"તમે જેવી રીતે જીવવા માગો છો તેવી રીતે જીવો પણ અંદરથી ત્યાગ કરો"
સિદ્ધ રામેશ્વર મહારાજ દ્વારા
વાસ્તવિકતા( હકીકત) કયા કારણથી છે, તે બતાવી નથી શકાતું :તે રંગ નથી, તે સંગીત નથી, તે પીળો કે કાળો વગેરે રંગ પણ નથી. તમે જે જુઓ છો તે ફક્ત યોગ્ય ચેતના છે જેમ કે, તમે જુઓ છો કે બંગડીઓ અથવા બાજુબંધ બંને સોનાથી બને છે. તમારે એ આગ્રહ કરવાનું બંધ કરી દેવું જોઈએ કે આ શરીરની સાથે ફક્ત સારું થવું જોઈએ.તમારા સ્થૂળ શરીરનું એક અલગ અસ્તિત્વ છે. કારણ કે આપણે બધી વસ્તુઓને અલગ- અલગ ભાગોમાં રાખીએ છીએ, તેના લીધે અહંકાર છે. તમે પત્નીને પત્ની, દીકરાને દીકરો, ઘોડાને ઘોડો અને કુતરા અને કુતરાના રૂપમાં જુઓ છો, પરંતુ તે બધા એક જ વાસ્તવિકતા છે.
વાસ્તવિકતા( હકીકત )એક અને ફક્ત એક જ છે, કોઈપણ દ્વેત (અલગ- અલગ) વિના વાસ્તવિકતા ફક્ત એક જ છે, તેના સિવાય બીજું કાંઈ પણ અસ્તિત્વમાં નથી. તો પછી આ સંસાર આ રૂપમાં કેમ દેખાય છે ? અલગ- અલગ આભૂષણો ઘરેણામાં ફક્ત સોનુ જ છે, બીજું કંઈ નથી. પછી, તેને બંગડીઓ, પાટલા અને હારના રૂપમાં નામ દેવામાં આવે છે, પરંતુ તેનો આધાર તો ફક્ત સોનુ જ છે બીજું કાંઈ નહીં.
વાસ્તવિકતા દરેક સમયે ચમકતી હોય છે, પણ તે 'હું' દ્વારા ગળી જવાય છે આપણો અહમ વાસ્તવિકતા નથી. પરંતુ, તેના જેવું જ દેખાય છે. ચેતના જ વાસ્તવિકતા છે કહેવું જરૂરી નથી.જન્મ અને મૃત્યુ આ 'હું'માં જ સંબંધ રાખે છે. પંચતત્વ અને ચેતના પણ જેવી હતી તેવી જ છે. પણ, સૂક્ષ્મ શરીર જે પોતાને 'હું' કહે છે અને જે બધા જ પ્રકારની તૃષ્ણાઓથી ભરેલી છે, તે જ છે જે અંતમાં મૃત્યુને મેળવે છે ઉદાહરણ તરીકે, જ્યારે લોકો કહે છે "વામન રાવ હવે નથી રહ્યા તો તેનો મતલબ છે કે આ નામ હવે નથી રહ્યું" કેમકે,તેમણે જન્મ લીધો તેથી તેમનું મૃત્યુ થઈ ગયું છે. પોતાના મનમાંથી આ વિચાર હટાવી દો કે તમે કોઈ વિશેષ 'હું' છો.આ જ જ્ઞાન બોધની નિશાની છે. જે કહે છે કે,'હું જ તે છું જે અનુભવ કરું છું.'તે દાનવો દ્વારા ગળી જવામાં આવ્યું. અને તેના પછી પણ તે જાળમાં ફસાઈને રહી જાય છે. આ હાથ છે જે ઉપાડવાનું કામ કરે છે પણ તમે કહો છો કે 'મેં' ઉપાડ્યું છે આખો જુએ છે, પણ તમે કહો છો કે 'હું' જોઈ રહ્યો છું.
