"પ્રેમ જ સૌથી ઊંચા પ્રકારની સ્વીકૃતિ છે"
સ્ટેફેન લેવાઇન દ્વારા
પ્રેમ સૌથી ઊંચા પ્રકારની સ્વીકૃતિ છે. નિર્ણાયક પ્રવૃત્તિ "સ્વીકૃતિ-નહીં" હોવાનું માધ્યમ છે. બની શકે કે થોડા લોકો કહે કે," સારા નિર્ણાયક ની ક્ષમતા" વગર "વિવેકી પ્રજ્ઞાનો" અભાવ રહી જશે, પરંતુ વિવેકી પ્રજ્ઞા જ એક પ્રક્રિયા છે જે આપણા દુઃખના કારણોને ઊંડાણમાંથી બહાર કાઢવાની અને પ્રેમને અપનાવવાની, તે પ્રેમ જે આપણા પોતાનામાં જ એક મહાનતમ ભલાઈ છે.
આપણું મન આખો દિવસ,"મને પસંદ છે" અને"મને પસંદ નથી" માં લાગેલું રહે છે. બીજાના નિર્ણય કરતું રહે છે, ફરિયાદો કરતું રહે છે, અહીં સુધી કે ઊંઘ ના સમયમાં પણ આ જ કરતું રહે છે. તે ફરિયાદો કરતું રહે છે કે, આપણે શું કરી રહ્યા છીએ? આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને આપણે ક્યાં હતા? આપણું મન આ બધા પર પોતાનો નિર્ણય દેતું ચાલતું રહે છે. જે આપણને આ જીવનની રાહ પર મળતા જાય છે, ભલે તે આપણો પરિવાર હોય કે પડોશી, સાથે કામ કરવાવાળા હોય અથવા આપણે જેમના આધીન રહીને કામ કરીએ છીએ, મિત્ર અને આપણા પ્રિય, આપણા પતિ -પત્ની અથવા પહેલાના પતિ -પત્ની, અને આ બધા માટે જેના માટે તેને લાગે છે કે તેમણે આપણને તે નથી આપ્યું જેના પર આપણો અધિકાર હતો અથવા જે આપણા બનતા હતા.
આપણે પ્રેમ ન કરવા પર દુઃખ વ્યક્ત કરીએ છીએ.
આપણે ફરિયાદ કરીએ છીએ કે આપણે કેવું અનુભવ કરીએ છીએ, આપણે કેવી રીતે જોઈએ છીએ, ખૂબ જ ઠંડા, ખૂબ જ ગરમ દલીયા ક્યારેય પણ બિલકુલ બરાબર નથી હોતા.
આપણે આખો દિવસ જીવતા રહેવાના વિશે ફરિયાદ કરીએ છીએ.
આપણે આખી રાત મૃત્યુના વિશે ફરિયાદ કરીએ છીએ. આપણે ઈચ્છાઓને કારણે ફરિયાદ કરીએ છીએ અને વધુને વધુ રીતથી બડબડાટ કરીએ છીએ અને તે જ કારણથી શરમજનક પણ થઈએ છીએ. અને વધારે પસ્તાવાથી ભરાઈ જઈએ છીએ.એક ક્ષણમાં મન કહે છે," એક ગરમા -ગરમ જલેબી ખાવ" અને થોડી ક્ષણો પછી ,તો જ્યારે તમે તમારું મોઢું સાફ કરો છો તો કહે છે ,"જો તમે હોત તો આવું ન કરતા હોત. પરસ્પર વિરોધી ઈચ્છાઓ, આપણા જીવનની વાર્તા છે.
આપણે કદાચ જ ક્યારેક ઈચ્છાની તાકાત પર ધ્યાન દઈએ છીએ જ્યાં સુધી આપણે જઈએ છીએ તેને મેળવવા માટે આપણે પોતાને રેફ્રિજરેટરમાં નમતા રહેલા, અથવા પોતાના દુઃખની નજીક, કોઈ એવી વ્યક્તિના રૂપમાં નથી જોતા હોતા જેને આપણે પસંદ પણ નથી કરતા હોતા.
