We Were Made For These Times


Image of the Weekઆપણે આ સમય માટે બનેલા છીએ – અનામી


આ દુનિયા કથાઓ થી બનેલી છે. એક ખાનગી કરારો નું જાળું જેમાં શું “સાચું” છે અને શું “ખોટું”, શું “સામાન્ય” અને શું “વિચિત્ર”, અને શું “શક્ય” અને શું “અશક્ય” તેના તાણાવાણા છે. આ કથાઓ, વ્યક્તિ એ સમાજ માટે કેવી રીતે વર્તવું જોઈએ તેના પર જોહુકમી કરે છે. અને તેનો છેદ કરવો શક્ય છે. દરેક અન્યાય અને હિંસા ના કર્મ ની પાછળ (મોટાભાગે અકથ્ય) એવા પૂર્વાનુમાન અને માન્યતાઓ રહેલી છે, કે દુનિયા નું સંચાલન કેવું છે. અને દરેક “ચમત્કાર” પાછળ એક એવો વ્યક્તિ હોય છે, તેને એવું માનવાની હિંમત કરી છે કે તદ્દન જુદા પ્રકાર ની દુનિયા પણ હોય શકે. આપણું જીવન વિસ્તરે – કે સંકુચિત બને- તે આપણે આપણી જાત ને શું કથા કહીએ છીએ તેના પર નિર્ભર છે, અને આપણને પોતાની દુનિયા નો ચુનાવ કરવા મળે છે, જો આપણે આ કથાઓ જે બીજાને પણ કહેવી છે, તે પ્રત્યે સજગ બનીએ, અને તેનું બહુલીકરણ અને આત્મશાક્ષત્કાર દરરોજ કરીએ. આજે ઘણી જૂની કથાઓ જેના દ્વારા લોકો દુનિયા વિષે સમજતા હતા તે ખોટી પડી અને તુટવા લાગી છે. ભય, અરાજકતા અને સંતાપ આ વિશ્વવ્યાપી મહામારી ને લઈ ને ચારેકોર ફેલાયેલ છે.


આપણને કેવી રીતે કઈ ક્ષણે જન્મ લઈશું તેનો ચુનાવ કરવા નથી મળતો, પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો તેનો ચુનાવ જરુર કરી શકીએ. અને કથાકારો અને સંસ્કૃતિ ને છેદનાર તરીકે, આપણા શબ્દો અને આપણા કર્મો માં અપાર શક્તિ સમાયેલી છે. આ આશા ઉત્પન કરતાં સ્નાયુઓ છે. આપણે આ સમય માટે બનેલા છીએ.


મનન ના પ્રશ્નો:



૧.) આપણને કેવી રીતે કઈ ક્ષણે જન્મ લઈશું તેનો ચુનાવ કરવા નથી મળતો, પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો તેનો ચુનાવ જરુર કરી શકીએ, આ વિષે તમે શું માનો છો?
૨.) તમે ક્યારેય એવી કથાઓ નું સજગ બની ને બહુલીકરણ કર્યું છે જે પ્રમાણે ના સમાજ માં તમારે રહેવું હોય?
૩.) બીજી પ્રકારની દુનિયા પણ હોય શકે એવું માનવાની હિંમત કેવી રીતે આવે?
 

Excerpt above is from the site We Were Made For These Times.


Add Your Reflection

18 Past Reflections