લાંબી સીડીઓ તમને ચંદ્ર સુધી પહોંચાડતી નથી
-માઈકલ ગોર્ડન દ્વારા
સૂર્ય ઘડિયાળ 3,000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી, જે સૂર્ય દ્વારા આવેલી છાયાના આધારે સમય બતાવતી હતી.પરંતુ દિવસની લંબાઈમાં બદલાવ અને અક્ષાંશ અંતરના કારણે તે બેકાર થઈ ગઈ આ સમસ્યાઓને સારી કરવા માટે રેખા ગણિત નો ઉપયોગ ફક્ત આંશિક રૂપે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો, પરંતુ નિશ્ચિત રૂપથી રાતમાં સૂર્ય ઘડિયાળ બેકાર હતી.
ગુરુત્વાકર્ષણ પર આધારિત ઘડિયાળોએ આ સમસ્યાઓ ને સારી કરવાનો પ્રયત્ન કર્યો. પાણીની ઘડિયાળનો એક નાના છિદ્ર થી ટપકતું પાણી કોઈપણ વાતાવરણ અથવા તો અક્ષાંશ પર ઉપયોગ કરવામાં આવી શકતો હતો પણ તે નાજુક હતી, સરળતાથી યાત્રા માટે યોગ્ય ન હતી પણ નેવિગેશન માટે તે જરૂરી હતી, તેનો ઉપયોગ કરવા માટે અને સાચો સમય બતાવવા માટે પર્યાપ્ત ચોકસાઈથી તેનું ઉત્પાદન કરવું મુશ્કેલ હતું. કાચની ઘંટડીના આકારની ઘડિયાળો અત્યારે પણ ગુરુત્વાકર્ષણ પર આધારિત છે (પરંતુ અત્યારે પાણીને બદલે રેતી નો ઉપયોગ કરતા રહેવાથી), તેમાંની થોડી સમસ્યાઓનો ઉકેલ કરી શકે છે પરંતુ તે પૂર્ણ રૂપે યોગ્ય ન હતી અને હંમેશા એકસરખી ક્વોલિટીની બનાવવી સરળ ન હતું.
ઓછામાં ઓછું આગળની પેઢીની ઘડિયાળો ની સરખામણીમાં તો નહીં, જે સ્પ્રિંગ અને ગિયર પર નિર્ભર હતી.
આજની વાત કરીએ તો પરમાણુ ઘડિયાળો છે જે અવિશ્વાસનીય રૂપથી સટીક અને વિશ્વસનીય છે જે પ્રતિ સેકન્ડ લગભગ 10 બિલિયન વાર આગળ પાછળ ચાલવાવાળા ઇલેક્ટ્રોનો ની ગણતરી કરીને કામ કરે છે.
ધ્યાન દઈએ કે પ્રત્યેક પ્રગતિ ન તો ફક્ત વધારે સટીક અને ઉપયોગી છે પણ એ તો પોતાના ઉત્તરાધિકારીઓની તુલનામાં પૂર્ણ રૂપે અલગ સિદ્ધાંત પર આધારિત છે : જેમ કે, પૃથ્વીનું ફરવું,ગુરુત્વાકર્ષણ,યાંત્રિક ( ભૌતિક) અને પરમાણુઓ ના સ્પંદન.આ રીતની તકનીકોમાં નવા સિદ્ધાંતોને લાગુ કરવાથી ગેરક્રમિક અને વૃદ્ધિશીલ પરિવર્તન થાય છે.
તમે તકનીકોમાં બદલાવ કરીને સારામાં સારા પરિણામો નહીં મેળવી શકશો. આખરે સિદ્ધાંતને બદલવો જ પડે છે. લાંબી લાંબી સીડીઓ તમને ચંદ્ર સુધી પહોંચાડતી નથી.
અર્થવ્યવસ્થા હાલમાં આ ખૂબ જ મોટી છે, અને એ પોતાનામાં જ એક તકનીક છે! કદાચ આ નવા સિદ્ધાંતોની આવશ્યકતા છે.
અલગ- અલગ સિદ્ધાંત જેના દ્વારા અર્થવ્યવસ્થાનું સંચાલન થઈ શકે છે. કારણ કે, તે વધારે લોકોને લાભ પહોંચાડે અને એ વાતનું સન્માન કરે કે આપણે પ્રકૃતિથી અલગ નથી, પરંતુ તેનો જ એક ભાગ છીએ.
તે કેવી રીતે હોઈ શકે છે ?
