" સ્વયં વગર "
આફ્ટન વાઇલ્ડર દ્વારા
એક શુદ્ધ કાચનો ગોળો ઉડી રહ્યો છે ચટ્ટાન ઉપર
બસ, થોડો જ ધારની ઉપર
આપણા અંતઃકરણ, અંતરાત્મા અને પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે
પણ આ વિખેરાઈ (ટુકડે-ટુકડા થઈ) ગયો તો ?
બર્ફીલા કાચની મૂંઝવણ બની જવી,
અને પછી કોઈ વાત નહીં ?
કદાચ આ ગાયબ (લુપ્ત) થઈ જાય તો ?
આપણે કોના માટે લડીશું?
શું આપણે ત્યારે પણ પોતાને ઓળખી શકીશું ?
એવા સ્નેહમય,
પીઠ પાછળ ચપ્પુ ખુંપાવા વાળા,
સુંદર,
ભયંકર,
ભાવુક,
હૃદયહીન,
સહાનુભૂતિ પૂર્ણ,
ધૂર્ત,
અદ્ભુત લોકો છીએ આપણે ?
શું આપણે સ્વયં વગર આગળ વધી શકીએ છીએ?
કોઈ પણ આધાર વગર ?
તેઓ કહે છે કે, ધીરેથી આગળ પગલા વધારો
પોતાને દુપટ્ટાની જેમ જંગલ માં ન છોડો
દરિયાકિનારે એક ચપ્પલની જેમ
તેને સુરક્ષિત રાખો
તેને મુક્ત ન કરો
તેને ખોઈ બેસશો નહીં,
એક રેલિંગની આગળ ન જશો
પણ શું આપણે વધારે વિશાળ થઈ શકીએ છીએ ?
આપણી સ્વયંની કોઈ સીમા વગર?
જો આપણે જોખમ લઈ શકીએ
તો શું આપણે મુશ્કેલીઓમાંથી બહાર નહીં આવી જઈએ ?
મનન માટે મૂળભૂત પ્રશ્નો:-
આપણે સ્વયંનો ત્યાગ કરીને પોતાને મુક્ત કરવા તેનો શું મતલબ છે?
શું તમે કોઈ એક વાર્તા કહી શકશો કે જ્યારે તમે પોતાને સ્વયંની સીમાથી ઉપર જવાનું જોખમ ઉઠાવ્યું હોય ?
દુનિયાદારીના ભાર વગર તમે જે શીખ્યું છે તેને
ઓળખવામાં અને સમજવામાં તમને શેનાથી મદદ મળે છે ?
Afton Wilder is a 10 year old, who recently started a blog of her poems.