આપણે પ્રાસંગિક પ્રાણી છીએ
પીર આગા મીર દ્વારા
અહીં મારો એક મુખ્ય પ્રશ્ન છે : જો આપણી આધ્યાત્મિક અને ધાર્મિક પ્રથાઓ, આપણી સહાનુભૂતિ, કરુણા, પ્રેમ અને કાળજી નો વિસ્તાર નથી કરી રહી, તો તેનો શું મતલબ છે ? જો તેઓ આપણને આપણી શારીરિક મૃત્યુ માટે તૈયાર નથી કરી રહ્યા, તો તે કયા ઉદ્દેશ્યની પૂર્તિ કરી રહ્યા છે? સંસ્થાગત ધર્મોએ આ સંબંધમાં પોતાનો માર્ગ ખોઈ દીધો છે, તેનું એક કારણ એ પણ છે કે એકવાર પ્રબુદ્ધ થયા પછી માણસના આચરણને સાર્વત્રિક (સર્વવ્યાપી) બનાવી શકાતું નથી. મનુષ્યના રૂપમાં, આપણે પ્રાસંગિક પ્રાણી છીએ.2100 વર્ષ પહેલાના જેરૂસલમનો અથવા 1500 વર્ષ પહેલાંના મક્કાનો અથવા 4000 વર્ષ પહેલાનું પૂર્વ ભારત અથવા તો 100 વર્ષ પહેલાંનો એમેઝોનનો નું સંદર્ભ આજની અસ્તવ્યસ્ત,મૂંઝવણ ભરી દુનિયામાં કોઈ પ્રસંગિક આચાર સંહિતા અથવા નૈતિક દર્શન માં અનુવાદ કરતું નથી હોતું. હકીકતમાં, ઈસુ અથવા મોહમ્મદ (may peace be upon them, તેમના પર શાંતિ બનેલી રહે)નો સંદર્ભ તે ક્ષણથી અનુવાદિત નથી કરી શકાતો જ્યારથી તેઓએ આ ભૌતિક જગત છોડ્યું હતું.
તેનો અર્થ એ નથી કે સંસ્કૃતિના રિવાજો, પરંપરાઓ અને સંસ્કૃતિના દરેક પાસાઓ (પક્ષ)ને સુરક્ષિત અને હંમેશા નહીં રાખવા જોઈએ. પરંતુ,તેને ખુલ્લેઆમ સાજા (share) કરવા જોઈએ અને સમકાલીન આલોચનાત્મક દ્રષ્ટિકોણ (વર્તમાન થી સંબંધિત સમકાલીન સિદ્ધાંત અને સાહિત્યના દ્રષ્ટિકોણ )અને આપણા બધા ની અંદર રહેલા વિકાસવાદી જોષની પ્રેમાળ આલિંગનની સાથે ચર્ચા કરવી જોઈએ.શું તમારી આધ્યાત્મિક સાધના તમને તમારા સમયની ગરીબીનો સારો વિદ્યાર્થી બનાવે છે ?શું તે તમને વર્તમાનમાં થઈ રહેલા પરિવર્તનો ની ઊંડી સેવા કરવાની મંજૂરી આપે છે ?શું તે તમને શરીરથી વધારે ઊંડાણથી જોડે છે ?જેમાં તમે રહો છો? શું તે તમને આ ઉદાર ગ્રહ (પૃથ્વી)થી વધારે ઊંડાણથી જોડે છે,જ્યાં તમારું ઘર છે અને તમારી માતા છે ?
