દાઓ નું શિસ્ત -ડી.ટી. સુઝુકી
એક યોઅન નામક ગુરુ તાઈ-ચુ-હુઈ પાસે આવ્યા અને પૂછ્યું : “પોતાની જાતને દાઓ માં શિસ્તબદ્ધ રાખવાની કોઈ વિશેષ રીત છે?”
હુઈ-હેય : “ હા, છે.”
યોઅન : “એ શું છે?”
હુઈ-હેય : “જયારે ભૂખ લાગે ત્યારે ભોજન કરવું અને થાક લાગે ત્યારે સુવું”
યોઅન : “ તો આજ તો બીજા લોકો કરે છે; શું તેમની અને તમારી રીત એકસરખી છે?”
હુઈ-હેય- “ના, તે બીલકુલ અલગ છે.”
યોઅન : “કેવી રીતે?”
હુઈ-હેય-: “જયારે તે ભોજન કરે છે, ત્યારે માત્ર આહાર નથી લેતાં, તે બધાં પ્રકાર ની કલ્પનાઓ કરે છે; તેઓ જયારે સુવે છે, તેઓ માત્ર સુતા નથી, તેઓ અનેક પ્રકાર ના ફાલતું વિચારો માં ખોવાઈ છે. આથી જ, તેઓ ની રીત તે મારા રસ્તા થી તદ્દન અલગ છે અને તે મારો રસ્તો નથી.”
--- The Zen Doctrine of No-Mind નામક પુસ્તક માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) મનને કેવી રીતે ફાલતું વિચારોથી ખાલી કરવા વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય કોઈ પણ કર્મ કરતી વખતે સંપૂર્ણ વિદ્યમાન રહ્યાં હો તેવો અનુભવ કર્યો છે?
૩.) હરેક ક્ષણમાં કેવી રીતે વિદ્યમાન રહેવાની ઊંડી સાધના થાય?
From the book, The Zen Doctrine of No-Mind.