આમાંથી મને શું મળશે? અધિકાંશ આર્થિક વિચારોનો આધાર છે એડમ સ્મિથી લઈને અત્યાર સુધીના અર્થશાસ્ત્રીઓ એ તર્ક આપ્યો છે, કે સ્વાર્થથી કામ કરવાથી બધાને માટે એક જીવંત અર્થ વ્યવસ્થા બનશે. કદાચ, આપણે એ પૂછવું જોઈએ કે આમાંથી મને શું મળશે? જેનાથી વસ્તુઓને સંતુલનમાં લાવી શકાય.
આ વ્યક્તિગત નથી પણ પૂર્ણ રૂપથી વ્યાપાર છે, જેમ કે, ગોડફાધરમાં માઈકલ કોરલિયોએ કહ્યું હતું આ સિદ્ધાંત બતાવે છે કે સ્કોર કેવી રીતે બનાવી રાખીએ, પરિણામો અને ફળ અંતના આધાર પર કદાચ સારું માર્ગદર્શન એ છે કે સંબંધોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. આપણે કેવી રીતે કામ કરીએ છીએ, તેમાં શું વ્યક્તિગત છે અને પરિણામોને ત્યાંથી જ આવવા દેવામાં આવે.
સૌથી વધારે યોગ્ય જ આગળ વધશે : આ શક્તિના વિશે છે, અને આ સલાહ ( પોતાને મજબૂત બનાવો) અને ધમકી (એટલે કે તમારાથી વધારે શક્તિશાળી લોકો થી તમારી હાર ન થાય) બંને જ છે.
સંભાવના : આ સિદ્ધાંત એ છે જે આપણને સૌથી વધારે ફસાવે છે, કારણ કે હંમેશા કોઈને કોઈ વ્યક્તિ (અથવા તો કોઈ વસ્તુ) આપણાથી વધારે શક્તિશાળી, વધારે ધનવાન, વધારે પ્રભાવશાળી, અથવા તો વધારે આક્રમક વ્યવહાર કરવા વાળા હોય છે. જે આપણને એ વિશ્વાસ અપાવે છે કે આપણે- અને આપણા દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમને- પણ વધારે શક્તિશાળી બનાવવાની આવશ્યકતા છે. આપણો નિરંતર પ્રયત્ન એકબીજાથી આગળ નીકળવાનું, પ્રદર્શન કરવાનું અને પુરસ્કાર મળવાનું, આપણી આવશ્યકતા, આ પેટર્ન આપણા જીવનમાં ઘર કરી જાય છે,આપણા દ્વારા બનાવેલી સિસ્ટમ અને જીવનને મજબૂત બનાવે છે.
આપણે ઈચ્છીએ તો પણ શક્તિની સીડી પર ગમે તેટલા ઉપર ચડી જઈએ અંતમાં સુરક્ષિત સ્થાન પર ક્યારેય પણ નથી પહોંચી શકતા. જ્યાં સુધી અંતઃ આપણે એ નથી ઓળખી લેતા કે સીડી દિવાલ સાથે ટકેલી છે, ત્યાં સુધી આગળ વધવું સંભવ નથી.
જ્યાં સુધી આપણે આ મૂળભૂત સિદ્ધાંતને નથી બદલતા, ત્યાં સુધી આપણે આપણા વિશ્વાસથી દૂર નથી થઈ જતા કે પર્યાપ્તશક્તિની સાથે, વસ્તુઓ યોગ્ય થઈ જશે અને તેના તરફ આગળ વધીએ છીએ, આધ્યાત્મિક માર્ગદર્શન જેને પ્રેમ અથવા કરુણા કહીએ છીએ.
શું આ પાગલપન પણ લાગે છે ?(થોડા વર્ષો પહેલા મને પણ એવું જ લાગતું હતું) જો એવું છે,તો આ વિચાર માટે કંઈક છે.( 10 મી સદીના જર્મન દાર્શનિક નિત્શે કહે છે) : "જે લોકો નાચતા જોવામાં આવ્યા તેમને બીજા લોકો જે સંગીત નહોતા સાંભળી શકતા તેઓ પાગલ સમજતા હતા".
મનન માટે બીજ પ્રશ્નો:-
-તમે આપણી આર્થિક વિચારસરણી ને વિકસિત કરવા માટે નવા સિદ્ધાંતની જરૂરિયાતથી કેવી રીતે સંબંધિત છો?
-શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકશો કે જ્યારે તમે તમારા પ્રયત્નોમાં એક ગેરક્રમિક વૃદ્ધિશીલ છલાંગ લગાવવા માટે નવા સિદ્ધાંતોની ખોજ કરી હતી ?
-નવા સિદ્ધાંતોની ખોજ કરવા માટે તમને ઊંડાણપૂર્વક સાંભળવામાં શેનાથી મદદ મળે છે ?