A New Energy Grid

Author
Jonathan Harris
32 words, 7K views, 16 comments

Image of the Weekએક નવી ઉર્જાનું સ્ત્રોત સ્થળ
જોનાથન હૈરીસ દ્વારા

થોડા વર્ષ પહેલાં એક સમારંભમાં, મને એક જબરદસ્ત શીખ મળી. મને એવી વસ્તુઓ વિશે વિચારવાનું આમંત્રણ મળ્યું, જેનાં માટે હું આભાર અનુભવું છું. વિવિધ લોકો, વસ્તુઓ, અને પરિસ્થિતિઓ તરત જ મારા મનમાં આવી. મને આભારના ભાવને ખરા અર્થમાં અનુભવવાનું આમંત્રણ મળ્યું હતું, જેથી હું તેની ખાસિયતોને વધુ સારી રીતે સમજી શકું કે કેવી રીતે તે મારા સમગ્ર અસ્તિત્વને અસર કરે છે. ત્યારબાદ, આભારના ભાવ ને જાળવી રાખીને, મને આભારના વિષયો નો ત્યાગ કરવા માટે આમંત્રણ મળ્યું. જે બાકી રહ્યું તે આભાર તેના શુદ્ધ સ્વરૂપમાં હતું: એ વિષય વિના નો ભાવ - “આભાર” ની મૂળ ઊર્જા.

હું માનવા લાગ્યો છું કે બધી વસ્તુઓ આવી જ હોય છે. આપણે મૂળ ઊર્જાઓ ના સમુદ્રમાં તરતા હોઈએ છીએ, જે એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરીને બાહ્ય ઘટનાક્રમોની દુનિયા બનાવે છે, જે રીતે એક ન્યુરલ નેટવર્ક ( માનવ મગજની જેમ કામ કરતી કમ્પ્યુટરની એક સિસ્ટમ) એક સંકેત ના પ્રતિસાદમાં ચિત્રો રજૂ કરે છે. આપણને એવું લાગે છે કે આ બાહ્ય વસ્તુઓ આપણા આંતરિક ભાવોને ઉત્પન્ન કરે છે (એ વ્યક્તિ મને ગુસ્સે કરે છે, તે સૂર્યાસ્ત મને ખુશ કરે છે), પરંતુ હકીકતમાં તે એક ઊંડી આંતરિક વાસ્તવિકતા ની અભિવ્યક્તિઓ છે: મૂળ ઊર્જાઓનું ક્ષેત્ર, જેમ કે આભાર, ડર, આનંદ, દુઃખ, અને પ્રેમ, એકબીજા સાથે ભળીને દરેક જીવંત અનુભવના અદભૂત લક્ષણો બનાવે છે.

આપણે કોઈ સ્થાનની "ઉર્જા"ને ઉપરની તરફ કેવી રીતે ઉઠાવી શકીએ, જેનાથી તેની પરંપરાગત રચનાઓની જડતા તોડી શકાય? આપણે ત્યાં નવું “શક્તિ સ્તોત્ર સ્થળ” કેવી રીતે બનાવી શકીએ, જેથી ભવિષ્યની ઘટનાઓ ને ત્યાં આકાર દઈ શકાય? "કૃતજ્ઞતા" જેવા શબ્દો વાસ્તવમાં માત્ર ઊર્જાના બંડલ તરફ નિર્દેશ કરે છે જે તમામ શક્યતાઓના વિસ્તરણમાં સમાયેલ ચોક્કસ આવૃતિ છે. ભાષા એ પછી એક સાધન બની જાય છે જેની મદદથી આપણે તેમની વચ્ચે છુપાયેલી શક્તિઓને આહ્વાન કરી શકીએ છીએ, અને તે ભાષાઓને જોડી ને તેમને વિશિષ્ટ કલમથી દોરેલા જૂથોમાં એકત્રિત કરી શકીએ છીએ, જે આંતરરાષ્ટ્રીય નકશા દ્વારા એક વિશિષ્ટ ભવિષ્ય જોવાનું કાર્ય કરે છે. જ્યારે આપણા નકશા સમાન હોય છે, ત્યારે આપણી સામૂહિક વાસ્તવિકતા વધુ સુમેળભરી બને છે.

આ આદર્શ ઉર્જા સમયાંતરે સ્થાનો પર સંચિત થાય છે - જેને ક્યારેક ક્યારેક સ્થળની "લાગણી" કહેવામાં આવે છે. મઠની મુલાકાત લો, અને તમે શાંતિ અને પ્રાર્થનાની ઊર્જા અનુભવશો. મનપસંદ મેળાની મુલાકાત લો અને તમે આનંદ અને ઉજવણીની ઊર્જા અનુભવશો. જેલની મુલાકાત લો, અને તમે સંઘર્ષ અને ચુસ્તતાની ઊર્જા અનુભવશો. વર્તણૂકના દાખલાઓ પોતાના જેવા વર્તનના દાખલાઓને આકર્ષિત કરે છે, તેથી સ્થાનો જે પહેલાથી છે તેના કરતાં પણ વધુ તીવ્ર બનવાની રીત ધરાવે છે, આર્કિટેક્ચર, લેન્ડસ્કેપ, કાયદો અને પરંપરા જેવી અસંખ્ય વ્યવહારિક રીતે નિયમબદ્ધ બને છે.

મનન માટે બીજ પ્રશ્ન:

- ભાષા એ એક સાધન છે જેની મદદથી આપણે દરેક વ્યક્તિની અંદર છુપાયેલી શક્તિઓને આહ્વાન કરી શકીએ છીએ તે માન્યતા વિશે તમને કેવું લાગે છે?

- શું તમે એવા સમયની વ્યક્તિગત વાર્તા શેર કરી શકો છો જ્યારે તમે તમારા શબ્દોમાં રહેલી શક્તિને જાગૃત કરો છો?

- તમારા જીવનની પરંપરાગત રચનાઓની જડતાને તોડવામાં તમને શું મદદ કરે છે?
 

Jonathan Harris artist and technologist known for his work with data, story, and ritual. Excerpted from here.


Add Your Reflection

16 Past Reflections