યા એટલે કે 'જીવતા રહેવા માટે જરૂરી ભાષા'ની વચ્ચે છે જે તેમની ભાષામાં 'હું 'શબ્દની પરિભાષા, અનુકૂળતા અને તેનો ઉપયોગ 'હું 'અને તેની બરાબરી નો શબ્દ, એ ભાષાનો ઉદગમ સ્થળ છે.' હું 'ના વગર ન કોઈ તમે છો, ન કોઈએ પુરુષ અથવા સ્ત્રી છે, અથવા ન કોઈ તેઓ છે.' હું' શબ્દનો વિકાસ એક જટિલ ભાષામાં માનવ રચનાની જ પ્રક્રિયા છે. દેવિક ભાષાના વિકાસ ક્રમમાં જે પ્રક્રિયા છે તે જાગૃત છે : જે ભાષા છે તે બિલકુલ મૂળ સ્ત્રોતથી છે, તે એક ઉત્પત્તિ છે, અને તેમાં 'હું' એ એક ઉપકરણ છે. એ અવિદ્યા અથવા ફક્ત જીવતા રહેવા માટે જરૂરી ભાષામાં 'હું' એ સાંસ્કૃતિક સ્વરૂપો ની અસર છે જેના પાયાએ આ ભાષાને અજાણતા જ નાખી દીધી છે.

સંસ્કૃતમાં અહીંયા સુધી કે 'હું' શબ્દ બનાવવાની ધ્વનિઓ (અવાજો)ને પણ સચેતન રૂપથી સ્વીકારવામાં આવે છે. અહમ 'અ' પહેલા બોલવામાં આવતી ધ્વનિ છે, સાથે જ સંસ્કૃત વર્ણમાળાની પહેલી ધ્વનિ પણ છે. તેને શ્વાસ લેતા- લેતા, મોઢાને થોડું ખોલીને શ્વાસ છોડતા - છોડતા નુંન્યતમ પ્રયત્નની આવશ્યકતા વાળી ધ્વનિની સાથે શોધી શકાય છે. એ સ્વાભાવિક રૂપથી બીજા બધા ધ્વનિના ઉચ્ચારણના પહેલા ગળામાં ઉત્પન્ન થાય છે.'હ' સંસ્કૃત વર્ણમાળા નો છેલ્લો અક્ષર છે. જીભ અને હોઠના હલનચલન થી બનાવવામાં આવેલો બધા વ્યવસ્થિત ગોઠવણના પછી, બીજા બધા અક્ષર સાચા ક્રમમાં ઉત્પન્ન થઈ જાય છે,અંતિમ ધ્વનિ'હ'હોય છે. આ એકમાત્ર વ્યંજન ધ્વનિ પણ છે જો ફક્ત શ્વાસની શક્તિથી ચાલે છે. જે અને 'અ 'ના એકદમ પાસે એકમાત્ર વ્યંજન છે છેલ્લો અક્ષર' મ' મોઢામાં ઉત્પન્ન થવા વાળી સૌથી છેલ્લી ધ્વનિ છે, કારણ કે એ હોઠોના બંધ થવાને કારણે થાય છે. સંસ્કૃત માં અહમ નો અર્થ છે આરંભ( શરૂઆત), જીવનના શ્વાસ જે સૃષ્ટિને જન્મ આપે છે, તથા અંત પણ. અને આ ફક્ત પ્રતિકાત્મક રૂપથી અ- હ -મ અક્ષરો દ્વારા વ્યક્ત નથી કરી શકાતી. કારણ કે શારીરિક રૂપથી, મોઢામાં તેના સ્થાનના આધાર પર વ્યક્ત કરવામાં આવે છે.

મનન માટે બીજ પ્રશ્નો:-

-તમે દૈનિક ભાષા અને અવિદ્યા એટલે કે 'જીવતા રહેવા માટે આવશ્યક ભાષા' વચ્ચેના અંતરથી કેવી રીતે સંબંધિત છો?
-શું તમે એ સમયેનો કોઈ વ્યક્તિગત અનુભવ કહી શકો છો જ્યારે તમે જાગૃતતાપૂર્વક પોતાની અંદરની ભાષાનો ઉપયોગ કરવાની રીતોની પુનઃરચના કરી હતી?
-તમે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો તેના વિશે જાગૃત થવામાં તમને શેનાથી મદદ મળે છે ?
 

Excerpted from this article.


Add Your Reflection

9 Past Reflections