Yodeling Above Freedom

Author
David Bullon
65 words, 7K views, 7 comments

Image of the Week("ઉડલય ઉડલય ઓ"એક પ્રકારના ખુલ્લા અવાજ નું ગીત)સ્વતંત્રતા થી પણ ઉપર છે
ડેવિડ બુલન દ્વારા


એક જીવંત તેજસ્વી પ્રકાશ નૃત્ય કરતો અને ફરતો.

મારી વ્યાકુળ આંખો એક આધેડ વયના પડછાયા થી ઢંકાયેલી છે.

મારું બરફથી ચમકતું,પહાડ જેવું મૂળતત્વ(essence) તે પડછાયા ના માધ્યમથી ચમકી રહ્યું છે.

પણ મારા અનુભવોની ગુફાઓ વાળા પહાડોમાં જાણે કે તે અજ્ઞાત રૂપે આરામ કરી રહ્યું છે.

આ તે હાંડી(વાસણ)માંથી આવે છે જેમાં સપનાનું શરબત બને છે.

એ બધી જ વસ્તુઓ માટે એક પ્રેમ ભરી સ્વીકૃતિના ગર્ભથી, જે હંમેશા હતી અને હંમેશા રહેશે.

આ મારા મહત્વહીન, સ્વપ્નરૂપી શરીરને જગાડવા માટે છે.
સમય પૂર્ણ કરવા યોગ્ય કાર્ય અને ધ્વનિરૂપી સંવેદનાઓ મારું ધ્યાન આકર્ષિત કરે છે.

મારા જીવન પર જબરજસ્ત પકડ, સમયની ખીણમાં,"ઉડલય ઉડલય ઓ" ધ્વનિ સાથે ગુંજશે.

પરંતુ એક અંદરનો શાંત અવાજ મને મારી અંદરની તરફ આકર્ષિત કરે છે,

વર્તમાનમાં તલ્લીન થયેલું મારું મન,મારા અર્થ શોધતા મનને મુક્ત કરવા માંગે છે,

અને હજુ સુધી,મારા અનુભવના ભારે પ્રવાહો વાસ્તવિકતાને જડ કરતી વર્તમાનકાળના ક્ષણના કઠોર વિસ્ફોટોમાં અંતર નિંદ્રા કરે છે.

મને મારી સ્ટાર્ચવાળી લોન્ડ્રી ઝડપથી બહાર કાઢવા દો.

જીવનના નશા વાળા વર્તુળમાં મારી સાથે જોડાઈને.

તમારા જાદુઈ ખરબચડા પથ્થરથી મને ગલીપચી કરો.
ઉદ્દેશની શોધમાં હાફતા હાફતા.

હું સહજ વ્યાકુળતાથી મારા ફસાયેલા સ્વ-ચાલિત મન માં ઉતરી જાવ છું.

મારા જુના કિલ્લામાં કેદ, મારી એકલતામાં કેદ, પ્રિઝમની રોશનીના માધ્યમની જેમ વિખરાયેલો,

મારી સરળ મૂંઝવણો ને બદલી.

શું થશે ? જો મારું આંતરિક "ઉડલય ઉડલય ઓ" કરવા વાળું મન સંપૂર્ણ પણે સ્વતંત્ર થઈ શકતું............. માટે ?

મનન માટે બીજ પ્રશ્નો:-

-તમારા માટે ઉદ્દેશ (હેતુ) શોધતા મનથી મુક્તિ, અને એક ગહન વર્તમાનની પ્રાપ્તિનો શું અર્થ છે ?

-શું તમે એવા સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકશો જ્યારે તમને એક એવી જાગૃતિ(awakening)નો અનુભવ થયો હતો,જે કોઈપણ ઉદ્દેશ(હેતુ)થી આગળ વધી રહી હતી ?

-તમને તમારા સ્વ-ચાલિત મનથી અલગ થઈને અને કોઈ પણ ઉદ્દેશ્ય માટે જીવનના રૂપમાં, એક ઉદ્દેશ્યની ખોજમાં, આગળ વધવા માટે શેનાથી મદદ મળે છે ?
 

David Bullón is a writer, speaker, intuitive guide and transformative innovation consultant based in Costa Rica.


Add Your Reflection

7 Past Reflections