We Can See Only What We Can Think

Author
Michael Lipson
53 words, 5K views, 8 comments

Image of the Weekઆપણે ફક્ત તે જ જોઈ શકીએ છીએ જે આપણે વિચારી શકીએ છીએ
માઈકલ લિપ્સન દ્વારા

સૌભાગ્યથી અથવા નહીં, આપણે જે કંઈ પણ કરીએ છીએ તે આપણા વિચારોથી પ્રેરિત હોય છે. તેના સિવાય કોઈ રસ્તો નથી. ભલે હું કહું કે," હું વિચારવાનું બંધ કરી દઈશ અને ભાવનાઓને મારું માર્ગદર્શક બનાવીશ"- આ એક વિચાર જ છે,યાત્રાના પહેલા ચરણની જેમ. તે અવગણણી કે ભૂલાઈ જઈ શકાય છે પરંતુ તમે જાણો છો કે તે હોય જ છે. જો આપણે આપણી મૂળભૂત ક્ષમતાઓ માં પરિવર્તન લાવવા જઈ રહ્યા હોઈએ , તો આપણે સર્વની મૂળભૂત બાબતથી શરૂઆત કરવી જોઈએ: કે જે આપણને બાકીની બધી પસંદગીઓ કરવામાં અને માર્ગદર્શન આપવામા મદદરૂપ થાય છે

આપણે વિચાર પર કોઈ પણ નિર્ભરતા ને અ રોમાન્ટિક માનીને ધૃણા કરી શકીએ છીએ, આપણે આપણા વિચારોને સીમિત અને સાંસ્કૃતિક રૂપથી નિર્ધારિત માની શકીએ છીએ, આપણે આપણા વિચારોને, દુનિયાને સમજવાની અને આપણા વ્યવહારને નિર્દેશિત કરવાના આપણા કાર્ય માટે અપર્યાપ્ત માની શકીએ છીએ. આપણે જે નથી કરી શકતા તે છે એ છે કે વિચારો થી બચવું. આ પ્રત્યેક આલોચના પોતે જ વિચારો નું ઉદાહરણ છે, અને હકીકતમાં વિચારોના મહાસાગરમાં વસે છે. જ્યારે આપણે વિચારોની સત્તા પર સવાલ ઉઠાવીએ છીએ, તો આપણે તેનાથી બિલકુલ પણ બચી શકતા નથી, કારણ કે જે પ્રક્રિયાથી આપણે તેના પર સંદેહ કરી શકીએ છીએ, તે ફરીથી પોતે જ એક વિચાર છે.

એક દિવસ એક દર્દી મારા કાર્યાલયમાં આવ્યા અને થોડી મિનિટો સુધી આ સમસ્યામાં ફસાયેલા રહ્યા . તેમણે કહ્યું," હું પૂરી રીતે માનસિક રૂપથી પરેશાન છું." એક વકીલના રૂપમાં તેઓ પોતાના વ્યવસાયિક જીવન માટેના સ્પષ્ટ આલોચનાત્મક સમજ પર નિર્ભર હતા, અને તેમને ખબર હતી કે તેના વિચાર કરવાની ક્ષમતામાં જ કંઈક ગડબડ છે. તેમણે કહ્યું," હું હંમેશા ક્રોધિત રહું છું અને હું જાણું છું એવું એટલા માટે છે, કે હું હંમેશા લોકોનું મૂલ્યાંકન કરતો રહું છું." મારો કહેવાનો મતલબ છે,લોકો આવુ મૂર્ખતા ભર્યુ વર્તન કરતા રહે છે પરંતુ તેમની આલોચના કરવી મને બીમાર કરે છે. હું ઇચ્છું છું કે હું મારા વિચારોથી દૂર થઈ શકું અને જેથી શાંતિ મેળવી શકું. અમે આ અઠવાડિયે ફ્લોરિડાથી રજાઓ માણીને પાછા આવ્યા , અને તે ઘણા અંશે સારું હતું, પરંતુ જ્યારે દિવસે સૂર્યપ્રકાશમા માછલી પકડી રહ્યો હોઉં છું અને બધું બરાબર ચાલી રહ્યું હોય છે - ત્યારે પણ મારું મન સતત દોડી રહ્યું છે અને ચિંતા કરતું રહેતું હોય છે. હું કામ પર જ હોઉં છું. પણ જ્યારે હું કામ પર હોવું છું તો ત્યારે મારું ધ્યાન બીજે હોય છે . તમને ખબર છે ! , જ્યારે મેં હજી લો નું ભણતર પૂરું જ કર્યું હતું ત્યારે, કોઈ સંક્ષિપ્ત વિવરણ અથવા પત્ર અથવા જે પણ હોય, તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો હતો અને હકીકતમાં તેમાં ડૂબી શકતો હતો. હવે મારું મન કાં તો આલોચના કરી રહ્યું છે, ચિંતા કરી રહ્યું છે,વિચલિત થઈ રહ્યું છે, અથવા આ બધામાંથી થોડું થોડું થતું હોય છે. હું સોગંદ ખાવ છું કે હું થોડા સમય માટે પૂરી રીતે વિચારવાનું બંધ કરી દઉં એ વધારે સારું હશે અને અહીં હું પોતાની ખૂબ જ આલોચના કરી રહ્યો છું ! બસ હવે આ રોકાય તેવું નથી.

