"અસ્તિત્વમાં હોવું"
લતામણી દ્વારા
અસ્તિત્વ એક એવી સમજ છે કે, તેમાં જે કાંઈ પણ છે તે નતો ફક્ત અનંતરૂપથી જીવિત છે પરંતુ તેની પોતાની એક ખાસ જીવંતતા, સ્પંદનો, વિશિષ્ટતા અને ખાસ કરીને તે બીજા દરેક અસ્તિત્વની સાથે એક ઊંડા, જટિલ, પરસ્પર એકબીજા પર આધારિત પ્રેમ પૂર્ણ સંબંધમાં છે. અને અસ્તિત્વ તેનો જ એક ભાગ છે જેને આપણે બિન-પદાનુંક્રમિક એટલે કે જ્યાં કોઈ નાનું -મોટું, કોઈ આગળ-પાછળ ના હોય તેને આપણે બહુ અસ્તિત્વ કહી શકીએ, તેને આપણે સર્જન પણ કહી શકીએ છીએ. એટલા માટે દરેક વસ્તુ ફક્ત પોતાના વિશિષ્ટ અસ્તિત્વને વ્યક્ત અને પ્રગટ કરતી નથી -ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે ઝાડ પરના કોઈપણ બે પાંદડા એકદમ સરખા નથી હોતા. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ બે વ્યક્તિઓ સરખા નથી હોતા. દરેક વ્યક્તિની પોતાની ખાસ ઊર્જા અને પોતાની ખાસ વિશિષ્ટતા હોય છે, જેને તે વ્યક્ત કરે છે.
આપણે અસ્તિત્વથી શરૂ કરીએ તો તેની એક અલગ માત્રા હોય છે. તેને સમજવાની એક અલગ રીત છે. સૌથી પહેલા અસ્તિત્વનું સર્જન થાય છે. આ એક સમજ નો ભાગ છે કે સર્જકે અનંતતા અથવા અસ્તિત્વની નજીકની અનંતતાને પ્રગટ કરી છે, જેમાં બધાનો ઉદ્દેશ્ય પરસ્પર પ્રેમપૂર્ણ, સહયોગી અને એકબીજા ઉપર આધારિત રીતોથી સંબંધિત હોવાનું છે. બની શકે કે તમે એવા વ્યક્તિ છો જે સૃષ્ટિકર્તામાં વિશ્વાસ નથી કરતા,પણ એ બરાબર છે, કોઈ વાંધો નહીં. પરંતુ તમે જે કરી શકો છો તે એ છે કે બ્રહ્માંડ જેવી રીતે છે, બ્રહ્માંડ જેવી રીતે કામ કરે છે, તેનું સતત નિરીક્ષણ કરો અને એ વાત નિશ્ચિતરૂપથી તમને દેખાશે કે દરેક વસ્તુઓ ખૂબ જ ઊંડાણપૂર્વક એકબીજા સાથે જોડાયેલી છે. બધી વસ્તુઓ(પૃથ્વી પરની બધી અવસ્થાઓ પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા,જીવાવસ્થા અને માનવ )એકબીજા સાથે સંયુક્ત રીતે એક નૃત્યમાં છે.
અસ્તિત્વની મહિમા એ છે કે જે સમાજ દ્વારા આપેલા અરીસા પ્રકાર ની શ્રેણીઓની આસપાસ તમને ફાંફાં મારવાનું ટાળવા માટે તમને સક્ષમ બનાવે છે. – એવા અરીસા તરીકે કે જેમાં તમે તમારી જાતને શોધી શકો છો. બીજા શબ્દો માં કહીએ તો સામાજીક શ્રેણીઓની સંપૂર્ણ ઓળખ. તમે તેને ટાળી શકો છો કેમકે તમે સમજ્યા છો કે તમારું અસ્તિત્વ આ શ્રેણીઓ થી પરે છે. તમે માનવતાને પાર કરી તમારા સાચા સ્વરૂપ સુધી પહોંચવાની ઇચ્છાથી પણ બચો છો.
જીવનનો સાર પામવાનાં પ્રયાસ માટે, આપણી જીવનયાત્રાનો હેતુ જેનાથી જ્યાં આપણે પહોંચવા ઈચ્છીએ છીએ, તેવી સ્વયંની શોધની પ્રક્રિયામાં હાજરી અને અસ્તિત્વ પ્રત્યેનાં ધ્યાનથી અસ્તિત્વ (ની સમજણ) આપણને આપણા અસ્તિત્વમાં ઊંડા શ્વાસ લેવા (ઊંડા ઉતરવા) માટે સક્ષમ બનાવે છે. આ અમૂર્ત લાગી શકે છે. પરંતુ જો તમે ધ્યાન અંગે વિચારો તો, તેનો અભ્યાસ જે કરવા માટે પ્રેરે છે, તે શું છે? કાં તો શ્વાસને અનુસરીને અથવા તો મન પ્રત્યેની ધ્યાન દ્રષ્ટિથી તમે પોતે શાંત થાઓ છો , સ્થિર થાઓ છો. આ પદ્ધતિનો એક ભાગ એ છે કે તમે તમારી સામાન્ય દૃષ્ટિની સીમા નીચે – તેનાથી ઊંડે – "ડૂબી" જાવ. તમે શેમાં ડૂબો છો? હું કહીશ: તમે અસ્તિત્વમાં ડૂબો છો.
