ગરુડ અને મરઘીની વાર્તા
જેમી ગ્લેન દ્વારા
એક ગરુડ વિશે કાલ્પનિક દંત કથા કહેવામાં આવી છે જેણે વિચાર્યું કે તે એક મરઘી છે. જ્યારે ગરુડ ખૂબ નાનું હતું ત્યારે તે તેના સુરક્ષિત માળામાંથી નીચે પડી ગયું. મરઘીના એક પાલનકર્તા ને તે ગરુડ મળી ગયું અને તેઓ તેને પોતાના ફાર્મ પર લઈ આવ્યા. બીજી મરઘીઓની સાથે જ તેનો ઉછેર કરવા લાગ્યા. તે ગરુડ મોટું થઈ ગયું અને સાથે- સાથે તેવું જ કરતું ગયું જે બીજી મરઘીઓ કરતી હતી, તે તેમની જેમ જ રહેવા લાગ્યું, અને પોતાને એક મરઘી જ છે તેવું માનવા લાગ્યું હતું.
એક પ્રકૃતિવાદી તે મરઘી ફાર્મ પર એ વાતની હકીકત જોવા માટે આવ્યા, જે તેમણે તે ગરુડના વિશે સાંભળ્યું હતું, જે પોતાને મરઘી માનતું હતું. તેને ખબર હતી કે ગરુડ આકાશનો રાજા હોય છે અને તે આકાશ પર રાજ્ય કરે છે. તેને ખૂબ જ આશ્ચર્ય થયું તે ગરુડને મરઘીના વાડામાં અહીંથી ત્યાં ઉછળતા જોઈને, તે કેવી રીતે જમીન પર મરઘીઓની જેમ ચાંચ મારી રહ્યું હતું, અને કેવી રીતે તે બધા કાર્ય મરઘીઓની જેમ જ કરી રહ્યું હતું. તે મરઘીના પાલનકર્તાએ પ્રકૃતિવાદીને સમજાવ્યું કે આ એક ચકલી,તે ગરુડ નથી રહ્યું. હવે તે એક મરઘી બની ગયું છે કારણ કે, તેને મરઘીની જેમ જ તાલીમ આપવામાં આવી છે તેણે પણ એ માની લીધું છે કે તે એક મરઘી જ છે.
પ્રકૃતિવાદી જાણતો હતો કે આ મહાન પક્ષીમાં તેના અત્યારના કામોથી જેટલું દેખાઈ રહ્યું છે તેનાથી ઘણું વધારે છે, કારણ કે તે મરઘી હોવાનું બહાનું કરી રહ્યું હતું. તેનો એક ગરુડના રૂપમાં જન્મ થયો હતો,તેનું હૃદય પણ ગરુડનું હતું, અને કોઈ પણ તેને બદલી શકતું ન હતું. પ્રકૃતિવાદીએ ગરુડને મરઘીઘરની ચારે બાજુ લાગેલી વાડ પર ચડાવ્યું અને કહ્યું," ગરુડ, તું ગરુડ છે. પોતાની પાંખો ફેલાવ અને ઉડ! "ગરુડ થોડું આગળ વધ્યું, ફક્ત તે માણસને બતાવવા માટે, પછી તેણે મરઘીઘરમાં મરઘીઓની વચ્ચે પોતાના ઘર તરફ જોયું, જ્યાં તે આરામથી બેઠી હતી. તે વાડથી કૂદી ગયું અને તે કરવા લાગ્યું જે મરઘીઓ કરતી હોય છે. આ જોઈ ખેડૂત સંતુષ્ટ હતો. ખેડૂતે પ્રકૃતિવાદી ને કહ્યું કે,"મેં તમને કહ્યું હતું કે આ એક મરઘી છે".
પ્રકૃતિવાદી બીજા દિવસે પાછો આવ્યો. ખેડૂત અને ગરુડને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગરુડ કંઈક મહાન વસ્તુ માટે જનમ્યું છે. તે ગરુડને ફાર્મ હાઉસની છત પર લઈ ગયો અને તેણે કહ્યું," ગરુડ, તું ગરુડ છે, તું પૃથ્વીનો નથી પણ આકાશનો છે. પોતાની પાંખો ફેલાવ અને ઉડ."મોટા પક્ષીએ(ગરુડ) પ્રકૃતિવાદી માણસ તરફ જોયું, પછી મરઘીઘરમાં નીચે ચાલ્યું ગયું. તે પ્રકૃતિવાદી માણસના હાથમાંથી કૂદીને ફાર્મ હાઉસની છત પર ગયું.
ગરુડની હકીકતના વિશે જાણતો હોવાથી, પ્રકૃતિવાદીએ ખેડૂતને કહ્યું કે,તેને એકવાર હજી પ્રયત્ન કરવા દે.તે આવતીકાલે પાછો આવશે અને સાબિત કરશે કે આ પક્ષી ગરુડ છે. ખેડૂત જે તેનાથી વિપરીત અને પુરા વિશ્વાસ સાથે બોલ્યો," આ મરઘી છે."
પ્રકૃતિવાદી બીજે દિવસે સવારે ફરી મરઘીફાર્મમાં પાછો ફર્યો.તે ગરુડ અને ખેડૂતને પોતાની સાથે લઈને થોડે દૂર ઉંચા પર્વતની તળેટીમાં ગયો. આ નવા સ્થળેથી તેઓ ન તો ખેતરો જોઈ શકતા હતા કે ન તો મરઘી નું ઘર. પ્રકૃતિવાદી માણસે ગરુડને તેના હાથ પર પકડ્યું અને આકાશ તરફ ઈશારો કર્યો, જ્યાં તેજસ્વી સૂર્ય તેને બોલાવતો હતો. તેણે કહ્યું :"ગરુડ તું આકાશનું છે, તારી પાંખો ફેલાવ અને ઉડી જા." આ વખતે ગરુડે ચમકતા સૂર્ય તરફ, આકાશ તરફ જોયું, ગરુડે તેનું વિશાળ શરીર સીધું કર્યું અને તેની વિશાળ પાંખો ફેલાવી પહેલા ધીમે- ધીમે પછી ચોક્કસ અને શક્તિશાળી રૂપથી.
તે ગરુડની શક્તિશાળી ચીસ સાથે ઉડી ગયું.
મનન માટે બીજ પ્રશ્નો:-
- તમે એ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપના વિશે સાચા રહેવામાં મદદ કરવા માટે આપણા ભૂતકાળની કન્ડિશનની સરળ યાદોને દૂર કરવી પડે ?
- તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમે પ્રાસંગિક યાદોને હટાવીને એક એવી શક્તિની તરફ પગલું ભર્યું હોય જે તમારામાં પહેલેથી જ હતી ?
- તમને તમારી પોતાની વાસ્તવિક પાંખો ફેલાવવાથી કંઈક રોકી રહ્યું છે એ સમજવામાં તમને શેનાથી મદદ મળે છે ?