Inhabiting The Body

Author
Judith Blackstone
29 words, 10K views, 10 comments

Image of the Week"શરીરમાં આંતરિક નિવાસ"
જુડિથ બ્લેકસ્ટોન દ્વારા

શરીરની અંદર રહેવું શરીરના આંતરિક વિસ્તારના સંપર્કમાં રહેવું છે, ઉદાહરણ માટે, આપણા હાથોમાં રહેવાનો અર્થ એ છે કે આપણે આપણા હાથોના પુરા આંતરિક વિસ્તાર ના સંપર્કમાં છીએ. આપણા શરીરની દરેક જગ્યાના સંપર્કમાં રહેવાથી આંતરિક સંપૂર્ણતાનો અનુભવ થાય છે, આપણા અને અસ્તિત્વના એક હોવાના આધારનો અનુભવ થાય છે.

આ સંપર્ક ચેતના છે. જ્યારે આપણે આપણી મૂળ ઓળખાણ ને વૈચારિક રૂપથી નહીં, પરંતુ અનુભવાત્મક રૂપથી જાણીએ છીએ. જ્યારે આપણે શરીરમાં આંતરિક નિવાસ કરીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આપણી ચેતના આપણા શરીરમાં દરેક જગ્યાએ છે. આ એક મજબૂત અને વાસ્તવિક અનુભવ છે. આપણને લાગે છે કે આપણે ચેતનાથી બનેલા છીએ. આપણે પોતાને તો કાલ્પનિક રૂપથી ઓળખીએ છીએ અને આપણા માટે એક એવા પ્રારૂપમાં વિચાર રાખીએ છીએ જે અલગ અલગ પરિસ્થિતિઓમાં બદલી શકાય છે. હવે અહીંયા થી એક બદલાવ આવે છે. જ્યાં આપણે એક પરિવર્તનનિય ગેરવૈચારિક આધારવાળી ચેતનાને શારીરિક રૂપમાં જીવવા લાગીએ છીએ. એકાત્મક ચેતન્યતાના અવતારના રૂપમાં, આપણે આપણી મૂળ ઓળખાણ ને વૈચારિક રૂપથી નહીં, પરંતુ અનુભવાત્મક રૂપથી જાણીએ છીએ.

આપણો આપણા શરીર સાથેનો આંતરિક સંપર્ક એ એક જ સમયમાં આપણી માનવીય ક્ષમતાઓની સાથેનો આંતરિકનો સંપર્ક છે.ઉદાહરણ તરીકે, કોઈની ગરદનના અંદરના સ્થાનની સાથે આંતરિક સંપર્ક, કોઈનો અવાજ બોલવાની ક્ષમતા ની સાથે સંપર્ક છે. જો આપણે આપણી ગરદનને સંકોચી રહ્યા છીએ અને તેની અંદર રહેવાની આપણી ક્ષમતા ને સીમિત કરીએ છીએ તો આપણે આપણા અવાજની ઉપયોગીતાને સીમિત કરીએ છીએ. કોઈની છાતીના અંદરના સ્થાનની સાથે આંતરિક સંપર્ક, કોઈની ભાવનાત્મક પ્રતિક્રિયાની ક્ષમતા સાથે સંપર્ક છે. જ્યારે આપણે આપણી છાતીને આપણા શરીરમાં સંકોચીએ અને સીમિત કરીએ છીએ તો ત્યારે આપણે આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાના ઊંડાણને અને વધારે તરલતાને પણ સીમિત કરીએ છીએ. આ કારણથી શરીરમાં રહેવું શરૂઆતના મનોવૈજ્ઞાનિક ઘાવો થી બહાર આવવા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે, તે આપણા અસ્તિત્વની જન્મજાત દર્દનાક અથવા ભ્રમિત કરવાવાળી ઘટનાઓની પ્રતિક્રિયા માં સંકોચાઈ રહ્યા છે.