અને જેમ જેમ તમે અસ્તિત્વ માં હોવા માં આવો છો તેમ તેમ તમે તમારા વિશે એવી વસ્તુઓ જોશો જે તે શ્રેણીઓ કરતાં પણ ઉપર છે, તમે તમારા વિશે એવી વસ્તુઓ જોશો જે તમે પહેલાં જાણી નહીં હોય, અને તમે તે માળખા વિશે પણ જોશો જેનો ઉપયોગ તમે વિશ્વને જાણવા અને સમજવા માટે કર્યો છે. જ્યારે તમે સ્થિરતામાં બેસો છો, ત્યારે તે સ્થિરતા ગમે તે સ્વરૂપ ધારણ કરે, ભજન ગાઓ, ધ્યાન કરો, ધાર્મિક વિધિ કરો, કર્મયોગી બનો, ત્યારે તમે શું કરી રહ્યા છો? તમે તમારા અસ્તિત્વ માં સ્થિર થઈ રહ્યા છો. અને જેમ જેમ તમે તમારા અસ્તિત્વ માં સ્થિર થાઓ છો તેમ તમે તમારા વિશે સંપૂર્ણપણે નવી જાણકારી જાણી રહ્યા છો. તે જીવંતતા, તે સ્પંદન જે ખાસ કરીને તમે જ છો, તે પૂરતું છે એ કહેવા માટે કે, "આ બધાની બહાર હું કોણ છું, મને પોતાને અસ્તિત્વ તરીકે વિચારવાનું શીખવવામાં આવ્યું છે?"[...]
ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે મારામાં એવા પાસાઓ છે જેનાથી હું સંપૂર્ણપણે અજાણ હતો. મેં મારા શરીર પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. મેં ચોક્કસપણે મારા શરીરને જ્ઞાનનું સ્થળ માન્યું ન હતું. મેં ધાર્યું હતું કે મારે જે શીખવાની જરૂર છે તે બધું હું મન/બુધ્ધિ માંથી શીખીશ. અને આ સમયે મને ત્રિપુટીમાં ત્રીજો મુદ્દો પણ જાણવા મળ્યો, જે હૃદય છે. હૃદયની પોતાની સમજ પણ છે. તમે કહી શકો છો કે હું અહીં જ રહી હતી (માથા તરફ ઈશારો કરીને). અને આ અકસ્માતે મને જે કરવા સક્ષમ બનાવી તેનો એક ભાગ એ હતો કે મે હૃદયમાં અને શરીરમાં વધુને વધુ ઊંડા અને ઊંડા ઉતરવાનું શરૂ કરી દીધું. અને તે પ્રક્રિયામાં, દસ વર્ષના સમયગાળામાં હું સમજવા લાગી કે જો આપણે શરીર, મન અને હૃદયને જ્ઞાનના ત્રિપુટી સ્વરૂપ તરીકે સ્વીકારીએ તો તે કેવો અદભૂત અનુભવ છે. અને આ ત્રિપુટી એવી છે જે આપણા બધા માટે માનવ તરીકે ઉપલબ્ધ છે.
લતા મણિ એક નારીવાદી ઇતિહાસકાર, સાંસ્કૃતિક વિવેચક, ચિંતનશીલ લેખિકા અને ફિલ્મ નિર્માતા છે. ૧૯૯૩માં માથામાં થયેલી ગંભીર ઈજાએ તેમના પોતાના અને વિશ્વ પ્રત્યેના દ્રષ્ટિકોણ અને સમજણમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યું. ઉપરોક્ત અંશો ફિલ્મ "અર્થ ઓન ઇટ્સ એક્સિસ, વી ઇન અવર સ્કિન: ધ તંત્ર ઓફ એમ્બોડીમેન્ટ" માંથી લેવામાં આવ્યા છે.
પ્રતિબિંબ માટે બીજ પ્રશ્નો:
- 'અસ્તિત્વ માં હોવા' નો તમારા માટે શું અર્થ થાય છે?
- શું તમે એવા સમયનો અનુભવ શેર કરી શકો છો જ્યારે તમે સ્વના એવા પાસાઓથી વાકેફ થયા હતા જેનાથી તમે પહેલા અજાણ હતા?
- શરીર, મન અને હૃદયને જ્ઞાનના ત્રિવિધ સ્વરૂપ તરીકે સ્વીકારવામાં તમને શું મદદ કરે છે? ReplyForward
Add reaction