અંતે, તેને સમજાયું કે તેને ખરેખર કોઇ વિચારશૂન્યતા નહીં પણ વધુ કેન્દ્રિત અને જીવન્ત વિચારોની જરૂર હતી. તે પોતાના મનને બંધ કરવા ઇચ્છતો નહોતો; તે પોતાના મનને સ્પષ્ટ રાખવા ઇચ્છતો હતો. ક્રોધ અને ચિંતા માં ખોવાઈ જવાના બદલે, તે પોતાના ધ્યાનને કેન્દ્રિત કરવા માટે સક્ષમ બનવા માંગતો હતો. તેને અનુભવ્યું કે તેની સમજવાની શૈલી કઠોર અને તૂટેલી બની ગઈ હતી, જ્યારે તેને લચીલી અને સંપૂર્ણ હોવાની જરૂર હતી.

કદાચ આપણી વિચારશક્તિ ને , આપણા શરીર જેટલી જ, કસરતની જરૂર છે. આપણે આપણા શારીરિક આરોગ્યની ચિંતા કરીએ છીએ અને તેને સુધારવા માટે ઘણાં પૈસા ખર્ચીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચારશક્તિને સુધારવા માટે આ પ્રકારનો ઉત્સાહ દાખવ્યો છે? આપણું મન, આપણા શરીર જેટલું જ, નરમાઈ અને મજબૂતીના મિશ્રણની માંગ કરે છે. આ ગુણો ફરીથી પ્રાપ્ત થવાની શક્યતા ઓછી છે જો આપણે તેના માટે કંઈક ન કરીએ. […]

મોટાભાગના સમયે, જે આપણે વિચારવું કહીએ છીએ તે બેધ્યાન વિચારોથી ભરેલું હોય છે. પરંતુ વિચારવાનું, ચોખ્ખું હોય કે મલીન, તે આપણા વાસ્તવિક જીવનમાં ઉપરથી ઉમેરાયેલું નથી જેમ કે મુખ્ય વાનગી ની સજાવટ માટે મૂકેલ પાંદડુ. એ તો આપણા માટે દુનિયાની મૂળભૂત રચના નું સર્જન કરે છે. આપણે સામાન્ય રીતે જાણીએ છીએ, અને મોટાભાગના લોકો સ્વીકારી શકે છે કે તેઓ માનસિક આદતોના એક સંકુચિત ઝોનમાં જીવે છે. પરંતુ વિચારશક્તિની ભૂમિકા આપણે સામાન્ય રીતે સમજીએ એ કરતાં પણ વધારે મૂળભૂત અને વ્યાપક છે. કારણ કે “વાસ્તવિકતા” ના નામે આપણે જે સમજીએ છીએ - અહીં સુધી કે આપણી આસપાસની વિશ્વની વસ્તુઓ - તે પણ આપણા પોતાના ભૂતકાળના વિચારો જ છે. મને સમજાવવા દો.

