'વ્યસન'
જૈક ઓ કીફના દ્વારા
એવું લાગે છે કે વ્યસનોની પાછળ એક માન્યતા (વધારે વિચાર્યા અને સમજ્યા વગર )એવી હોય છે કે, "મારી બહાર કંઈક એવું છે જે મને પૂર્ણ /ખુશ અથવા સંપૂર્ણ હોવાનો અનુભવ કરાવી શકે છે.
બહારની ઘટનાઓના અનુભવો કરવાનું શરૂ રહે છે કારણ કે કોઈ એ શોધવાનો પ્રયત્ન કરે છે કે આ અધૂરા અહેસાસનું કેવી રીતે નિરાકરણ (સમાધાન) કરી શકાય. આંતરિક આરામ, શાંતિ અને સદભાવના તરફ આપણા એ કુદરતી ખેંચાણને માટે આપણે જાગૃત પણ થઈ શકીએ છીએ. છતાં પણ, મન એક સાથે આ વિચાર ચલાવી શકે છે કે બહારની દુનિયામાં આપણી સમસ્યાઓ અને પ્રશ્નોના સમાધાન નો સ્ત્રોત છે. એટલા માટે આપણી બહારની દુનિયામાં ખુશીની શોધ ચાલુ રહે છે, તેથી માદક દ્રવ્યો (નશા વાળા પદાર્થો)ના સેવનનું પોતાનું સ્થાન છે.
એવી વસ્તુઓ વધારેમાં વધારે જે કરી શકે છે, તે છે આપણું ધ્યાન સતત વિચારોથી દૂર કરીને થોડા સમય માટે તેને ભૂલી જવું. માન્યતાઓની આદતથી અસ્થાયી રીતે છૂટીને વચન આપવું. અહીં સુધી કે સિગરેટ પીવાનો સંબંધ પણ માનસિક જાગૃતતાથી દૂર જવાની ઈચ્છાથી થઈ શકે છે.
મન પોતાના સમાધાનની ખોજ કરે છે, ઉર્જાવાનરૂપ થી સ્ત્રોતની તરફ અને પાછું ખેંચાઈ જાય છે.- ભલે તેને ઈચ્છા હોય કે ના હોય. આ પ્રકારે, મનના ફરી- ફરી એક જ વિચાર પર વિશ્વાસ કરવાથી તે વિરામ( રાહત, આરામ) ની તરફ આકર્ષિત થાય છે અને વ્યસન ની સંભાવનાઓ સર્જાય છે.
મન મગજમાં ચાલતા પુનરાવર્તિત વિચારો દ્વારા બનાવેલ ઇલેસ્ટ્રોમગ્રેટિક સર્કિટને તોડવા માટે માર્ગ શોધી રહ્યું હોય છે. મંત્રનો ઉપયોગ વધારે અસરકારક સાબિત થાય છે. પરંતુ,તે વ્યક્તિગત 'હું' માટે રસપ્રદ નથી. તે સામાજિક પણ નથી. તે 'હું' વિચાર માટે 'વાર્તા' નથી. બહારના માધ્યમોને બદલે આંતરિક રીતે વિચારોનું સંચાલન કરવું એ વ્યક્તિની સ્વની છબીને તોડી નાખે છે અને..... સારું આ 'હું' ના માટે બહુ આકર્ષક નથી જે હજી પણ માને છે કે બહારની દુનિયા એ જગ્યા છે જ્યાં સમાધાન છે.
તે દુર્લભ છે કે પદાર્થ પોતે વ્યસનકારક છે, સામાન્ય રીતે મન જે નિર્દેશ કરે છે તે જ શરીર કરે છે. મન કલ્પના કરે છે કે શરીરને સિગરેટની જરૂર છે, પરંતુ મન શરીરને કહે છે કે તે આવું છે. મન શરીરનો ઉપયોગ પોતાના હેતુઓ માટે કરે છે, શરીર એ માસ અને હાડકાની ઉત્કૃષ્ટ રૂપથી કામ કરવાની થેલી થી વધારે કંઈ નથી. શરીરને વ્યસનની લત નથી લાગતી, પરંતુ મનને લાગે છે. લગભગ બધા પદાર્થ પોતે વ્યસનકારક નથી. પદાર્થ સાથેની આ ઓળખ મન માટે ટૂંકા વિક્ષેપના વચન સાથે, વિચારોની પીડા સાથે સંકળાયેલી છે. જે પદાર્થના વ્યસનના ઘટકો છે.
