આપણા જીવનના શરૂઆતના અનુભવો
ડૉ. ગેબર મેટ દ્વારા
મારી માતાને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હતી. જે સ્નાયુઓની દિવસ અને રાત વધારે ને વધારે ખરાબ થવા વાળી બીમારી છે. તે વંશ પરંપરાગત છે. અમારા પરિવારમાં પેઢીઓથી છે. આ બીમારીના કારણે મા હવે ચાલી નથી શકતી, પથારીમાંથી બહાર નથી નીકળી શકતી, ત્યાં સુધી કે તે પોતાની જાતે સરખી રીતે જમી પણ નથી શકતી. તેના કારણે તે એક નર્સિંગ હોમમાં હતી. જો કે તે માનસિકરૂપથી પૂરી રીતે ઠીક હતી અને ભાવનાત્મક રૂપથી ખૂબ જ મજબૂત હતી.
તો હું તે દિવસે નર્સિંગ હોમ ના હોલમાં ચાલી રહ્યો હતો, અને હું થોડો લંગડાતો હતો. હું કેમ લંગડાતો હતો? કારણ કે તે દિવસે સવારે મારા ઘૂંટણની આર્થોસ્પોપિક સર્જરી (આર્થોસ્પોપિ શરીરના સાંધાઓ ને લગતી તકલીફોની જાણ કરવા માટે અને તેનો ઈલાજ કરવા માટે કરવામાં આવતી સર્જરીની પ્રક્રિયા છે) થઈ હતી, જે મારે કરાવવી પડી કારણકે, સિમેન્ટ પર જોગીંગ વખતે મારા ઘૂંટણમાં કાર્ટિલેજ (કાર્ટિલેજ આપણા સાંધાઓને ચાલતી વખતે પોતાનો આકાર બનાવી રાખવામાં મદદ કરે છે) ફાટી ગયો હતો. તેથી તે દિવસે બપોરે મને થોડું લંગડાપણું હતું. જ્યારે હું મારી માતાના રૂમમાં જઈ રહ્યો છું, ત્યારે હું લંગડાપણાને દબાવી દઉં છું. મારું લંગડાપણું અચાનક ગાયબ થઈ જાય છે. હું આરામથી તેમની પથારી પાસે જાવ છું, અને તેમને શુભેચ્છા પાઠવું છું. અમારી એક સુંદર મુલાકાત થાય છે.હું બિલકુલ સામાન્ય ચાલ સાથે રૂમથી બહાર નીકળું છું, અને જ્યારે મેં મારી પાછળ દરવાજો બંધ કર્યો ત્યારે મારું લંગડાપણું ફરીથી શરૂ થઈ જાય છે.
અને પછી મેં વિચાર્યું કે," હું આ શું કરી રહ્યો છું ?" મારા લંગડાપણાને છુપાવવાની સતર્કતા ન હતી. મેં સમજી વિચારીને એવું ન કર્યું હતું. અલબત્ત, સ્પષ્ટરૂપે,હું મારી માતાને મારી પીડા વિશે જાણવાથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અરે મારી માની ઉંમર 78 વર્ષની છે. તો આ હકીકતથી બચવાનું કોઈ કારણ નહીં હતું કે તેમના 40 વર્ષના દીકરાને સર્જરીના દિવસે લંગડાવવું પડે છે. હકીકતમાં, આ નાનપણથી વિકસિત થયેલી એક સિસ્ટમ હતી. ફરીથી મારા જીવનના પહેલા વર્ષમાં આવે છે, જેના વિશે મેં તમારા કાર્યક્રમની મારી પહેલી યાત્રામાં ઉલ્લેખ કર્યો હતો. અમે નાઝી કબજા હેઠળ રહેતા હતા. અમારો પરિવાર એક યહૂદી પરિવાર હતો. મારા પિતાને બળજબરીથી મજદૂરી કરવા માટે બહાર લઈ ગયા હતા. મારી મા ખૂબ જ તણાવગ્રસ્ત મહિલા હતી. જે મારા અને પોતાના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી હતી. જે તે ભાગ્યે જ કરી શકી હતી.
મેં એક બાળક તરીકે મારી પીડાને દબાવવાનું શીખ્યું. જેથી મારી માતા ને મારી તકલીફની પીડાથી બચાવી શકું. કારણકે, તેની પાસે પહેલેથી ખૂબ જ પીડા અને તકલીફો હતી, અને તેનાથી તેની સાથે મારા સંબંધોને વધારે ગાઢ બનાવી શકું. હા આ ભાવનાત્મક પેટર્ન બાળકોમાં નાની ઉંમરથી જ હોય છે. અને કદાચ મને મારા જીવનના એ સમયની કોઈ સ્પષ્ટ ઘટના યાદ નથી, તો પણ તેની યાદો મારા કોષોમાં, મારા મગજમાં,અને લોકો સાથેના મારા સંબંધોમાં પ્રગટ થાય છે. જેમાં મારા માતાને દુઃખથી બચાવવાના પ્રયત્નો કરવાના ઉદાહરણોનો પણ સમાવેશ થાય છે.