નાક સુંઘે છે પણ તમે કહો છો કે 'હું' સૂંઘું છું. આ બધા આપણા અસ્તિત્વ (આત્મા)ની શક્તિઓ છે છતાં પણ તમે કહો છો કે 'હું' કરું છું. તે બધી શક્તિ ઈશ્વરની પાસે જ છે. આ એવો અહમ છે જે આ 'હું' ને પકડી રાખે છે. આ અહમની આ મહલરૂપી શરીરમાં કોઈ જગ્યા નથી, પણ જેવું આ અહમને અંદર આવવા દેવામાં આવે છે, આ શરીરરૂપ મહલ ના રાજા ના વિરુદ્ધમાં પણ નિર્ણય દેવામાં લાગી જાય છે. અને પોતાના જ અસ્તિત્વને પુષ્ટ કરવામાં લાગી જાય છે. પણ થોડાક જ અનુસંધાન/ આંતરિક તપાસ પછી જ અહમ અસ્તિત્વ સરળતાથી ખંડિત થઈ જાય છે. તેના પછી જ આ શરીરના રાજા પછીથી પુષ્ટિ કરે છે કે 'હું' જ વાસ્તવિકતા છું. આ સ્થિતિને એક વિશેષ વાત છે _આમાં જ પરમાનંદ છે અને જો આ બે સ્થિતિઓ છે તો દુઃખ અને પીડા છે. જેવી પણ સ્થિતિમાં આ બંને એક છે. તે જ પરમાનંદ છે.
સાધકના સામે હંમેશા આ પ્રશ્ન હોય છે કે, શું આપણે ઘરગૃહસ્થી ચલાવતા રહીએ અથવા તેને છોડી દઈએ ? ઘરગૃહસ્થી ચલાવીએ અથવા છોડી દઈએ, તેનો કોઈ મતલબ નથી.ગળામાં તુલસીની માળા પહેરીને પણ મનમાં ક્રોધની લહેરો દોડવાનું શરૂ કરી દે તેનો કોઈ અર્થ નથી હોતો. જો કોઈ પોતાના અંતરાત્મા પ્રત્યે સચેત નથી, તો ભગવા વસ્ત્ર પહેરવાથી શું લાભ ? વૃક્ષ, વાઘ, પશુ- પક્ષી ઘરગૃહસ્થી નથી ચલાવતા, તો શું તેનો અર્થ એ છે કે તે સંત થઈ ગયા છે ?અને જો કોઈ પોતાના અંતરાત્માના પ્રત્યે સચેત નથી, તો તેનો શું લાભ છે ? તેને સાવધાન રહેવું જોઈએ. વસ્તુનિષ્ઠ જ્ઞાનને અસત્ય સિદ્ધ થવું જ પડશે. સંસારમાં આપણે જે પણ કાર્ય કરી રહ્યા છીએ, તે બધા અસત્ય સિદ્ધ થવા જોઈએ અને જે અસત્ય માનવામાં આવ્યું છે, તેને સત્યના રૂપમાં અનુભવ કરવું જોઈએ.
જો વ્યક્તિ આંતરિક રૂપથી અનાશક્ત ન હોય તો શું લાભ થશે? તેને માટે આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવું જોઈએ. આપણે એ પણ જાણવું જોઈએ કે આપણી ચારે બાજુ ચાલતો રહેતો આ સંસાર જે આપણને આંખોથી દેખાય છે. તે બધું મિથ્યા છે. આ અનુભવ કરવો એ જ પોતાનામાં ખૂબ મોટી બહાદુરીનું કામ છે. વ્યક્તિને પોતાના ભીતરથી અનાશકત થવું જોઈએ. વ્યક્તિએ જેવું તમે ઈચ્છો છો તેવું જીવન જીવો, પરંતુ આંતરિક રૂપથી પોતાના અંદરથી ત્યાગ કરો.
(અનાશકત શબ્દનો અર્થ એ છે,કે જે કોઈ વિષયમાં આસક્ત ન હોય. અનાશક્તિ એક એવી અવસ્થા છે, જેમાં વ્યક્તિ, વસ્તુઓ, લોકો અથવા સાંસારિક ચિંતાઓના પ્રત્યે પોતાના ભાવનાત્મક લગાવ અને ઈચ્છા પર કાબુ મેળવી લે છે).
મનન માટે બીજ પ્રશ્નો :-
- જેવું તમે ઈચ્છો છો તેવી રીતે જીવો, પરંતુ આંતરિક રૂપથી ત્યાગ કરો આ બાબતથી તમે કેવી રીતે સંબંધિત છો ?
- શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમે તમારા બધા વસ્તુનિષ્ઠ જ્ઞાન (એક વ્યક્તિ હકીકતમાં જે જાણે છે તે )ને અસત્ય માનવામાં સક્ષમ થયા હતા ?
- તમને તમારા અહંકાર ભર્યા અસ્તિત્વને ખોટું સાબિત કરવા માટે શેનાથી મદદ મળે છે ?