ચાર પ્રકાર નું શ્રવણ – ઓટો સ્કાર્માર
અનેક સમૂહ અને સંગઠનો સાથે નો મારા વર્ષો કામ કરવાના અનુભવે, મેં જાણ્યું કે ચાર પ્રકાર નું શ્રવણ હોય છે.
“હા, હું તો, તે જાણુંજ છું.” આ પહેલો પ્રકાર, જ્યાં શ્રવણ માત્ર વિગત જાણવી: ટેવ વશ પોતાના ન્યાયીકરણ ને સાબિત કરવા માટે નું શ્રવણ. જયારે તમે એવી પરિસ્થિતિ માં હો, કે તમે જાણતા હો તેવુંજ બધું બને, તો તમે માત્ર શ્રવણ દ્વારા વિગત ભેગી કરો છો. “ઓહો, જુઓ આને !” આ બીજો પ્રકાર શ્રવણ નો જે મુદ્દાઓ પર ધ્યાન આપે: આમાં સાંભળનાર સચોટ અને નવીન અથવા બાબતો ને નકારતા એવા મુદ્દાઓ પર ધ્યાન કેંદ્રિત કરે છે. આ પ્રકાર માં તમે જે જાણો છો તેનાંથી અલગ પડતી બાબતો પર ધ્યાન આપશો. જે તમે જાણો છો તે હકીકત થી અલગ બાબતો પર તેનો અસ્વીકાર કર્યા વિના તમે ધ્યાન આપશો (જેમ તમે પહેલાં પ્રકાર માં વિગત ભેગી કરતાં વેળાએ કરો છો) . સારા વૈજ્ઞાનિક કાર્ય માટે વિગતો જાણવી, કે નવીન મુદ્દાઓ પકડવા તે શ્રવણ પ્રાથમિક જરૂરી છે. તમે પ્રશ્ન કરો અને પ્રકૃતિ (બાબતો) શું પ્રતિભાવ આપે છે તેના પર ધ્યાન આપો.
“ઓહો, હા, હું તમારી લાગણી સમજી શકું છું.” આ ત્રીજા પ્રકાર નું ઊંડું શ્રવણ જે કરુણામય શ્રવણ છે.
જયારે આપણે ખરા સંવાદમાં ભાગ લઈએ, ત્યારે ધ્યાન દેતાં, આપણે આપણી શ્રવણ શક્તિ ઊંડાણ થી કેવી બદલે છે, તેના વિશે સજગ બનીએ. જ્યાં સુધી આપણે પહેલી બે રીતે શ્રવણ કરીશું, આપણે આપણા મન ની ઘડેલી સમજણ સીમા ની અંદર રહી ને સાંભળશું. પણ જયારે કરુણામય શ્રવણ કરીએ, ત્યારે આપણી સમજ ની સીમા બદલે, અને એક સંકુલ માંથી મેદાન માં આવે, બીજા ની સમજ તરફ, જ્યાંથી અન્ય વ્યક્તિ બોલે છે. આવું શ્રવણ કરવા માટે આપણે આપણી કરુણા ને સજગ કરવી પડે અને બીજા ના હ્રદય સાથે સીધું જોડાણ સાધવું પડે. જો આવું થાય, તો આપણે આપણી શ્રવણ શક્તિ માં અગમ્ય બદલાવ મહેસુસ કરીશું; આપણે પોતાનો સ્વાર્થ ભૂલી અને બીજાની નજરે સૃષ્ટી ને નિહાળીશું. આવી રીતે સાંભળતી વખતે આપણે તેની વાત શબ્દ માં પ્રકટ થાય તે પહેલાં અનુભવી શકીએ. અને પછી આપણે એ પિછાણી શકીએ કે, તે વ્યક્તિ આ ભાવ ને વ્યક્ત કરવા ઉચિત કે અનુચિત શબ્દો વાપરે છે. આવું ન્યાયીકરણ તોજ શક્ય છે જો તમને પહેલાંથી તેના ભાવ વિષે સમજ પડે, તેના બોલ્યાંનું વિશ્લેષણ કર્યા પહેલાં. કરુણામય શ્રવણ એક કળા છે જેને કેળવી અને વિસ્તારવી શક્ય છે, જેમ માનવ સંસાધન ની અન્ય કોઈ કળા. આ કળા ને માટે એક વિશિષ્ઠ પ્રકાર ની ચેતના ઉજાગર કરવાની જરૂર હોય છે- આપણા હ્રદય ની ચેતના.