આપણે આપણી આજુબાજુ ની દુનિયા માટેની આપણી ધારણા અથવા તેના પર આપણી પ્રતિક્રિયાઓને દબાવી નથી શકતા, સિવાય કે આપણા શરીરને કસ્યા વગર અને સંકોચ્યા વગર. ઉદાહરણ માટે, આપણે આપણી છાતી, ગરદન અને આપણી આંખોની આજુબાજુની માસ પેશીઓને કસવા સિવાય, આપણે આપણને પોતાને રડવાથી નથી રોકી શકતા. આપણે આપણા માતા-પિતાના ઝઘડા ના અવાજને નથી રોકી શકતા, સિવાય આપણી સાંભળવાની ક્ષમતાને કસવા અથવા સંકોચયા સિવાય. આ કારણથી આપણે પોતાને સારા નથી કરી શકતા, આપણી ઇન્દ્રિયોની તીવ્રતાને સારી નહીં કરી શકીએ, આપણને પોતાને આપણા શારીરિક બંધનોથી આઝાદ કર્યા વગર.

આ કઠોર શારીરિક સંરચનાઓ શરીરના આંતરિક સ્થાનમાં રહેવાની આપણી ક્ષમતામાં બાધારૂપ બને છે. એટલા માટે તે સ્વયમ અને બીજાની સાથે આપણા સંપર્કોના અનુભવને ઓછા કરે છે, તથા આપણી આંતરિક સુસંગતિ અને અંતરંગતાની ક્ષમતા બંનેને સીમિત કરે છે. બોધ પ્રક્રિયા આપણા શરીરના આંતરિક સ્થાન સુધી પહોંચવા અને અંતતઃ તેમાં નિવાસ કરવાની પ્રક્રિયા છે.તે અવરોધોને ઓળખવા અને મુક્ત કરવા તથા આપણી જન્મજાત ક્ષમતાઓની સ્વતંત્રતા અને ઊંડાણને પુનઃ મેળવવાની આપણી ક્ષમતાને સુગમ બનાવે છે.

આપણી વાસ્તવિકતાને નકારવાથી કે પ્રતિકારકના રૂપમાં, જે ઘણીવાર બાળપણના આઘાત નો એક ભાગ હોય છે. આપણા અસ્તિત્વના અપરિવર્તનીય આધારના માધ્યમથી, આપણા અનુભવનો મુક્ત પ્રવાહ આપણને તે જાણવા મદદ કરી શકે છે કે, આપણે હકીકતમાં શું અનુભવ કરીએ છીએ,હકીકતમાં શું સમજીએ છીએ,અને હકીકતમાં શું જાણીએ છીએ.

એકાત્મક ચેતન્યતાને શારીરિક રૂપમાં જીવવા માટે, આપણને આપણી અને અસ્તિત્વની વચ્ચેના સંબંધોમાં કોઈપણ વિભિન્નતાનો અનુભવ નથી થતો. આપણને એવો અનુભવ થાય છે કે જાણે આપણે પોતે જ આપણા શરીરમાં એક આંતરિક સ્થળ અને વિસ્તાર છીએ. આ એકાત્મક ચેતન્યતાનો અનુભવ જ શાંતિ અને સ્થિરતા નો અનુભવ છે.પણ આ એ ખાલીપણું નથી : આ એક ખોખલાપણું અથવા નિરાધાર પણ નથી. તે જાણે કે આપણી પોતાની જાગૃતની ઉપસ્થિતિનો જ એક અહેસાસ છે.જાણે એક સૌથી વધારે ઊંડાણવાળો અને એક સૌથી સીધો સંપર્ક છે.જેનાથી આપણે આપણા અસ્તિત્વની સાથેનો એક હોવાનો અનુભવ કરી શકીએ છીએ.

મનન માટે બીજ પ્રશ્નો:-
- તમારા માટે તમારા પોતાના શરીરમાં નિવાસ કરવાનું શું મહત્વ છે ?
- શું તમે એ સમયની કોઈ વાર્તા કહી શકો છો કે જ્યારે તમે તમારી આંતરિક અનુભૂતિ અને તમારી શારીરિક ક્રિયાઓની વચ્ચેનો સંબંધ જોઈ શક્યા હોય ?
- તમને તમારી માનવીય ક્ષમતાઓની સાથે તમારા આંતરિક જોડાણને કાયમ રાખવામાં શેનાથી મદદ મળે છે ?
 

Excerpted from here.


Add Your Reflection

10 Past Reflections