ભૂલો: પરિણામ જે બાબતો નું સત્ય પ્રકટ કરે – ક્રિશ લોમ્બાર્ડ
મોટી ભયાવહ સ્થિતિમાં મોટી તક સમાયેલી છે.
મેં પડતી જોઈ છે. મેં રક્તપાત જોયો છે. મેં ચીરા અને સોજેલા સાંધા અને તૂટેલાં હાડકાં જોયા છે અને તેની સાથે મૃત્યુ જોયું છે. અને આની સાથે મેં એક અતિશય દુર્દૈવ બાબત જોઈ છે.
પીડા ને કોઈપણ પ્રકારે નકારવી.
સલામતી ની ખોજ માં ઘણું ગુમાવ્યે છીએ. પડતી માં કોઈ મજા નથી, પણ તક થી દુર રહેવું તે મોટી દુર્ઘટના છે. જીવન સાથે મૃત્યુ આવે છે, અને તેનો સ્વીકાર સુખ તરફ દોરી જાય છે. જીવન હકીકતે તો તેના કાળમાં અનેક મૃત્યુ સાથે આવે છે. શરૂઆત અને અંત. તમે જેમ જીવન અને મૃત્યુ નો અનુભવ કરો તેમ બદલાવ આવતો જાય. પણ હંમેશ એક નિત્ય બાબત છે જે નથી બદલાતી.
તમે સલામત છો.
હવે તમે તે તક ઝડપી શકો. તે કુદકો મારી શકો. તમને કદાચ વાગશે પણ જો તમે તમારા હ્રદય ને જાણતા હો અને તેને અનુસરો, તો એ નાનું પગલું હોય કે મોટું, તમે નિષ્ફળ નહીં થાવ. હવે સફળ બનો કે નહીં, જે પરિણામ રાહ જુએ છે, તે એકજ છે. ભૂલભરેલો વિચાર એ છે, કે કુદકો મારી ને બચી જવુંજ બધું છે. કારણકે કુદકો મારવાથીજ, તમે જેને માટે આવ્યા તે તમે મેળવ્યું. જે માટે તમે હિંમત દાખવી તેનો સરપાવ પ્રેમ સ્વરૂપે મળ્યો.
મોટી છલાંગો હંમેશ નથી મરાતી. સાચો પ્રેમ અને હિંમત કયારેક પીછેહઠ પણ માંગે છે. ખરી બહાદુરી નવો રસ્તો પસંદ કરવામાં છે. એક રસ્તો સાચો લાગે અને બીજો નહીં, અને તમે હ્રદય ને અનુસરી અને સૌથી ઉત્તમ પસંદગી કરો. પછી જે કંઈ બને તે ખોટું નથી. કારણકે પ્રકૃતિ ક્યારેય ખોટી નથી. એવીજ રીતે કે તમે પણ ક્યારેય ખોટા નથી. ભૂલો ખરેખર તો બાબતો નો સાચો સ્વભાવ પ્રગટ કરે છે. તેઓ બતાવે છે કે તમે ક્યાં છો, અને જો તમે સાંભળો, તો, તે, તમારે શું કરવું જોઈએ તે પણ બતાવશે. તમે જીવનમાં શું કરતાં જવું તેનો અંદાજ કાઢતા જાવ છો, તમારા મૃત્યુ ના દિવસ સુધી. હ્રદયમાં શોધ કરવી અને તેમાંથી શ્રદ્ધા ની છલાંગ લગાવવી. તેની સાથે ઇજા આવે છે. કયારેક તમે ઇજા જોઈ શકો, કયારેક માત્ર તેનો અનુભવ કરો. ચીરા કોશિશ ના સાક્ષી છે. ઘા રૂઝાવ બતાવે છે. ખોટ પ્રેમનું પ્રાકટ્ય છે.
તમે છલાંગ લગાવો કે નહીં, હંમેશ તે જ પકડવા તૈયાર છે. કુદકો મારો અને પકડાશો, નીચે આવો અને પકડાશો, પડો અને પકડાશો. અને કુદકો ના મારો તો પણ પકડાશો. તો જાવ અને હ્રદય ને અનુસરી ને જીવો. મૌનમાં બેસો, જ્યાં સુધી પ્રેમ નો અવાજ ના આવે, પછી આગળ વધી ને તેનો અનુભવ કરો. આગળ જવું તે મુક્તિ છે. તેને પછી રસ્તે વાપરતા આવો. જીવન ને અનુભવો. તેનો સંપૂર્ણ અનુભવ કરો. જીવન ના બધાં ભય નો પણ અનુભવ કરો અને પા પા પગલી માંડો, એમ જાણીને કે પ્રેમ જેટલોજ ભય જરૂરી છે.
જાણો કે ભય, પ્રેમ જ છે.
---- ક્રિશ લોમ્બાર્ડ એક અશ્વવાર અને લેખક છે જેને પોતાનું જીવન લોકો ને તેનાં અશ્વો સાથે ગહન સંધી સાધવા ની મદદ માં અર્પણ કર્યું છે. તેને લગભગ ૨૦૦૦ જેટલા અશ્વો સાથે કામ કર્યું છે અને હાલમાં એક ચલચિત્ર 'Breaking Reins' માં અભિનેતા તરીકે પર્દાપણ કર્યું. ઉપરોક્ત ફકરો તેમના પુસ્તક "The Horses in our Stars: a Story of Life, Love, and the Journey Within." માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) ભૂલો ખરેખર તો બાબતો નો સાચો સ્વભાવ પ્રગટ કરે છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય પીડા ના ભય થી પર થઈ ને છલાંગ લગાવી છે?
૩.) ભય પણ પ્રેમ જ છે તેવું સમજવામાં શું મદદ કરશે?