એટલા માટે તાત્પર્ય એ છે કે આપણે માનવો, જીવનમાં, પોતાના બાળપણમાં ઘટી ગયેલી ઘટનાઓથી જ પોતાનો સ્વાભાવિક વિકાસ પ્રભાવિત કરી લઈએ છીએ. અને અહીં સુધી કે આપણો ભાવનાત્મક વિકાસ તો માતાના ગર્ભાશયથી જ શરૂ થઈ જાય છે. સપ્ટેમ્બર 11,2001 ના દિવસે અમેરિકામાં થયેલા ભયંકર આતંકી હુમલા, જેમાં વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટરની વિશાળ ઇમારતો ને ધ્વસ્ત કરવામાં આવી હતી .તેના પછી જે મહિલાઓ તે સમયે ગર્ભવતી હતી, જે એક ભયંકર વિપદાના આ સમયમાં PTSD ની બીમારી થઈ હતી. તેના કારણે જ્યારે જન્મ થયેલા બાળકોના એક વર્ષની ઉંમર પછી cortisol level માપવામાં આવ્યું.( cortisol એ શરીરમાં ઉત્પન્ન થતા તણાવના હોર્મોન છે અને તેનું કામ આપણને આસપાસના વાતાવરણથી પ્રેરિત, જાગૃત અને અનુક્રિયાશીલ રાખવાનું છે)
તો તેમના cortisol level ની માત્રા અનિયમિત છે તેવું જાણવા મળ્યું. તેને અલગ રીતે જોઈએ તો આપણને ખબર પડશે કે, તેમના તણાવથીલડવાના તંત્ર પર પોતાના માતાના ગર્ભાવસ્થાના સમયના તણાવના નકારાત્મકતાની અસર આવી ગઈ હતી. તેવી જ રીતે, ઉદાહરણ સ્વરૂપ જ્યારે મેં તે બાળકોના તણાવથી લડતા તંત્રને જોયું, જેમના માતા-પિતા 1945 માં થયેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં નાઝી અત્યાચાર પર જીવતા રહ્યા હતા, તેઓ ભયંકર તણાવથી ગ્રસ્ત હતા. તો એ જાણવા મળ્યું કે,જેટલો વધારે માતા -પિતા પર અત્યાચારની અસર નો ડર હતો, તેટલોજ વધારે તે બાળકોનું તણાવથી લડવાના હોર્મોનનો સ્તર વધારે વધ્યો હતો.આપણે આ દુનિયાને કેવી રીતે જોઈએ છીએ. આ દુનિયા શું એક મિત્રતા થી ભરપૂર સ્થાન છે, અથવા તો શત્રુતામાં ડૂબાયેલું સ્થાન છે. શું આપણે દરેક વસ્તુ જાતે જ કરવી પડશે? અને બીજા લોકોનું પણ ધ્યાન રાખવું પડશે, અથવા આપણે દરેક વસ્તુને વાસ્તવિક રૂપથી મદદ મળવાની આશા રાખીએ છીએ અને મદદ મળી પણ શકે છે. આ દુનિયા મિત્રતા પૂર્ણ જગ્યા છે અથવા શત્રુતા પૂર્ણ જગ્યા છે અને આપણા તણાવથી લડવાની શારીરિક ક્રિયા, આ બંને ખૂબ જ વધારે પ્રભાવિત થાય છે. આપણા નાનપણના અથવા તેનાથી પણ પહેલાના અનુભવોથી. તેનાથી જ પ્રભાવિત પ્રતિક્રિયા વધારેમાં વધારે આપણે પોતાના જીવનમાં દેતા રહીએ છીએ, અને તે જ આપણા સ્વાસ્થયને પ્રભાવિત કરે છે અને તે જ આપણા સ્વસ્થ જીવનમાં બાધા રૂપ બને છે.
આરોગ્ય સંભાળ માટે આનો અર્થ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિને રુમેટોઈડ આર્થરાઈટિસ હોય અથવા મલ્ટિપલ સ્ક્લેરોસિસના પ્રથમ તબક્કા હોય, અથવા જ્યારે કોઈને કેન્સર હોવાનું નિદાન થયું હોય, ત્યારે તેને માત્ર ગોળીઓ આપવા પૂરતું નથી. તેમને રેડિયેશન આપવું અથવા તો શસ્ત્રક્રિયાની ઓફર કરવી તે પૂરતું નથી. તેઓ કેવી રીતે જીવન જીવે છે અને તેઓ પોતાના પર કયો તણાવ અથવા બોજ મૂકે છે તે તપાસવા માટે તેમની સાથે વાત કરવી જોઈએ, આમંત્રિત કરવી જોઈએ અને પ્રોત્સાહિત કરવી જોઈએ. કારણ કે હું તમને અંગત અનુભવ અને અવલોકન પરથી કહી શકું છું કે જે લોકો આવું કરે છે, જેઓ તેમના સ્વાસ્થ્ય માટે વ્યાપક અભિગમ અપનાવે છે, તેઓ ખરેખર ઘણું સારું કરે છે. અને હું એવા લોકોને જાણું છું કે જેઓ કથિત રીતે જીવલેણ રોગોથી બચી ગયા છે, માત્ર એટલા માટે કે તેઓએ તેમના મન-શરીર યોગ (એકતા)ને, અને આધ્યાત્મિક યોગ (એકતા)ને ગંભીરતાથી લીધા હોય એવું હું કહીશ.
મનન માટે બીજ પ્રશ્ન:-
- તમારા મન-શરીર યોગ(એકતા)ને ગંભીરતાથી લેવાનો તમારા માટે શું અર્થ છે?
- શું તમે એવા સમયની વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમે તમારા જીવનમાં તણાવ પેદા કરતી પેટર્નની ઉત્પત્તિ શોધી કાઢી હતી?
- તમે જે રીતે તમારું જીવન જીવો છો તેની તપાસ કરવામાં અને તેમાં આધ્યાત્મિક એકતા લાવવામાં તમને શું મદદ કરે છે?