આપણે બધાએ આ મુશ્કેલીના અશાંત સમયમાં અવતાર લેવાનું પસંદ કર્યું છે. તમે તમારા પ્રસંગ ની વ્યાખ્યા કળિયુગ અથવા એન્થોપ્રોસીન (જેને વૈદિક સંદર્ભમાં અંધકારનો સમયગાળો માનવામાં આવે છે) તરીકે કરી શકો છો. એક એવા યુગના પ્રસંગો જે ટૂંકા ગાળાની વિચારસરણી, અતિશય લોભ અને શિકારી વલણને પ્રોત્સાહન આપે છે. આપણે આપણી સંસ્કૃતિના સારા વિદ્યાર્થીઓ બનવું પડશે. જેથી કરીને આપણે પ્રામાણિક, ન્યાય પરાયણ અને બીજાને માટે મુશ્કેલી ઉભી ન કરવાવાળા બની શકીએ. આ જ સુફીઓનો માર્ગ છે. કેટલાક લોકો તેને ધર્મ વિરોધી અથવા અપ્રામાણિક કહી શકે છે પરંતુ હું તેને પ્રાસંગિક જોડાણની વ્યાખ્યા આપું છું.
આપણી આધ્યાત્મિક સાધનાનો એક ભાગ આપણી સંસ્કૃતિઓનું અધ્યયન કરવાનું છે. જેથી આપણે પ્રતિકારક તર્ક (સાચા જવાબ અને ઉપાય) ને સમજી શકીએ. આપણી આજની આધુનિક સંસ્કૃતિમાં પ્રતિકારક વાત છે, પારસ્પરિક સંબંધોને વિકસિત કરવા. આ જીવંત ગ્રહ પૃથ્વીની સાથે સંવાદમાં રહેવું, શક્તિનું નિર્માણ કરવું,અત્યાચાર નો વિરોધ કરવો અને જીવનને એક ઉપહાર માનવું, સાથે સાથે આધ્યાત્મિક ઉપભોગ અટલકબાજી અને સંગ્રહ કર્યા વગર જે આપણને મળ્યું છે તેમાં ખુશ રહેવું. આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે પૃથ્વી પર સ્વર્ગ નહીં બનાવી લઈએ, ત્યાં સુધી આપણી આત્માઓ આ ગ્રહ પર પાછી આવતી રહેશે. અદ્વેતવાદી રૂપથી આપણે એ પણ સમજીએ છીએ કે પૃથ્વી પર સ્વર્ગ પહેલેથી જ છે. આપણે આપણી રાજનૈતિક શક્તિની સાથે આ પૃથ્વી પર એક સાથે વસ્યા રહીએ,ઘણા બધા અલગ અલગ સત્ય થી પ્રાપ્ત કરીએ છીએ,એ જ ઈશ્વરીય ઈચ્છા છે.
હું પણ મારા એ ભાઈ બહેનોની વાતોને ઉધાર લઈને પુનરાવર્તન થી વધારે સારું કંઈ નથી કરી શકતો જેમણે તાલમૂદ (યહૂદી પરંપરાઓની રચનાનો સંગ્રહ ગ્રંથ) લખ્યો હતો:
" સંસારના દુઃખની વિશાળતા થી હતોત્સાહી ન થઈએ:
અત્યારે દરેક કાર્યને સત્ય પરાયણતાથી કરીએ.
અત્યારે બધા પર પ્રીતિ સાથે કરુણા રાખીએ.
તમે બધા કાર્ય પૂરા કરવા માટે બાધા રૂપ નથી,
અને ન તો તમે તેમને છોડવા માટે સ્વતંત્ર છો."
મનન માટે બીજ પ્રશ્નો:-
- તમારા માટે પ્રાસંગિક જોડાણમાં રહેવાનું શું મહત્વ છે ?
- શું તમે કોઈ એ સમયની વ્યક્તિગત વાર્તા કહી શકશો જ્યારે તમે બધા જીવોની સાથે એક જૂથતાથી કાર્ય કરવામાં સક્ષમ રહ્યા હોય ?
- તમને તમારા દરેક કાર્યને પૂર્ણ કરવાના ભારનો અનુભવ કર્યા વગર તેની સાથે સંપૂર્ણ રીતે જોડાઈ જવા માટે શેનાથી મદદ મળે છે ?