વર્ગખંડમાં ભલાઈ ( Grace)
ફ્રાન્સિસ શું દ્વારા
હું મારા વિદ્યાર્થીઓને બતાવવા માગું છું કે તેમની યોગ્યતા મારા વર્ગખંડમાં તેઓ જે ગ્રેડ મેળવે છે તેના પર નિર્ભર નથી. અલબત્ત, હું મારા 'સી' ગ્રેડના વિદ્યાર્થીઓ તરફ એટલું જ ધ્યાન આપવા માગું છું જેટલું મારા 'એ' ગ્રેડના વિદ્યાર્થીઓ તરફ આપું છું પરંતુ, જો હું મારી જાત સાથે ખરેખર પ્રામાણિક હોવ તો મારે સ્વીકારવું પડશે કે મને 'એ' ગ્રેડના વિદ્યાર્થીઓ સાથે વાત કરવી ગમે છે કારણ કે, તેઓ "સમજે".......... છે તેઓ પહેલાથી જ તે ભાષા પ્રત્યે સભાન છે અને તે જ ભાષા બોલે છે.
પરંતુ એક શિક્ષક ના રૂપમાં મારા માટે શ્રેય શું છે? હું ફક્ત તેવા જ વિદ્યાર્થીઓની પુષ્ટિ કરું છું જે પહેલેથી જ સમજી ચૂક્યા છે? વર્ગખંડમાં સારા પ્રશ્નો પૂછવાવાળા વિદ્યાર્થીઓની પુષ્ટિ કરવી સરળ છે, પરંતુ મારે એ બાબત વિશે વિચાર કરવો જોઈએ કે, સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓના પ્રશ્નોની પુષ્ટિ હું કેવી રીતે કરી શકું છું, જેઓ એક અલગ સાંસ્કૃતિક પુષ્ટભૂમિથી આવે છે, અથવા તેમની શિક્ષણ પ્રણાલી એ તેમને તેવા ઉપકરણો(સાધનો) નથી આપ્યા જેની તેમને જરૂર છે, હું તેવા વિદ્યાર્થીઓની પુષ્ટિ કેવી રીતે કરી શકું છું ?
હું તેમને કહેવાનું પસંદ કરું છું કે સંઘર્ષ એ સૌથી વધુ રસપ્રદ સ્થળ છે: કારણ કે, સ્વસ્થ મુંજવણ એક એવી જગ્યા છે જ્યાંથી વાસ્તવિક શિક્ષણ શરૂ થાય છે. જીવનની જેમ જ, જ્યારે આપણી મુશ્કેલીઓ અને સંઘર્ષો સૌથી વધુ હોય ત્યારે આપણને તેમાંથી સૌથી વધુ અર્થપૂર્ણ પાઠ શીખવા મળે છે.
પરંતુ હું સ્પષ્ટ કરવા માગું છું : હું એમ નથી કહેતો કે ભલાઈ (Grace) એ મારા વિદ્યાર્થીઓને પોતાના વિશે સારું અનુભવવાની એક રીત છે. હું કહું છું કે તેનાથી તેમને પોતાના વિશેની સાચી સમજને વિકસિત કરવામાં મદદ મળશે. એટલા માટે જો મારા વિદ્યાર્થીઓને એ ખબર હશે કે મેં તેમને એક ગરિમા( પ્રતિષ્ઠા ) આપી છે જે તેમના પ્રદર્શન (Performance) થી અલગ છે, તો હું તેમના પ્રદર્શનના (Performance) વિશે તેમની સાથે પૂરી ઈમાનદારીથી વાતચીત કરી શકું છું. હું તેમના કામનું ન્યાય યુક્ત અને સમાનતા પૂર્વક મૂલ્યાંકન કરી શકું છું. હકીકતમાં હું, કોઈ વિદ્યાર્થીને નિષ્ફળ થયેલા સમયે પણ ભલાઈ (Grace)થી જોઈ શકું છું, કારણ કે વિદ્યાર્થી સમજી શકે છે ભલે મારા કામનું ન્યાયુક્ત મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય તો પણ મારી ગરીમા (પ્રતિષ્ઠા) ને ધક્કો નથી લાગતો- બરાબર એવી જ રીતે જેમ કે, બાળકને અનુશાસન શીખવવા માટે માતા - પિતા અને બાળક જાણતા જ હોય છે કે તેમનો એકબીજા માટેનો પ્રેમ કોઈ પણ શરત વગરનો છે. ભલાઈ એ લોકોની વચ્ચે અઘરી લાગતી વાતચીતને શક્ય, સરળ અને વધારે ફળદાયક બનાવે છે. તેના માટે સૌથી પહેલા ભલાઈ અપનાવવાની રહેશે.
હું ઈચ્છું છું કે અસફળ વિદ્યાર્થી સ્પષ્ટરૂપે સમજી શકે છે કે ગ્રેડ ફક્ત એક મૂલ્યાંકન છે, એ કોઈ સજા નથી.હું દરેક અસફળ વિદ્યાર્થીને વ્યક્તિગત રૂપે મળવાનો પ્રયત્ન કરું છું અને હું તેમના ગ્રેડ અને તેમની યોગ્યતા વચ્ચે ના અંતરને સ્પષ્ટ રૂપે બતાવું છું. હું અવારનવાર તેમને પ્રોત્સાહન ના આ સ્પષ્ટ શબ્દો કહું છું કે - તમારા ગ્રેડ એ બતાવવાનો પ્રયત્ન કરે છે જે તમે શીખ્યા છો, તે એક વ્યક્તિના સ્વરૂપમાં તમારી ગરિમા (પ્રતિષ્ઠા) ને નથી માપતા.
મનન માટે મૂળભૂત પ્રશ્નો:-
- તમે આ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે ભલાઈ (Grace) જ એક એવી વસ્તુ છે જે લોકો વચ્ચેની અશક્ય, અસંભવ લાગતી વાતચીતને શક્ય અને ફળદાયક બનાવે છે ?
- શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો કે જ્યારે તમે કોઈ એવી વ્યક્તિની ગરીમાપુષ્ટિ કરવામાં સક્ષમ હતા જે પોતાના પ્રયત્નોમાં સફળ નહોતા થઈ શકતા?
- જે લોકો સારું પ્રદર્શન નહોતા કરી રહ્યા તેમની ગરિમાનું સન્માન કરવામાં તમને શેનાથી મદદ મળે છે ?