ચોરી, અને હું?- કોન્સ્ટન્સ હ્બાશ
જયારે હું યોગ ના પાંચ પાઠ (યોગ માં આપેલા નૈતિકતા ના આધાર) શીખવું છું, ત્યારે હું તેમાંના એક સિદ્ધાંત શીખવાડતા થોડો અચકાવું છું, તેનો (આ આદર્શના ) જીવન માં વિનિયોગ વિષે, તે છે અસ્તેય (જેને અ-સ્તે -ય એવું ઉચ્ચારણ છે ), તેને “ચોરી ના કરવી” તેમ પણ કહે છે. મોટાભાગે આપણું માનવું એમ છે કે આને તો આપણે આત્મસાત કરી જ લીધું છે. ચોક્કસપણે, મને ખબર છે કે ચોરી ન કરવી ! પણ અસ્તેય ના જીવન માં રહેલ છુપા અને વધુ સુક્ષ્મ વિનિયોગ અનેક સ્વરૂપે દેખા દે છે, અને યોગ આસન થી પરે.
વેબસ્ટર ડીક્ષનરી પ્રમાણે, ચોરી નો અર્થ છે “છુપી કે શંકાસ્પદ રીતે અને પરવાનગી વગર, અપ્રમાણિકતા થી કંઈપણ લઈ લેવું અથવા હેરફેર કરવો”. આપણી પાસે જયારે ખરીદવાની કે પૈદા કરવાની (વિચાર કે કોપીરાઇટ વાળું કંઇક ) લઈ લઈએ ત્યારે ચોરી કરીએ છીએ, અથવા તો આપણને એવું હોય કે પ્રમાણિકતા થી આ નહીં મળે ત્યારે આપણે ચોરી કરીએ છીએ. આપણે ત્યારે ચોરી કરીએ જયારે આપણી પાસે કંઇક ખૂટે છે અને તેને ભરવા આપણે બેચેન છીએ, પછી તે આપણા પેટ માં હોય , કબાટમાં કે આપણો અહં . ચોરી માં બધું આવી જાય એક -નજર ચૂકવી ને બ્રેડ લઈ લેવી કે કોઈક ના હક્ક ના વખાણ છીનવી લેવા.
આપણા માં ને કેટલાકે, સદનસીબે બ્રેડ ચોરી છે, અને ભૂતકાળમાં જાણતા અજાણતા, અનેક પ્રકાર ની ચોરી માં ભાગ લીધો છે. ઓફીસ માંથી પેન ઘરે લાવવી અથવા દુકાન માં સહી કરવા લીધેલી પેન હળવેકથી પાકીટમાં મૂકી દેવી આ બધું જાણે સહજ થઈ ગયું છે. આપણામાંના કેટલાક કોલેજમાં પરવાનગી વગર સાહિત્ય ની ઝેરોક્ષ કરાવી લેતાં, અથવાતો ફકરો લખતી વખતે ક્યાંથી માહિતી મેળવી છે તે છુપાવી લેતાં. આમ તો આ બધું કાર્ય ચોરી ન ગણાય, અને આવું વર્તન બદલી પણ શકાય, અને અસ્તેય ને આત્મસાત કરવા બદલવું જ જોઈએ .
પરંતુ, ગુઢ અને સુક્ષ્મ બાબતો અસ્તેય ની પકડ માં આવવી અઘરી છે, અને આવું જાણવા આપણે ખુબ ધ્યાનથી અમુક વર્તન ની હારમાળા ને જોવી અને બદલાવવી પડે. આમતો ચોરી નો ભાવ અંતર માં રહેલ ઊંડા ભય માંથી પ્રકટ થાય છે. એ ભય હવે પછી ખાવાનું મળશે કે પોતા પ્રત્યે નો હીનભાવ, કંઈપણ હોઈ શકે, આવા ભય ને શોધી ને મૂળથી કાઢવો પડે, તોજ અસ્તેય નો બગીચો પમરે.
લોભ, એક ચોરી નો પ્રકાર, આજના જમાનામાં પ્રચલિત છે અને તેને ફળ સ્વરૂપે આપણે જંગલો નો નાશ, ભુખે મરતો વર્ગ, ઝેરીલું હવામાન, અને આપણું પાણી જે ગંદુ અને ઝેરીલું બન્યું છે. આપણને લોભી બન્યા ની ખબર નથી કારણકે તેના બીજ દરરોજ સુક્ષ્મ રીતે, પ્રસારણ માધ્યમ દ્વારા આપણને રોજ વધુ મેળવવાની ભૂખ વધારવા માટે વાવે છે. આપણા શ્વાસ માં ભરાતી હવા હોય કે આપણે ચલાવીએ છીએ તે ગાડી હોય, આપણે પૃથ્વી નું જતન કરવા ને બદલે શોષણ કરીએ છીએ. સ્વામી સતચીદાનંદ કહેતાં કે જરૂર કરતાં વધુ ખરીદવું તે ચોરી છે કારણકે આપણે “બીજાને વાપરવા નથી દેતાં.”
આપણે અસ્તેય ને જેમ વધારે સમજીએ, તેમ જાણીએ કે ચોરી ન કરવી તે માત્ર પુરતું નથી. ઉદારતા અસ્તેય નું હ્રદય છે. આપણે આપવાની ખુશી મેળવવા આપીએ, એટલે નહીં કે બદલા માં આપણને જે જોઈએ તે મળે. જયારે આપણે અંતર થી આપણે જે છીએ અને આપણી પાસે જે છે તેમાં સંતોષ માનીએ ત્યારે આપણી પાસે બીજાને દેવાનું અનેક ગણું હશે. આપણે કોઈક ને વસ્તુ આપીએ જેનો આપણને ખપ નથી કે પછી આપણો સમય, શક્તિ, પ્રેમ અને ઊંડાણથી ઉદાર હ્રદય ના બનીએ તે અસ્તેય ની સાધના છે.
જયારે અસ્તેય આત્મસાત થાય ત્યારે ચોરી નો ભાવ જશે અને આપણે સંતુષ્ટ અને શાંત બનીશું. શાંત મન આપણી સૌથી મોટી મિલ્કત છે.
-- કોન્સ્ટન્સ હ્બાશ યોગ ગુરુ અને સાધક છે. ઉપરોક્ત તેમનાં બ્લોગ માંથી ઉદધૃત .
મનન ના પ્રશ્નો:
૧.) ચોરી ના કરવી ની તમારી વ્યાખ્યા શું છે ?
૨.) તમે ક્યારેય ચોરી ન કરવી તે વિષે ની સુક્ષ્મ બાબતો થી સજગ બન્યા છો ?
૩.) તમે પૂર્ણ છો તેવું સમજવા શું મદદ કરશે ?