"જ્ઞાત (જાણવું) અને અજ્ઞાત (ન જાણવા) વચ્ચે."
- રૂથ ઓઝેકી અને એઝરા ક્લેઈન દ્વારા,
એઝરા ક્લેઈન: હું કેટલીકવાર આ વિચાર સાથે રમું છું - અને એ કબૂલ કરું છું કે હું તેના વિશે કંઈપણ જાણતો નથી - કે જે અહીં નોંધવામાં આવી રહ્યું છે તેમાંથી ઘણું બધું સંપૂર્ણ ખાતરીબદ્ધ અથવા વિશ્વસનીય નથી. અને આ લોકો માટે નકારાત્મક લાગે છે, પરંતુ જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે તે શું કહે છે તે છે કે તમારા વિચારો, તમારી ભાવના, તમારી આસપાસ જે કંઈ ચાલી રહ્યું છે તે ફક્ત અવિશ્વસનીય, સંપૂર્ણપણે અવિશ્વસનીય છે. અને તેના વિશે ખરેખર સ્થિરતા અનુભવવાની તમારી વૃત્તિ, એવું માનવું કે તમે બરાબર જાણો છો કે શું થઈ રહ્યું છે, તે તેને એક નક્કરતા (ભારેપણું અને કઠિનતા) આપે છે. વસ્તુઓને નક્કર (કઠણ/મક્કમ) અને તેમના અર્થને નક્કર અને તેમના સ્વભાવને નક્કર ગણવાના વિકલ્પ તરીકે, ખાલીપણું અને અજાણતાનો વિચાર મને હંમેશા ગમ્યો છે.
રૂથ ઓઝેકી: હા, તે સરસ છે. મને તે ખૂબ ગમે છે. આ મને 'ન જાણવું' ના ઉપદેશો વિશે વિચારવા મજબૂર કરે છે. ઝેન બૌદ્ધ ધર્મમાં એક વાક્ય છે જે કોઆનમાંથી આવે છે, જેનો અર્થ છે કે ન જાણવું એ સૌથી વધુ આત્મીય છે.
અને જ્યારે આપણે કંઈપણ જાણતા નથી, અને જ્યારે આપણે તે જાણતા નથી તેવી સ્થિતિમાં રહી શકીએ છીએ, ત્યારે આપણી આસપાસની દુનિયા સાથે એક પ્રકારની આત્મીયતા થાય છે. અને આ એવું કંઈક છે જે શુનરીયુ સુઝુકી, જે સાન ફ્રાન્સિસ્કો ઝેન સેન્ટરના સ્થાપક છે - તે શિખાઉ માણસના મન વિશે વાત કરે છે. આ શિખાઉ માણસના મનનું બીજું પુનરાવર્તન છે.
અને શિખાઉ માણસના મન વિશે તે જે કહે છે તે એ છે કે શિખાઉ માણસના મનમાં અસંખ્ય શક્યતાઓ હોય છે અને ટેવાયેલા મનમાં બહુ ઓછી શક્યતાઓ હોય છે. અને તે આ વિભાવના વિશે એમ પણ કહે છે કે "ન જાણવું" ની આ સ્થિતિમાં, આ વિશ્વ સાથે જિજ્ઞાસા અને જોડાણ ઉભરી આવે છે. અને આ જગત સાથેનું આ પ્રકારનું જોડાણ, આ જિજ્ઞાસા ખૂબ જ ઘનિષ્ઠ અને ખૂબ જ જીવંત છે.
અને મને લાગે છે કે તે ખરેખર સર્જનની પ્રક્રિયા, સંગીત અને કલાની પ્રક્રિયા અને ચોક્કસપણે સાહિત્યના સર્જનની પ્રક્રિયા, "જાણતા નથી" ની સ્થિતિમાં બેસવાની ક્ષમતા અને કોઈક રીતે, ઉકેલ શોધવાની ક્ષમતા વિશે છે. અને તે જ જગ્યાએ આરામથી રહો, અને સરળતા સાથે સમાન સ્થિતિમાં રહેવાની ક્ષમતા સાથે. કારણ કે નવલકથાકાર માટે આ એક અસ્વસ્થ પરિસ્થિતિ અને લાગણી છે. જ્યારે હું નવલકથા લખવાનું શરૂ કરું છું, ત્યારે મને તેના વિશે કંઈ ખબર નથી. અને હું ખરેખર ઈચ્છું છું કે હું કંઈક જાણું. મારે તેમના વિશે બધું જાણવું છે, મારે આ નવલકથા સંબંધિત વિશ્વ વિશે પણ બધું જાણવું છે.
અને તેથી ન જાણવાની સ્થિતિ અને પછી જાણવાની સ્થિતિ વચ્ચે એક પ્રકારનો તણાવ છે. અને તેથી કોઈક રીતે ધ્યાન દ્વારા, જ્યાં સુધી અમુક પ્રકારના જવાબો બહાર આવવાનું શરૂ ન થાય ત્યાં સુધી હું જાણવા અને ન જાણતા વચ્ચેના ઉત્પાદક તણાવમાં શાંત સ્થિતિમાં બેસવાની ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.
પ્રતિબિંબ માટે બીજ પ્રશ્નો:
- તમે આ કલ્પના સાથે કેવી રીતે સંબંધિત છો કે આપણી આસપાસની દુનિયા સાથેની આત્મીયતા (વ્યક્તિ અથવા જૂથ સાથે નજીકના, પરિચિત અને સામાન્ય રીતે સ્નેહપૂર્ણ અથવા પ્રેમાળ અંગત સંબંધ) અજાણતાની સ્થિતિમાંથી ઉદ્ભવે છે?
- શું તમે એવા સમયનો અનુભવ શેર કરી શકો છો જ્યારે તમે આવી આત્મીયતા અનુભવી શક્યા હતા?
- તમારી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે તે અવિશ્વસનીય છે તે સમજવામાં તમને શું મદદ કરે છે?