“હું શબ્દો માં વર્ણવી શકું તેમ નથી, કે, હું શું અનુભવું છું. મારું સમગ્ર અસ્તિત્વ મંદ પડી ગયું છે. હું વધુ શાંત, વિદ્યમાન અને મારા અસલી સ્વરૂપે હોવ છું. હું મારા અસ્તિત્વ કરતાં પણ કંઇક મહાન સાથે જોડાયેલ છું”. આ છે ચોથા પ્રકાર નું શ્રવણ. આમાં આપણે વર્તમાન ક્ષેત્રમાંથી બહાર નીકળી અને ઊંડા પ્રકટ ક્ષેત્ર સાથે જોડાઈએ છીએ. આ પ્રકાર ના શ્રવણ ને હું ઉત્કર્ષ નું શ્રવણ કહીશ, કે પછી ભવિષ્ય ના ઉગતા ક્ષેત્ર માંથી પ્રકટ થતું શ્રવણ. આ પ્રકાર નું શ્રવણ આપણી પાસે ખુલ્લા હ્રદય અને સ્વેચ્છા નો પ્રવેશ માંગે છે- આપણી શક્તિઓ ને ઉજ્વળ ભવિષ્ય ના પ્રાકટ્ય ની શક્યતા સાથે જોડવા માટે ની. આ કક્ષા એ આપણું કામ એ ધ્યાન રાખવાનું છે કે આપણું (જુનું) અસ્તિત્વ આ ખુલ્લા ક્ષેત્ર ની આડે ના આવે, અને અનોખી રીતે વિદ્યમાન રહી શકીએ તેને માટે રસ્તો સાફ રાખવો. હવે આપણે કંઈપણ બહાર નથી શોધતાં. હવે આપણે સામે રહેલા કોઈપણ પ્રત્યે કરુણાભાવ ની જરૂર નથી. આપણે એક પરિવર્તિત સ્થિતિ માં હોઈએ – જ્યાં કદાચ મિલન અથવા કૃપા જેવા શબ્દો થી સૌથી નજીક હોઈએ અને શબ્દોમાં તણાવવાની બદલે આના અનુભવ માં લીન.
તમે જોશો કે આ ચોથા પ્રકાર ના શ્રવણની પ્રકૃતિ અને પરિણામ બંને બીજા બધાથી અલગ છે. જયારે તમે સંવાદ શરુ કરો અને તેને અંતે તમે એક તદ્દન બદલાયેલ વ્યક્તિ બનો ત્યારે તમને જ્ઞાન થાય કે, તમે આ ચોથા પ્રકાર નું શ્રવણ કરી રહ્યાં હતા. તમે સુક્ષ્મ પણ ગહન રીતે બદલી ગયાં. તમે ઊંડા તત્વ સાથે જોડાયા – એવા મૂળ તત્વ સાથે જે તમારું ખરું અસ્તિત્વ છે અને એક સમજ કે તમે અહિયાં કેમ આવ્યા છો – એક જોડાણ જે અસ્તિત્વ, આવન જાવન નું ગહન ક્ષેત્ર અને તમારી ખરી જાત ને જોડે છે.
ઓટો સ્કાર્માર MIT ના પ્રોફેસર છે, અને GAIA મહાવિદ્યાલય ના પ્રવર્તક છે. આ તેના પુસ્તક Theory U માંથી ઉદધૃત
મનન ના પ્રશ્નો:
૧.) ચાર પ્રકાર ના શ્રવણ વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય વિકાસલક્ષી શ્રવણ કર્યું છે?
૩.) શ્રવણ કક્ષા ની જાગૃત પસંદગી કેવી રીતે કરશો?