જીવન આપણને પ્રશ્ન કરે છે – વિક્ટર ફ્રાંક્લ
હવે તે સવાલ રહી ના શકે કે “મારી જીવન માંથી શું અપેક્ષા છે?” પણ હવે માત્ર એજ પ્રશ્ન છે કે “જીવન ની મારી પાસેથી શું અપેક્ષા છે ?” હવે જીવન માં કેવું કામ મારી રાહ જુએ છે?
હવે આપણે તે પણ સમજીએ, કે અંતિમ વિશ્લેષણ માં, જો જીવન ના અર્થનો સવાલ, રાબેતા મુજબ પૂછાયો હોય, તો તે બરોબર નથી પૂછાયો : એ આપણે નથી, જેને જીવન નો અર્થ પૂછવાનો હક્ક છે – એ જીવન છે, જે સવાલો કરી શકે, સીધા સવાલો આપણને ....અને આપણે તેનો જવાબ દેવાનો છે, સતત, દર કલાકે જીવન વિષે, મહત્વના “જીવન પ્રશ્નો”. જીવવું એટલે જ પ્રશ્નો નો સામનો કરવા સિવાય બીજું કંઈ નથી; આપણું સમગ્ર અસ્તિત્વ પ્રતિસાદ આપવા થી વધુ કંઈ નથી- આગળ ની જવાબદારી સ્વીકારવી – જીવનની. આ ઉપર મન કેંદ્રિત બને તો આપણને કાંઈપણ ભયકારક નથી, કોઈ ભવિષ્ય નહીં, કે કોઈ ભવિષ્ય નો અભાવ નહીં . કારણકે આ વિદ્યમાન ક્ષણ જ બધું છે, કેમકે તે જીવન ના નવા અનંત પ્રશ્નો લઈને આપણી સામે છે.
જીવન આપણને સવાલ કરે, અને તેનો જવાબ આપતાં આપણને વિદ્યમાન ક્ષણના મહત્વ નું ભાન થાય, અને આ દર કલાકે તો બદલાય છે પણ વ્યક્તિ વ્યક્તિ એ બદલાય: આ સવાલ દરેક વ્યક્તિ માટે દરેક ક્ષણે અલગ રહેશે.
એટલે આપણે, જોઈ શકીએ કે, જીવન ના અર્થનો આ પ્રશ્ન સંપૂર્ણ સ્પષ્ટતા અને આ ક્ષણ ની ઠોસ સચ્ચાઈ વગર કેવો સરળતાથી મુકાતો હોય છે. આ રીતે “જીવન નો અર્થ” પૂછવો એ એવું બાલીશ છે, જાણે એક પત્રકાર ચેસ રમત ના સર્વોચ્ચ ખેલાડી ને પૂછતો હોય, “માસ્ટર મને કહો: ચેસ ની આ રમત માં સૌથી ઉત્તમ ચાલ કઈ ?” શું એવી ચાલ હોય, આવી ચોક્કસ ચાલ, જે એવી સરસ, કે ઉત્તમ હોય, જે રમત ની ચોક્કસ પરિસ્થિતિ, કે પાસાઓ ની ઠોસ રૂપરેખા ની ઉપરવટ કામ કરે?
એક યા, બીજી રીતે, જીવન અને ક્ષણ ને અર્થ આપવાનો એક સમયે, એકજ વિકલ્પ હોય છે, – એટલે તે સમયે આપણે એકજ નિર્ણય લેવાનો કે આપણે કેવી રીતે જવાબ આપવો, પણ, દરેક વખતે જીવન આપણને ચોક્કસ પ્રશ્ન પૂછે છે. આ બધાં માંથી ખબર પડે છે કે જીવન હંમેશ આપણને આ અર્થ ને પૂર્ણ કરવાનો મોકો આપે છે, એટલે હંમેશ તેની પાસે અર્થ હોવાનો વિકલ્પ છે. એમ પણ કહી શકીએ કે આપણું માનવ જીવન “છેલ્લા શ્વાસ” સુધી અર્થપૂર્ણ બનાવી શકીએ; જ્યાં સુધી શ્વાસ છે, જ્યાં સુધી આપણે ભાન માં છીએ, આપણે જીવન ના પ્રશ્નો નો ઉત્તર આપવો એ આપણી જવાબદારી છે.
Yes to Life: In Spite of Everything માંથી ઉદધૃત. વિક્ટર ફ્રાંક્લ (૧૯૦૫-૧૯૯૭) વિયેના ના એક મનોવૈજ્ઞાનિક અને માનસશાસ્ત્રી હતાં જેઓ ને Auschwitz ના નજરબંદી કેમ્પ માં કેદ કરવામાં આવ્યા હતાં, જ્યાં તેઓ એ પોતાના માતા, પિતા અને ભાઈ ને ખોયા. ૧૯૪૬ માં તેમનું વૃતાંત “Man’s Search for Meaning” ખુબ વખણાયું અને આજ સુધી તે એક પ્રકાંડ અને જાગૃત કરનાર પુસ્તક ગણાય છે, જે મુસીબત ના સમય માં પણ કેમ ઉત્તમ રીતે જીવી જવું અને પ્રત્યેક ક્ષણમાં કેમ જીવવું તે શીખવે છે.
મનન ના પ્રશ્નો:
૧.) જીવન નો અર્થ વ્યક્તિ અને ક્ષણ બંને બદલે છે, એ વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) જીવન ના તરલ પણ ખરા અર્થ ના સ્વભાવ પ્રત્યે તમે ક્યારેય સભાન બન્યાં છો?
૩.) અર્થ ના પ્રશ્નો નો જવાબ ક્ષણ માં વિદ્યમાન રહીને આપવામાં શું મદદ કરશે?