સુખના તમામ શ્રોતો દુઃખના સ્ત્રોત બનવાની ક્ષમતા ધરાવે છે. વહેલા કે પછી તે પ્રકાશમાં આવે છે કે સુખ અને ઉદાસી વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. બંને તમારા અનુભવમાં સમાવિષ્ટ થયેલા સાચા માનવામાં આવતા વિચારો કરતાં વધુ કંઈ નથી. તે જોવું જોઈએ કે કોઈ વિચારને અમલમાં મુકવાનો પ્રયાસ કંટાળાજનક અને કંઈક અંશે કુદરતી છે. આ સમયે આનંદ પ્રત્યે આકર્ષણ અને પીડા થી બચવું એ એક જ સિક્કાની બે બાજુઓ છે અને તેમાંથી કોઈ એક કરવું એ નિરર્થક પ્રયાસ બની જાય છે.
તમે એક અલગ વ્યક્તિ છો એવું માનવું એ માન્યતા તરફ દોરી જશે કે તમારી આદતો, વૃત્તિઓ અને વ્યક્તિત્વ અલગ છે. તમે અલગ છો. આનાથી તમને ઘણો દુખાવો થઈ શકે છે. આ મૂંઝવણના આધારે મન એક ઊંડા સંબંધમાંથી બીજામાં જઈ શકે છે :સિગારેટથી લઈને ભોજન સુધી, આલ્કોહોલ થી લઈને એ એ મીટીંગ સુધી.( એ એ મીટીંગ્સ એવા લોકોનો સમૂહ છે જેમાં પોતાની દારૂ પીવાની સમસ્યા નું સમાધાન કરવા માટે લોકો એક સાથે ભેગા થાય છે).
વ્યક્તિત્વને વ્યસનકારી થવા દો -તમે સ્વયં તમારું વ્યક્તિત્વ નથી. તમારે કોઈ પણ વસ્તુની લત નથી. તમે આમાંથી કોઈ પણ સાથે સંકળાયેલા નથી જ્યાં સુધી તમે વિચારતા રહેશો કે તમે જ તમારું વ્યક્તિત્વ છો,ત્યાં સુધી 'હું' ને કંઈ ઠીક કરવાનું છે અને હજી બીજું કંઈક કરવાનું છે. આ સાથે 'હું' ની વાર્તા ચાલુ જ રહેશે. વ્યસનનું પૃથ્થકરણ કરી શકાય છે.........પરંતુ તેને 'હું' વિશેના બૌદ્ધિક કચરા તરીકે સમજી શકાશે,જેનું કલ્પનાની બહાર ક્યારેય અસ્તિત્વ જ નથી.
તો પછી શું કરવું ?તો પછી જાણો કે જે આ 'હું' ની વાર્તા ચાલી રહી છે તે તમને કોઈ પણ જગ્યાએ પહોંચાડી નહીં શકે.તમે એક 'હું' ની વાર્તા નથી.તમે એવું કાંઈ પણ નથી જેનું નામ દેવામાં આવે છે." હું કરી શકું છું" અથવા "ના હું નથી કરી શકતો "બંને નથી : અહીં સુધી કે ત્યાં 'હું' નથી. તમે દારૂનું સેવન કરો છો, તમે દારૂનું સેવન નથી કરતા- આ ફક્ત એક જીવન જીવવાની શૈલી છે.તમે ખરેખર કોણ છો ? તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી.
અને જે હકીકતમાં છે તેની સાથે તેને (તમારા વ્યસનની લતને) કોઈ લેવડદેવડ નથી. કાંઈ પણ સાચું કરવું અથવા જોડવા માટે કરવું એવું નથી - ફક્ત અવલોકન કરો, અને આ વિચારમાં કે "બધું મારા વિશે છે" વધારે પ્રયત્ન કરવાનું બંધ કરો. આ ધારણામાં આરામ કરો કે તમે આ બધાથી ઉપર છો. માદક પદાર્થની જરૂર ફક્ત મનમાં ચાલી રહેલા વિચારોને બદલવાની છે,તેને એક અનુભવ દેવડાવવો પણ કહી શકાય.તેને કાંઈ પણ મહત્વ ના આપો. તેમાં જોડાવા માટે એક 'હું' ની જરૂર હોય છે અને તમે એ એક 'હું' નથી.
મનન માટે બીજ પ્રશ્નો:-
- તમે એ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે શરીર વ્યસનથી પીડાતું નથી પરંતુ મન વ્યસનથી પીડાય છે ?
- શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમને સમજાયું કે તમે એક 'હું' ની વાર્તા નથી ?
- હું 'હું ની વાર્તા થી' ઉપર છું એવી માન્યતામાં તમને આરામ કરવામાં શેનાથી મદદ મળે છે?