જ્યારે આપણે કોઈ કાર, અથવા પીપળનું ઝાડ અથવા વાદળ જોઈએ છીએ, ત્યારે આપણે તેમને તે વિચારો અનુસાર જોઈએ છીએ જે આપણે પોતે અને આપણા સમગ્ર સમાજે આ વસ્તુઓ વિશે પહેલેથી જ વિચાર્યું છે. અન્ય સંસ્કૃતિઓમાં, અન્ય વિચારો દ્વારા પ્રેરિત, તે વસ્તુઓ અલગ રીતે જોવામાં આવે છે. પુખ્ત વયના લોકો તેને ભાષા દ્વારા બાળકોને શીખવે છે. બાળકો આ ભાષા-આપવામાં આવેલ ધારણાઓ શીખે છે અને તે મુજબ વિશ્વ જુએ છે. તમે જે ધારણાઓ પ્રાપ્ત કરી છે અથવા જે તમે હવે ધારણાના કાર્યમાં મેળવો છો તેના સિવાય તમારા માટે અન્ય કોઈ વાસ્તવિકતા નથી.

જે વ્યક્તિએ ક્યારેય લેખનનો ખ્યાલ ન શીખ્યો હોય તે એક લેખિત કાગળને એવા કાગળની શીટ તરીકે જોશે જેના પર કાળા નિશાન છે. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સંસ્કૃતિઓ વિશ્વને અલગ રીતે જુએ છે. તેઓ એક વાસ્તવિકતા જીવે છે જે આપણાથી સંપૂર્ણપણે અલગ છે, જે વિવિધ વિચારોથી પ્રભાવિત છે, અને આપણે તે જીવનની રીતને વિશ્વ વિશેની આપણી પોતાની રચનાઓમાં અનુવાદિત કરીએ છીએ કે જે રીતે આપણી બુદ્ધિ જોઈ રહી છે. પ્રાચીન રોમન સંસ્કૃતિના વિશ્લેષણ દર્શાવે છે કે ગ્રીક લોકો રંગોને અલગ રીતે સમજતા અને જોતા હતા.

જ્યારે આપણે આ દૃષ્ટિકોણને ગંભીરતાથી લેવાની હિંમત કરીએ છીએ - અને નૃવંશશાસ્ત્ર તેની પુષ્ટિ કરવા માટે ઉદાહરણોથી ભરેલું છે - ત્યારે આપણે સમજવાનું શરૂ કરીએ છીએ કે વિશ્વ વિશે ના આપણા વિચારો (અથવા આપણા ભૂતકાળના વિચારો) બહાર આપણા માટે કોઈ વિશ્વ નથી. આપણું જોવું, સાંભળવું, સ્પર્શવું, વગેરે - કેટેગરીઝ કે જેના દ્વારા આપણે જે મેળવીએ છીએ તે આપણા માટે વાસ્તવિક છે - તે આપણી સંસ્કૃતિ, ભાષા અને વ્યક્તિગત ઇતિહાસ માટે ખાસ ખ્યાલોથી ઘેરાયેલા છે. આપણે જે વિચારી શકીએ તે જ જોઈ શકીએ છીએ.

પ્રતિબિંબ માટે બીજ પ્રશ્નો:

- તમે એ કલ્પના સાથે કેવી રીતે સંબંધિત છો કે આપણે જે વિચારી શકીએ છીએ તે જ જોઈ શકીએ છીએ?

- શું તમે તે સમયની વ્યક્તિગત વાર્તા શેર કરી શકો છો જ્યારે તમે તમારા ખ્યાલોની બહારની વાસ્તવિકતાનો અનુભવ કરી શકતા હતા?

- તમારા વિચારો તમારા અનુભવને આકાર આપી રહ્યા છે તે બાબતમાં તમને શું મદદ કરે છે?
 

Michael Lipson is a teacher and author. Excerpt above from his book, Stairway to Surprise.


Add Your Reflection

8 Past Reflections