પરંતુ ઈચ્છા જેમ કે અફવા છે," ખરાબ નથી "એ ફક્ત દર્દનાક છે.જે આપણે ઇચ્છે છે તે ત્યાં સુધી ન મળવાની ભાવના ઉત્પન્ન કરે છે, જ્યાં સુધી તે આપણને મળી ન જાય, અને પછી તેના વિશે ફરિયાદ કરીએ છીએ કે," આ મને જેવું જોઈતું હતું તેવું નથી મળ્યું". આ ઈચ્છાઓનું દર્દ, અને છાતીના મધ્યમમાં અસ્થિરતા છે.
દરેક વ્યક્તિ પાસે ઈચ્છા પ્રણાલી હોય છે જે હંમેશા મનને આગળ ધપાવે છે. જીસસ, દલાઈ લામા, ગાંધીજીની પણ ઈચ્છા હતી. ઓછામાં ઓછું બીજાના કલ્યાણ માટે, વધુ જીવવા માટે અને કદાચ ક્યારેક પીડાથી બચવા માટે.
વિડંબના એ છે કે જેટલો સંતોષ વધારે છે, અસંતોષની શક્યતાઓ એટલી જ વધારે છે, દોરડું બળે છે અને ડાઘ છોડે છે કારણ કે આપણે જે પકડી રાખીએ છીએ તે અસ્થાયીતા દ્વારા આપણી પહોંચની બહાર ખેંચાય છે. ઇચ્છા યાદશક્તિ કરતાં વધુ સમય સુધી ટકી રહે છે.
આનો અર્થ એ નથી કે આપણે ઈચ્છાને રોકવી જોઈએ, પછી ભલેને આપણી ઈચ્છા ગમે તેટલી પ્રબળ હોય, બલ્કે આપણે તેને ક્ષણિક સુંદરતામાં કરુણા અને સંતોષ સાથે પૂરી કરવી જોઈએ.
અલબત્ત સમસ્યા એ ઈચ્છા જ નથી, પણ તેના સતત સંતોષ પ્રત્યેની આપણી આસક્તિ છે જે ઈચ્છાને જાગૃતિના પદાર્થમાંથી ચેતનાના ઉત્કર્ષમાં પરિવર્તિત કરે છે. આપણે સંતોષના વ્યસની છીએ.
ઇચ્છાની સૌથી મોટી મૂંઝવણ એ છે કે આપણે જેને સંતોષ કહીએ છીએ તે ગુણવત્તા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ઇચ્છા ન હોય. ઈચ્છા ઘણીવાર આપણને સપાટી પર કે બહારની બાજુએ રાખે છે, અને કેટલાક જેને સૌથી ઊંડો સંતોષ માને છે તે તેજસ્વી પ્રકાશની માત્ર એક ઝલક છે જે થોડા સમય માટે ઇચ્છાના વાદળો સાફ થયા પછી જ દેખાય છે. "મહાન સંતોષ". આ કોઈ ધારણા નથી, તે માનવ સર્જનનો એક ભાગ છે. જ્યારે આપણે તેનો જાતે અનુભવ કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે કેવી રીતે અમુક સમયગાળા માટે ઇચ્છાની માત્ર ગેરહાજરી સંતોષની સ્થિતિને જન્મ આપે છે.
મનન માટે બીજ પ્રશ્નો :-
- તમે એ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે આ ઈચ્છાનું થોડા સમય માટે ન હોવું સંતુષ્ટીની સ્થિતિને જન્મ આપે છે ?
- શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો કે જ્યારે તમે ઈચ્છાને કરુણા અને થોડી ક્ષણોની સુંદરતામાં સંતુષ્ટીની સાથે મેળવી હોય ?
- તમને દુઃખના કારણોને દૂર કરવામાં અને પ્રેમને પસંદ કરવામાં શેનાથી મદદ મળે છે ?