અંધકારમય સમયના નાગરિક
કિમ સ્ટેફોર્ડ દ્વારા
ડરના સમયની કાર્ય સૂચિ: ડરશો નહીં.
જ્યારે વસ્તુઓ ખોટી થાય છે, ત્યારે તેને યોગ્ય બનાવો.
સાધકની જેમ ધીમે - ધીમે પ્રકાશમાં આગળ વધો.
કારણ કે સારી રીતે પ્રકાશિત થવાથી સમસ્યાઓ ઠીક થવા લાગે છે.
મુશ્કેલી તરફ ટ્રોપિઝમ શીખો.
(ટ્રોપિઝમ નો મતલબ - કોઈ જીવંત વસ્તુ દ્વારા કોઈ બહારની ઉત્તેજનાના જવાબમાં પોતાના શરીર અથવા શરીરના ભાગને એક વિશેષ દિશામાં વાળવાની ક્રિયા).
આપણે સમજાવવા માટે નથી, પરંતુ ગાવા માટે આવ્યા છીએ.
યુવા આદર્શવાદ એક નૈતિક જીવનમાં પરિપક્વ થાય છે.
વિશ્વાસ ને વધવા દેવા માટે પછતાવાને દૂર કરો.
જ્યારે તમે ચટ્ટાનના તળિયે પહોંચી જાઓ છો, તો વધારે નીચે ખોદણી કરો.
દુઃખ ગાવાનું બીજ છે, શરમ એ ગીતનું બીજ છે.
જે તમે નથી કરી રહ્યા તેને જોતા રહો.
હવે તમારું મૌન છોડો.
ગાયક એક ડાળીની રખેવાળી કરે છે, તેનું એકમાત્ર હથિયાર ગીત છે.
મનન માટે બીજ પ્રશ્નો:-
- તમે આ વાર્તાથી કેવી રીતે સંબંધિત છો કે આપણે સમજાવવા માટે નહીં, પરંતુ ગાવા માટે આવ્યા છીએ ?
- શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો, જ્યારે દુઃખ તમારા માટે ગીતનું બીજ બની ગયું હતું ?
- તમને વિશ્વાસમાં વૃદ્ધિ કરવા અને અફસોસ ને દૂર કરવામાં શેનાથી મદદ મળે છે ?
From the book Wild Honey, Tough Salt.