હવે હું પ્રાર્થના નથી કરતી
ચેલા હારકિસ દ્વારા
હવે હું પ્રાર્થના નથી કરતી
હવે હું બ્રાઉન ચોકલેટ દૂધ પીઉં છું,
અને ચંદ્રમાને મારી માટે ગીત સંભળાવવા દઉં છું.
હવે હું પ્રાર્થના નથી કરતી,
હવે હું મારા પૂર્વજોની એક નાના ઉશ્કેરાહટથી જ,
પોતાના હિપ્સના માધ્યમથી નૃત્ય કરવા દઉં છું.
હવે હું પ્રાર્થના નથી કરતી,
હવે હું નદીની પાસે જાઉં છું,
અને એક દર્દવાળી ચીસ સાથે
મારી જૂની પીડાને નદીની ધારામાં વહેવા દઉં છું.
હવે હું પ્રાર્થના નથી કરતી,
હવે હું ઝંખું છું, હવે હું ઈચ્છું છું,
હવે હું મારી ઈચ્છાઓના પ્રત્યે "હા"કહું છું.
હવે હું એવી રીતની પ્રાર્થના નથી કરતી જેવી મને શીખવવામાં આવી હતી,
પરંતુ જેમ-જેમ રાતમાં તારાઓ મારા ખોળામાં નરમ પ્રાણીઓની જેમ ધીમી ગતિથી ચાલે છે
અને ઈશ્વર પોતાની હવાની કોમળ આંગળીઓથી મારા વાળને મારા કાનની પાછળ છુપાવી દે છે
અને દરેક વસ્તુ અને માનવમાં પણ એક નવી આત્મીયતા ઉજાગર થાય છે
કદાચ આ જ એ છે,જેવી હું, અત્યારે, અંતઃ,પ્રાર્થના કરવાનું શીખી રહી છું
મનન માટે બીજ પ્રશ્નો :-
- 'પ્રાર્થનાનો અભિપ્રાય છે પ્રત્યેક વસ્તુમાં અને માનવમાં આત્મીયતાની ખોજ' આ ધારણાથી તમે કેવી રીતે સંબંધિત છો?
- શું તમે એવા સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકશો કે, જ્યારે તમે પ્રત્યેક વસ્તુ પ્રત્યે અને માનવ પ્રત્યેની આત્મીયતાને ઓળખી હોય ?
- તમને 'જે જેવું છે' તેમાં આત્મીયતાભર્યા સંબંધનો અનુભવ કરવામાં શેનાથી મદદ મળે છે ?