આપણા હૃદય પ્રત્યે વફાદાર રહેવું એ જીવનનો અસલ સાર છે
કેરી લેક દ્વારા
તમને જાણ છે જ્યારે લોકો કહે છે કે "હવે વાસ્તવિકતામાં પાછા ફરવાનો સમય છે," અથવા "...હા, પરંતુ વાસ્તવિક દુનિયા એમ નથી ચાલતી"? તો પછી વાસ્તવિક દુનિયા શું છે? કોણે સૂચવ્યું કે મહેનત, નિરાશા અને ગુલામીના વિવિધ સ્વરૂપો જ "વાસ્તવિક" છે?
આ નિરાશા બચેલા રહેવા સાથેનાના સંબંધમાંથી ઊપજે છે. માનવજાતિ વર્ષોથી આ સંદેશ આપતી આવી છે કે બચવું મુશ્કેલ છે, બચવું જરૂરી છે, અને સૌથી યોગ્યતા ધરાવતા બચી રહે તે શ્રેષ્ઠ છે. જ્યારે જીવનને માત્ર બચવું જ ઉદ્દેશ્ય લાગે છે, ત્યારે બધું જ સ્પર્ધા જેવું લાગે છે.
જીવન પોતે બચવાનો પ્રયત્ન કરતું નથી. જીવન જીવનને જન્મ આપે છે. તે પોતાની દરેક નાની-મોટી વિલક્ષણતાને ઉજવે છે. જીવનનો દરેક પાસો ખુલ્લો અને લચીલો રહે છે, તેની ઉજવણી માટે જરૂરી શક્તિ પ્રાપ્ત કરવા મોકો શોધવામાં સક્ષમ છે. એવા વાતાવરણ પણ જ્યાં બચાવ ના સાધનોની કમી હોય એવું લાગે છે, ત્યાં પણ જીવન પોતાનો માર્ગ શોધીને આગળ વધે છે.
મનુષ્ય તરીકે આપણે મન-મગજને એક અતિ ઝડપી પ્રોસેસર તરીકે ઓળખાવીએ છીએ (જેનું મેં પ્રેમથી નામકરણ કર્યું છે "વિચારનગર" અથવા "વિચાર નગર" જો તમને એ વધું ગમે), એ તમને દરેક ક્ષણે પસંદગી આપે છે: તમે તમને બચીને રહેવું છે કે જીવન શોધવું છે ?. તમે બંને રીતે સાચા સાબિત થશો. તમે બંનેને શોધી શકશો.
કેટલાક માટે, સાચું હોવું જ બધું છે! એ તેમની સંપૂર્ણ જિંદગી છે. સાચા રહેવાના સંઘર્ષ વિના તેઓ પોતે કોણ છે તે જાણતા જ નથી.. તેથી, ચાલો તેમને સાચા રહેવા દઈએ અને પછી પૂછીએ, "મને સત્ય બતાવો."
સત્ય હૃદયના ક્ષેત્રમાં આવેલું છે. તમે એવુ કોઈ એકમાત્ર પણ સાચું કે ખોટું નહિ શોધી શકો જે હૃદય છુપાવતું હોઈ અને જે તમને વણઉકેલાયેલ કોયડા થી ચીડવે અને તેને જ 'વાસ્તવિક વિશ્વ' કહે.સત્ય એક અનુભવ છે. તે વિવાદની ગેરહાજરીમાં હોય છે, એ એક એવી હળવાશ છે જેને કોઈ રક્ષાની જરૂર નથી અને જે કોઈનુ અપમાન નથી કરતુ. સત્ય સાથેના સંબંધનું સ્વાગત કરવું એ એક એવી ઘનિષ્ઠતાને આવકારવું છે જેને તમે છુપાવી શકતા નથી. એક એવી દુનિયામાં જ્યાં જે બચી રહેવા ને માટે પ્રાથમિકતા અપાઈ છે, ત્યાં કશાંક સાથેની ઘનિષ્ઠતા, નીશાનાબાજ (Sniper) દ્વારા પીછો કરવા (અનુસરવા) જેવી લાગણી આપી શકે છે .
જેમ જેમ તમે આગળ વધો છો, તેમ તેમ તમે ઓછું છૂપાવવા માંગશો. હૃદય દ્વારા મળેલ સત્ય અસલમાં બચાવ ને સંપૂર્ણપણે બદલી નાખે છે. હૃદય કહે છે, "હું તને જોઇ રહ્યો છું અને તને કોઈ વિવાદ માં ઉલજાવતો નથી." આ પ્રકાશમાં, બચવા ની રીત ખૂબ જ અકાર્યક્ષમ રીતે ઝડપથી પ્રદર્શિત થાય છે . હૃદયની હળવાશમાં, બચતા રહેવાની જટિલ જરૂરિયાતો અને મુશ્કેલ "હા-પરંતુ" એકમેક સાથે અથડાઈને લેરી, મો અને કર્લીના સમકક્ષ કોમેડી જેવી લાગે છે.
આ જીવનનો સાર છે. અસ્તિત્વની હળવાશ. બચતા રહેવું હળવાશ ક્યાં શોધવું તે નથી જાણતું. વિચારનગર તેને પકડવાનો પ્રયાસ કરે તો પણ પકડી શકતું નથી. પરંતુ હૃદય તેના સંગીતને ઓળખે છે.
હળવાશની અવસ્થામાં તમામ માટે જગ્યા છે. કશું પણ અપવાદમાં નથી, જટિલ અને કાંટાળી જરૂરિયાત જે તમારા પર આવી પડે છે, તે પણ નહીં અને દાયકાઓ સુધી કોઈએ ઊપર ના માળીયા પર રાખ્યું હોય તેવું ધૂળવાળું, તે પણ નહી .
ચિંતન માટેના બીજ પ્રશ્નો:
-સત્ય હૃદયના ક્ષેત્રમાં હોવાની ધારણાને તમે કેવી રીતે સમજો છો?
-શું તમે એ ક્ષણની કોઈ વ્યક્તિગત એવી ઘટના શેર કરી શકો છો જ્યાં તમે વિવાદની ગેરહાજરી દ્વારા સત્ય અનુભવ્યું હોય, એક એવી હળવાશ જેની કોઈ રક્ષા નથી કરવી પડતી અને કોઈનું અપમાન નથી કરતું?
-સત્ય સાથેના સંબંધનું સ્વાગત કરવામાં તમને શું મદદરૂપ થાય છે?